સાહીન મુલતાની
સૌ પ્રથમ દરેક વાંચક મિત્રોને ‘રિવોય પરીવાર’ તરફથી નવા વર્ષની ખુબ શુભેચ્છાઓ.
સામગ્રી
- 2 લીટર – દુધ
- સ્વાદ પ્રમાણે – ખાંડ
- 100 ગ્રામ – ચોખા (કોલમ અથવા ખીચડીના કોઈ પણ ચોખાનો ઉપયોગ કરવો)
- 200 ગ્રામ – કાજુ-બદામ-પીસ્તા (જીણા સમારેલા)
- અડધી ચમચી – એલચીનો પાવડર
- 4 થી 5 તાતણા – કેસર
સૌ પ્રથમ ખીર બનાવવા માટે, ચોખાને પાણીથી બરાબર ઘોઈ લેવા, ચોખાને 6 થી 7 વખત હાથમાં મસળી મસળીને ધોવા જેથી કરી ચોખા કણકી જેવા થઈ જાય, હવે બે લીટર દૂધને એક જાડા વાસણમાં ગરમ કરવા રાખો, અને તેમાં ચોખા એડ કરીને ગેસની ફ્લેમ ઘીમી કરી દો, હવે આ રીતે જ્યા સુધી દુઘ અને ચોખા એક રસ ન થાય ત્યા સુધી 1 થી દોઠ કલાક બરાબર ગરમ થવા દો,વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા રહવું જેથી કરીને દુધ તપેલીમાં ચોટી ન જાય. આટલા સમય બાદ ચોખા બરાબર દુધમાં મિક્સ થઈ જ ગયા હશે, તે છંતા હાથ વડે ચોખાને દબાવીને જોઈ લેવા. ધ્યાન રાખવું કે ચોખા અને દુધી એક રસ રીતે મિક્સ થવા જોઈએ.ગેસની ફ્લેમ ઘીમી જ રાખવી .
હવે જ્યારે દુધમાં ચોખા બરાબર ભળી જાય એટલે તમારા સ્વાદ પ્રમાણે જેટલી મીઠી ખીર ખાવી હોય તે પ્રમાણે ખાંડ એડ કરીને 10 મીનિટ સુધી ગેસ પર ફરી ખીરને થવાદો, હવે જ્યારે ખાંડ બરાબર દુધમાં મિશ્રિત થઈ જાય એટલે કાજુ,બદામ અને પીસ્તા તથા એલચીનો પાવડર નાખીને આ ખીરને ગેસ પર થી ઉતારી લો ત્યાર બાદ કેસર પણ એડ કરીલો.હવે આ ખીરને ફ્રીજમાં ઠંડી કરવા મૂકી દો.
કોકનટ ગુલાબ જાંબુ બનાવવાની સામગ્રી અને રીત
- 200 ગ્રામ – મિલ્ક પાવડર
- 100 ગ્રામ – કોપરાનું જીણું છીણ
- 100 ગ્રામ – મેંદો
- 500 ગ્રામ – ખાંડની ચાસણી
- જરુર પ્રમાણે – દુધ
- જરુર પ્રમાણે – ઘી (કોકનટ જાબું તળવા માટે)
- ગાર્નિશ માટે – કાજુ-બદામ-પિસ્તા અને 2 ચમચી કોપરાની છીણ
સૌ પ્રથમ મિલ્ક પાવડર, કોપરાનું છીણ અને મેંદો મિક્સ કરીલો, હવે આ મિશ્રણમાં ચમચી વડે દુધ નાખીને એક કણક તૈયાર કરવી, દુધ ચમચી વડે એટલા માટે નાખવું કે જેથી કરીને વધુ દુધ ન પડી જાય, હવે આ કણકમાંથી નાના નાના ગુલાબ જાંબુ તૈયાર કરી લેવા, હવે એક કઢાઈમાં ઘી ગરમ કરીને જાબુંને ઘીમી ગેસની ફ્લેમ પર આછા ગુલાબી રંગના થાય ત્યા સુધી તળી લેવા, હવે આ ગુલાબ જાંબુને ખાંડની ચાસણીમાં ગરમ ગરમ જ એડ કરી દેવા.
હવે એક મોટા બાઉલમાં ફ્રીજમાં રાખેલી ખીર લો, અને તેમાં આ તૈયાર કરેલા કોકનટ ગુલાબ જાંબુને ગોઠવી લો, હવે ઉપરથી ગાર્નિશ કરવા માટે કાજુ-બદામ અને પીસ્તા એડ કરો, ત્યાર બાદ 2 ચમચી કોપરાની છિણ ઉપર એડ કરીલો, તૈયાર છે નવા પ્રકારની કોકનટ ગુલાબ જાબું ખીર,,,,નવાવર્ષના તહેવાર પર મહેમાનો નવી સ્વીટ ડીશ પીરસીને ખુશ કરીદો…..
નોંધ – આ જાંબુ તમે ફ્રીદજમાં પહેલાથી બનાવીને મૂકી શકો છો, અને જો તમને ગરમ ખીર પસંદ હોય તો ગરમ ખીરમાં જ ગરમ ગરમ ગુલાબ જાંબુ એડ કરીને પીરસી શકો છો.