1. Home
  2. revoinews
  3. LAC પર તણાવ વચ્ચે ભારત 2290 કરોડ રૂપિયાનાં શસ્ત્ર સરંજામ ખરીદશે, સંરક્ષણ ક્ષેત્રે બનશે વધુ મજબૂત
LAC પર તણાવ વચ્ચે ભારત 2290 કરોડ રૂપિયાનાં શસ્ત્ર સરંજામ ખરીદશે, સંરક્ષણ ક્ષેત્રે બનશે વધુ મજબૂત

LAC પર તણાવ વચ્ચે ભારત 2290 કરોડ રૂપિયાનાં શસ્ત્ર સરંજામ ખરીદશે, સંરક્ષણ ક્ષેત્રે બનશે વધુ મજબૂત

0
Social Share
  • LAC પર ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતની તૈયારી
  • ભારત સંરક્ષણ ક્ષેત્રે હવે બનશે વધુ મજબૂત અને શક્તિશાળી
  • ભારત 2290 કરોડ રૂપિયાના શસ્ત્ર સરંજામ ખરીદશે

LAC પર ચીન સાથે સતત વધી રહેલા તણાવ અને ચિંતા વચ્ચે ભારત સંરક્ષણ ક્ષેત્રે વધુને વધુ મજબૂત સ્થાન બનાવી રહ્યું છે. હવે કેન્દ્રના સંરક્ષણ મંત્રાલયે 2290 કરોડ રૂપિયાના લશ્કરી શસ્ત્ર સરંજામ ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ દરખાસ્તમાં અમેરિકા પાસેથી 72 હજાર એસોલ્ટ રાઇફલ ખરીદવાની યોજનાનો પણ સમાવેશ થાય છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર સંરક્ષણ ખાતાના પ્રવક્તાએ કહ્યું હતું કે જે સામગ્રી ખરીદવાની મંજૂરી અપાઇ છે. તેમાં અમેરિકાની એસોલ્ટ રાઇફલ્સ ઉપરાંત વાયુદળ માટે 970 કરોડ રૂપિયાની એન્ટિ એરફિલ્ડ વેપન સિસ્ટમ્સનો પણ સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદે મળેલી આ બેઠકમાં કુલ 2290 કરોડ રૂપિયાની લશ્કરી સામગ્રી ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

આ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે અગ્રીમ હરોળ પર ફરજ બજાવી રહેલા સૈનિકો માટે રૂપિયા 780 કરોડની સીગ સોઅર રાયફલ્સ ખરીદવામાં આવશે. સાથોસાથ સ્વદેશમાં નિર્મિત સ્ટેટિક હાઇ ફ્રીકવન્સી ટ્રાન્સ-રિસિવર સેટ  ખરીદવાની યોજના  હતી. આ ટ્રાન્સ-રિસિવર સેટ પાછળ 540 કરોડનો ખર્ચ થશે. આ રેડિયો સેટ ભૂમિ દળ અને હવાઇ દળ વચ્ચે સંદેશ વ્યવહાર માટે ઉપયોગી સાબિત થશે. સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વીપન નૌકા દળ અને હવાઇ દળ બંને માટે ઉપયોગી સાબિત થશે.

મહત્વનું છે કે અમેરિકાની સીગ સોઅર રાઇફલ્સ માટે ઓર્ડર અપાઇ ચૂક્યો હતો. 72 હજાર રાઇફલ્સ પહેલાં મળી ચૂકી હતી. બીજી 72 હજાર રાઇફલ્સ હવે મળશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code