કોંગ્રેસ અધ્યક્ષ પદે યથાવત રહેવા રાહુલ ‘બાબા’ના મનામણાં કરવા કોંગ્રેસીઓએ શરૂ કર્યા અનશન

રાહુલ ગાંધીના રાજીનામાના વિરોધમાં એઆઈસીસીમાં નેતાઓએ અનશન શરૂ કર્યા છે. અનશનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદીશ ટાઈટલર પણ પહોંચ્યા છે. ટાઈટલરે એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે ગાંધી પરિવારે દેશ માટે કુરબાની આપી છે. ગાંધી પરિવાર વગર કોંગ્રેસની કલ્પના મુશ્કેલ છે. ગાંધી પરિવાર સિવાય તમામ નેતાઓએ કોંગ્રેસનો ઉપયોગ કર્યો છે. તેમનું એમ પણ કહેવું છે કે રાહુલ ગાંધી વગર કોઈ અધ્યક્ષ તેમને સ્વીકાર્ય નથી.

રાહુલ ગાંધી પોતાના રાજીનામા પર અડગ છે અને પાર્ટીને આપવામાં આવેલી એક માસની સમયમર્યાદા પણ સમાપ્ત થઈ ચુકી છે. તેવામાં હવે એક નવા અધ્યક્ષને લઈને પણ સ્પષ્ટતા થવા લાગી છે. સંસદીય સત્રના સમાપ્ત થતા જ આના સંદર્ભે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular