1. Home
  2. revoinews
  3. અલીગઢમાં અઢી વર્ષની બાળકીની કરપીણ હત્યાનો કેસ: ચોથી આરોપી મહિલા એરેસ્ટ, વકીલોનો આરોપીઓનો કેસ લડવાનો ઈન્કાર
અલીગઢમાં અઢી વર્ષની બાળકીની કરપીણ હત્યાનો કેસ: ચોથી આરોપી મહિલા એરેસ્ટ, વકીલોનો આરોપીઓનો કેસ લડવાનો ઈન્કાર

અલીગઢમાં અઢી વર્ષની બાળકીની કરપીણ હત્યાનો કેસ: ચોથી આરોપી મહિલા એરેસ્ટ, વકીલોનો આરોપીઓનો કેસ લડવાનો ઈન્કાર

0
Social Share

અલીગઢ:અલીગઢના ટપ્પલમાં અઢી વર્ષની બાળકીની નિર્મમ હત્યાના મામલામાં પોલીસને બે મોટી સફળતા મળીછે. પોલીસે આ મામલામાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં એક મહિલા પણ સામેલ છે. આ પહેલા આજે સવારે પોલીસે મહેંદી હસન નામના શખ્સની ધરપકડ કરી હતી. અલીગઢ એસએસપીએ આરોપીની ધરપકડની પુષ્ટિ કરી છે. આ પહેલા પોલીસે શુક્રવારે અન્ય બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ પ્રમાણે, આરોપીઓ જાહિદ અને અસલમે પોતાના ગુનાની કબૂલાત કરી છે.

બીજી તરફ અલીગઢ સહીત આખા દેશમાં બાળકીની હત્યાને લઈને આક્રોશ છે. અલીગઢના વકીલોએ આરોપીઓ તરફથી કેસ લડવાનો ઈન્કાર કર્યો છે. અલીગઢ બાર એસોસિએશનના સચિવ અનૂપ કૌશિકે કહ્યુ છે કે બાર એસોસિએશનની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈપણ વકીલ આરોપીઓનો કેસ લડશે નહીં, પરંતુ આરોપીઓને ફાંસીની સજા સુધી પહોંચાડવાની કોશિશ કરવામાં આવશે.

અલીગઢના ટપ્પલમાં એક અઢી વર્ષની બાળકી 30મી મેએ ગુમ થઈ હતી. પોલીસે તેની ક્ષતવિક્ષત લાશને બીજી જૂને તેના મકાન નજીકના ઉકરડાંમાંથી જપ્ત કરી હતી. વાત સામે આવતા જ અલીગઢ સહીત દેશભરમાં આ જઘન્ય ઘટનાને લઈને આક્રોશ ફેલાયો હતો. તેના પછી ઉતાવળણમાં કાર્યવાહી કરતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે બે ધરપકડ કરાયેલા આરોપીઓ જાહિદ અને અસલમે ગુનાની કબૂલાત કરી છે અને માત્ર 10 હજાર રૂપિયા માટે આ અપરાધને અંજામ આપ્યો છે. આ રકમ બાળકીના પિતાએ ઉધાર લીધી હતી અને તે તેને પાછી આપી શક્યો ન હતો.

આ મામલામાં બાળકીના પિતાએ ગુનેગારોને ફાંસીની સજાની માગણી કરી છે. બાળકીના પિતાએ કહ્યુ છે કે મારી પુત્રીને ન્યાય મળે, ગુનેગારોને એવી સજા મળે કે તેઓ એકસો વાર વિચારે. તેમણે કહ્યુ છેકે ફાંસીની સજા બાદ પણ મારું દર્દ ઓછું થશે નહીં. આ ખળભળાવી નાખનારી ઘટનામાં બેદરકારી દાખવવાના આરોપમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પ્રભારી સહીત પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક આકાશ કુલહરિએ કહ્યુ છે કે પોલીસ ક્ષેત્રાધિકારી(ડીઆઈજી) પંકજ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવેલી તપાસના આધારે ગુરુવારે પોલીસ સ્ટેશનના પ્રભારી સહીત પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલાની આગળની તપાસ માટે પોલીસ અધિક્ષક ગ્રામીણ અને એક મહિલા ઈન્સ્પેક્ટર સહીત છ સદસ્યોની એસઆઈટી બનાવવામાં આવી છે. લખનૌમાં એડીજી – કાયદો અને વ્યવસ્થા આનંદ કુમારે કહ્યુ છે કે બાળકીની લાશ તેના મોતના 72 કલાક બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી.

બાળકીની હત્યા બાદ રાજનીતિથી લઈને સિનેમાજગતના લોકોએ મોત પર દુખ વ્યક્ત કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે અલીગઢમાં બાળકીની ભયાનક હત્યાથી તેઓ સદમામાં છે. કોઈપણ મનુષ્ય એક બાળકી સાથે આવો વ્યવહાર કેવી રીતે કરી શકે છે. યુપી પોલીસે હત્યારાને દંડિત કરવા માટે ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ. રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ બર્બર હત્યાને અમાનવીય ગણાવી હતી. તેમણે કહ્યુ હતુ કે એક નિર્દોષ બાળકીની વિરુદ્ધ આવો અપરાધ થયો છે, જે અકથનીય છે.

બીએસપી સુપ્રીમો માયાવતી કહ્યું હતું કે રાજ્યમાં કાયદાનું રાજ્ય સ્થાપિત કરવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ.

ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે કહ્યુ છે કે આવા જઘન્ય અપરાધ માટે તાત્કાલિક અને કડક કાર્યવાહીની જરૂર છે. અભિષેક બચ્ચને ટ્વિટ કર્યું છે કે કોઈ આવા પ્રકારના અપરાધનું કેવી રીતે વિચારી પણ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code