1. Home
  2. revoinews
  3. મુંબઈ: ચાલતી કારમાં બારીમાંથી નીકળીને સ્ટંટ કરનારાઓની ધરપકડ, પોલીસે કાર કરી જપ્ત
મુંબઈ: ચાલતી કારમાં બારીમાંથી નીકળીને સ્ટંટ કરનારાઓની ધરપકડ, પોલીસે કાર કરી જપ્ત

મુંબઈ: ચાલતી કારમાં બારીમાંથી નીકળીને સ્ટંટ કરનારાઓની ધરપકડ, પોલીસે કાર કરી જપ્ત

0
Social Share

મુંબઈ: મોટાભાગે એવુ જોવા મળે છે કે લોકો પોતાની જિંદગીની ફિકર કર્યા વગર કાર, બાઈક, ટ્રેન પર સ્ટંટ કરતા દેખાય છે. ઘણીવાર તો તેમને પોતાનો જીવ ગુમાવીને આની કિંમત ચુકવવી પડતી હોય છે.

મુંબઈમાં સાતમી જૂને કાર્ટર રોડ પર પણ એક આવો મામલો સામે આવ્યો હતો. જેમાં ત્રણ યુવકો ચાલતી કારની બારીમાંથી નીકળીને સ્ટંટ કરી રહ્યા હતા. પોલીસે તેમની સામે કેસ નોંધીને કારને જપ્ત કરી છે.

સાતમી જૂને કાર્ટર રોડમાં એક ચાલતી કારની બારીમાંથી નીકળીને સ્ટંટ કરનારા લોકોને ખાર પોલીસે આઠમી જૂને એરેસ્ટ કર્યા હતા. આ ત્રણેય લોકો સામે પોલીસે મામલો નોંધ્યો અને સ્ટંટમાં વાપરવામાં આવેલી કારને જપ્ત કરી લીધી હતી.

ધરપકડ કરાયલા લોકોની ઓળખ મોહમ્મદ સુલ્તાન શેખ, સમીર સહીબોલે અને અનસ શેખ તરીકે થઈ છે. તેઓ 19થી 20 વર્ષની વયજૂથના છે. આ ત્રણેય આરોપીઓ સેકન્ડ ઈયર કોમર્સના વિદ્યાર્થી છે અને ગોવંડી ખાતેની મ્હાડા કોલોનીમાં રહે છે. સ્ટંટ કરતા આ યુવકોનો વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો હતો. તેના પછી આઈપીસીની કલમ – 279સ 336, મોટર વ્હીકલ એક્ટની કલમ- 184 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે.

મે માસમાં મધ્ય રેલવે પર લોકલ ટ્રેનમાં સ્ટંટબાજી કરનારા બે યુવકોનો વીડિયો વાઈરલ થયો હતો. રેલવે પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા હતા. આ બંને સગીર હોવાનું જણાવાઈ રહ્યું હતું. 9મી મેના રોજ હાર્બર લાઈન પર સીએસએમટી તરફથી આવરની એક ટ્રેનમાં પ્રવાસીઓએ કેટલાક યુવકોના ગ્રુપને સ્ટંટબાજી કરતું જોયું હતું. પ્રવાસીઓએ ઘટનાની તસવીરોને મોબાઈલમાં કેદ કરી લીધી હતી. વીડિયો વાઈરલ થયા બાદ વડાલા જીઆરપી એક્શનમાં આવી હતી.

આ યુવકોને પકડવા માટે ચાર ટીમો બનાવવામાં આવી હતી. વીડિયોની ઓળખ પર સીસીટીવી પરથી જાણકારી મળી કે સ્ટંટ કરનારા યુવકો મસ્જિદ બંદર સ્ટેશન પર ઉતર્યા હતા. આ ગ્રુપનો એક યુવક પોલીસના હાથમાં આવ્યો હતો. આ યુવકના માધ્યમથી સ્ટંટ કરનારા  બંને યુવકોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code