લોકસભાની કાર્યવાહી દરમિયાન મંગળવારે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલી સહીત રેલવેના છ યૂનિટ્સના ખાનગીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. પોતાના સંસદીય મતવિસ્તાર રાયબરેલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીએ ક્હ્યું હતું કે રાયબરેલીની કોચ ફેક્ટરીનું કંપનીકરણ કરાઈ રહ્યું છે, જે ખાનગીકરણની શરૂઆત છે. આ દેશની અમૂલ્ય સંપત્તિને કોડીઓના ભાવે મુઠ્ઠીભર ખાનગી હાથોને હવાલે કરવાની પહેલી પ્રક્રિયા છે અને આનાથી હજારો લોકો બેરોજગાર થશે.
રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર હુમલો કરવાની સાથે જ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પણ યાદ કર્યા હતા.તેમણે કહ્યુ છે કે દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ જાહેર ઉદ્યોગોને દેશના વિકાસની મૂડી માનતા હતા. ઘણાં દુખની સાથે કહેવું પડે છે કે આ સરકાર મજૂર અને ગરીબ લોકોને ભૂલીને માત્ર કેટલાક મૂડીપીતિઓને ફાયદો પહોંચાડવાનું કામ કરી રહી છે. મજૂરોનો હક છીનવીને કેવી રીતે ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડાય રહ્યો છે, તે વાત કોઈનાથી છૂપાયેલી નથી.
સોનિયા ગાંધીએ કહ્યું છે કે રાયબરેલીમાં દેશનું સૌથી જૂનું રેલવેનું કારખાનું છે. કારખાનાનું ખાનગીકરણ કેમ કરાઈ રહ્યું છે, આનાથી મજૂરોનું ભાવિ સંકટમાં છે. હજારો મજૂરો બેરોજગાર થઈ જશે. તેમણે બીએસએનએળ અને એમટીએનએલની કથળતી પરિસ્થિતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
જે સમયે સોનિયા ગાંધી સરકાર પર ઉદ્યોગપતિને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા હતા. ત્યારે અન્ય કોંગ્રેસી સાંસદ મેજ થપથપાવતા નજરે પડયા હતા. તો જ્યારે લોકસભા સ્પીકરે તેમને સમય સમાપ્ત થવાનો ઈશારો કર્યો, તો સોનિયા ગાંધીએ સ્મિત સાથે થોડો સમય માંગ્યો હતો. સોનિયા ગાંધીનું સંબોધન સમાપ્ત થયા બાદ કોંગ્રેસના સાંસદોએ મેજ થપથપાવીને તેમનું અભિવાદન કર્યું હતું.
મહત્વપૂર્ણ છે ક ભારતીય રેલવેએ ડીઝલ લોકોમોટિવ વર્ક્સ સહીત પોતાના તમામ પ્રોડક્શન યૂનિટ્સના પ્રાઈવેટાઈઝેશનની પ્રક્રિયાને ઝડપી બનાવી છે. તેના પ્રમાણે દેશનીતમામ છ કોચ ફેક્ટ્રીઓને નિગમનું સ્વરૂપ આપવામાં આવશે.
આ પ્રોડક્શન યૂનિટ્સના બનશે નિગમ
ડીઝલ લોકોમોટિસ વર્ક્સ, વારાણસી, યુપી
ચિતરંજન લોકોમોટિવ વર્ક્સ, આસનસોલ, પ.બંગાળા
ઈન્ટિગ્રલ કોચ ફેક્ટ્રી, ચેન્નઈ, તમિલનાડુ,
ડીઝલ મોર્ડનાઈઝેશન વર્ક્સ, પટિયાલા, પંજાબ
વ્હીલ એન્ડ એક્સલ પ્લાન્ટ, બેંગલુરુ, કર્ણાટક
મોર્ડન કોચ ફેક્ટરી, રાયબરેલી, યુપી