દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણનુ ગણતરીના કલાકોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવશે. તે પહેલા જ વર્ષોથી રામ મંદિર માટે લડત ચલાવતા પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ટ્વીટ કરીને રામ મંદિરના નિર્માણને લઈ ખુશી વ્યક્ત કરી છે. તેમજ 1990ની રથયાત્રાની યાદ તાજી કરી હતી.
कई बार महत्वपूर्ण सपनें साकार होने में समय लेते हैं, लेकिन जब वे साकार होते हैं तो इंतजार सार्थक हो जाता है। ऐसा ही एक स्वप्न जो मेरे हृदय के समीप है, साकार होने जा रहा है।
॥ जय श्रीराम ॥#RamMandir #Ayodhya #AyodhyaRamMandir #RamMandirAyodhya pic.twitter.com/tDwkVQqv7a— LK Advani (@LKAdvaniBJP_) August 4, 2020
પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કેટલીક વાર આપણા મહત્વના સ્વપ્ન સાકાર થતા સમય લાગે છે પરંતુ જ્યારે તે સાકાર થાય છે ત્યારે ઈંતજાર સાર્થક થઈ જાય છે. આવુ જ એક સ્વપ્ન જે મારા હદય નજીક છે તે સાર્થક થવા થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે વર્ષ 1990ની રથયાત્રાની તસ્વીર પણ પોસ્ટ કરીને જુની યાદો તાજી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1990માં લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામ મંદિરને લઈને સંકલ્ય લીધો હતો. તેમજ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથથી તેમણે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. અડવાણીએ સંકલ્પ લીધો ત્યારે નરેન્દ્ર મોદી તેમની સાથે હતા. એટલું જ નહીં રથયાત્રામાં તેઓ અડવાણીની સતત સાથે રહ્યાં હતા. તે સમયે અડવાણીએ રથયાત્રા મારફતે રામના નામ ઉપર દેશને એક કરવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત વર્ષ 1884-85માં પ્રયાગરાજમાં અશોક સિંઘલના નિવાસસ્થાને ભાજપના સિનિયર નેતાઓની બેઠક થતી હતી. જેમાં રામ મંદિરના નિર્માણની યોજના બનાવવામાં આવી હતી. તેમજ અડવામીને રથયાત્રાને મુદ્દે અશોક સિંઘલે સમર્થન પણ આપ્યું હતું.