1. Home
  2. revoinews
  3. દિગ્જ્જ એક્ટ્રેસ કુમકુમનું 86 વર્ષની વયે નિધન
દિગ્જ્જ એક્ટ્રેસ કુમકુમનું 86 વર્ષની વયે નિધન

દિગ્જ્જ એક્ટ્રેસ કુમકુમનું 86 વર્ષની વયે નિધન

0
  • મશહુર એક્ટ્રેસ કુમકુમનું નિધન
  • મધર ઈન્ડિયા, કોહિનૂર જેવી ફિલ્મોમાં કર્યું હતું કામ
  • નસિર ખાને ટ્વિટર પર આપી માહિતી
  • ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું

મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્જ્જ એક્ટ્રેસ કુમકુમનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેણે મધર ઈન્ડિયા, કોહિનૂર, એક સપેરા એક લૂટેરા અને નયા દૌર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. કુમકુમના નિધનની જાણકારી એકટર જોની વોકરના દીકરા નસિર ખાને ટ્વિટર પર આપી. તેમનું નિધન કેવી રીતે થયું તેને લઈને કોઈ માહિતી સામે આવી નથી. કુમકુમના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

નસિર ખાને જોની વોકર અને કુમકુમનો થ્રોબેક ફોટો શેર કરતા લખ્યું – પહેલાના જમાનાની ફિલ્મ એક્ટ્રેસ કુમકુમ આન્ટીનું નિધન થયું છે. તે 86 વર્ષના હતા. તેણે ઘણી ફિલ્મો, ગીતો અને ડાંસ કર્યા હતા.

નાવેદ જાફરીએ લખ્યું, અમે એક વધુ દિગ્જ્જને ગુમાવ્યા છે. જયારે હું નાનો હતો ત્યારથી જ તેમને ઓળખું છુ.તે પરિવાર હતો. મહાન કલાકાર અને મહાન વ્યક્તિ. ભગવાન તમારી આત્માને શાંતિ આપે કુમકુમ આન્ટી.

કમકૂમે 1954 માં આવેલી ફિલ્મ આરપારનું ગીત કભી આર કભી પ્યાર લગા તીરે નજર થી ડાન્સર તરીકે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેણે રાજા અને રંક , ગીત, આંખે અને લલકાર સહિતની ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.