1. Home
  2. revoinews
  3. ચંદ્રયાન-2એ વધુ એક સિદ્વિ કરી હાંસલ, પરિક્રમણનું 1 વર્ષ કર્યું પૂર્ણ
ચંદ્રયાન-2એ વધુ એક સિદ્વિ કરી હાંસલ, પરિક્રમણનું 1 વર્ષ કર્યું પૂર્ણ

ચંદ્રયાન-2એ વધુ એક સિદ્વિ કરી હાંસલ, પરિક્રમણનું 1 વર્ષ કર્યું પૂર્ણ

0
Social Share
  • ચંદ્રયાન અભિયાન-2 એ વધુ એક સિદ્વિ હાંસલ કરી
  • ચંદ્રની કક્ષામાં પરિક્રમણ લગાવતા 1 વર્ષ કર્યું પૂર્ણ
  • બધા આઠ બોર્ડ ઉપકરણો સારું પ્રદર્શન કરી રહ્યા છે: ઇસરો

ચંદ્રયાન 2 એ વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. ચંદ્રયાન 2 એ ચંદ્રની કક્ષામાં પરિક્રમણ લગાવતા એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ અંગે ઇસરોએ જણાવ્યું હતું કે, ભલે વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ફળ રહ્યું હોય પણ ઓર્બિનેટે ચંદ્રમાની ચારેય બાજુ 4400 પરિક્રમાઓ પૂર્ણ કરી લીધી છે. બધા જ આઠ બોર્ડ ઉપકરણો સારું પ્રદર્શન કરી રહ્યા છે.

ઇસરો અનુસાર છેલ્લા 3 વર્ષની તુલનામાં ટેરેન મેપિંગ કેમેરા 2200 કક્ષાઓ દરમિયાન ચંદ્રના ક્ષેત્રમાં અંદાજે 4 મિલિયન વર્ગ કિમીના ફોટો લેવામાં સક્ષમ છે. TMC-2 એ ઉચ્ચતમ રિઝોલ્યુશન વાળો કેમેરો કહેવાય છે. જે વર્તમાન સમયમાં ચંદ્રમાની ચારે બાજુ કક્ષામાં ગોઠવાયેલો છે. આ કેમેરાના કારણે વૈજ્ઞાનિકોને અધ્યયન કરવામાં સરળતા રહે છે.

22 જુલાઇ, 2019 એ થયું હતું ચંદ્રયાન અભિયાન-2નું પ્રક્ષેપળ

વર્ષ 2019ના 22 જુલાઇના રોજ ચંદ્રયાન અભિયાન-2નું પ્રક્ષેપળ કરવામાં આવ્યું હતું. 1 વર્ષ પહેલા એટલે કે, 20 ઓગસ્ટના રોજ આમાં ચંદ્રમાની કક્ષામાં જ પ્રવેશ કરી લીધો હતો. 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રમાં પર લેન્ડિંગ દરમિયાન લેન્ડર વિક્રમનો ઇસરો સાથે સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં વિક્રમે ચંદ્ર પર હાર્ડ લેન્ડિંગ કર્યું છે તેવી જાણ થઇ હતી.

મિશનનો હતો આ ખાસ ઉદ્દેશ

ચંદ્રની ભૌગોલિક સ્થિતિ, ખનિજ વિજ્ઞાન, સતહ રાસાયણિક સંરચના, થર્મો-ભૌતિક વિશેષતાઓ અને લુનર એક્સોસ્ફીયર પર વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરવાના ઉદ્દેશ સાથે આ મિશનને લોન્ચ કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, હાલમાં ઇસરો ચંદ્રયાન અભિયાન-3 પણ કામ કરી રહ્યું છે. વર્ષ 2021 બાદ આ યાન લોન્ચ થવાની સંભાવના છે.

(સંકેત)

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code