1. Home
  2. revoinews
  3.  ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા ‘રણજી ટ્રોફી’ જેના નામે રમાય છે તેવા ‘કુમાર સિંહ રણજીતસિંહજી’ એ ક્રિકેટ જગતમાં આજ રોજ રચ્યો હતો ઈતિહાસ
 ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા ‘રણજી ટ્રોફી’ જેના નામે રમાય છે તેવા ‘કુમાર સિંહ રણજીતસિંહજી’ એ ક્રિકેટ જગતમાં આજ રોજ રચ્યો હતો ઈતિહાસ

 ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા ‘રણજી ટ્રોફી’ જેના નામે રમાય છે તેવા ‘કુમાર સિંહ રણજીતસિંહજી’ એ ક્રિકેટ જગતમાં આજ રોજ રચ્યો હતો ઈતિહાસ

0
Social Share
  • દેશની પ્રથમ કક્ષાની ક્રિકેટ કુમાર સિંહ રણજીતસિંહના નામ પર
  • તેઓ બેસ્ટ ક્રિકેટર રહી ઈગ્લેડ માટે રમતા હતા
  • એક જ દિવસમાં બે સદી ફટકાનાર દિગ્ગજ ક્રિકેટર સાબિત થયા
  • નવાનગર રજવાડાના ૧૯૦૭ થી ૧૯૩૩ દરમિયાન મહારાજા જામ સાહેબ તરીકે જાણીતાં

જામ રણજીને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક ગણવામાં આવે છે તેમનો જન્મ ૧૯૦૭માં થયો હતો, તેઓ નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ તરીકે પણ પ્રસિધ્ધ બન્યા હતા. પછીથી તેઓ ભારતીય રાજાઓના ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલર પણ બન્યા હતા અને લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ તેમણે કર્યું હતું.ભારતના નવાનગર રજવાડાના ૧૯૦૭ થી ૧૯૩૩ દરમિયાન મહારાજા જામ સાહેબ અને જાણીતાં ટેસ્ટ ક્રિકેટ ખેલાડી હતા જેઓ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વતી મેચ રમ્યા હતા,તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને સસેક્સ પરગણાં તરફથી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા.

કુમાર રણજીતસિંહનું ક્રિકેટ જગતમાં મહત્વનું નામ

કુમાર શ્રી રણજીતસિંહજી ઉર્ફે રણજી ના નામે આજે એક અદભૂત રેકોર્ડ છે. બ્રિટિશની ટીમમાં રમનારા હિન્દુસ્તાનના મહાન ક્રિકેટરમાંના એક એવા રણજીત સિંહએ વર્ષ 1896મા 22 ઓગસ્ટ એટલે કે આજના દિવસે જ એક ખાસ ઈતિહાસ રચ્યો હતો, , તેમણે પ્રથમ શ્રેણી ક્રકિટેમાં એક જ દિવસમાં બે સદી ફટકારવાનું પરાક્રમ કરીને લોકોને મંત્રમૃગ્દ્ધ કર્યા હતા જે આજ દિન સુધી દર્શકો ભૂલી શક્યા નથી.

રણજીતસિંહ એ ઇંગ્લેન્ડ તરફથી જુલાઈ 1896 ટેસ્ટમાં ડેબ્યૂ વખતે 154 રન બનાવ્યા હતા અને તેના એક મહિનાના સમયની અંદર જ તેમણે ઇંગ્લેન્ડના શહેર હોવમાં સસેક્સ તરફથી રમતા યોર્કશાયરના સામે એક જ દિવસમાં બે સદિ રમ્યા હતા.

યોર્કશાયરે પ્રથમ દાવ રમતા 407 રન બનાવ્યા હતા. જેના વળતા જવાબમાં સસેક્સની ટીમએ ત્રીજા દિવસે રણજિતસિંહજીની સદી ઉપરાંત 191 રનમાં પડી ગઈ હતી અને તે ફોલોઅનને બચાવી શકી ન હતી. આ પછી, રણજિત સિંઘજીએ ફરીથી ફોલો-ઇન ઇનિંગ્સમાં નાબાદ 125 રન બનાવ્યા અને એક જ દિવસમાં બે સદી ફટકારી લોકોને વિચાર કરતા કરી મૂક્યા, રણજિતસિંહજની સદીના કારણે સસેક્સ એ 260/2 કરી મેચ બચાવી લીધી હતી.આ સાથે જ એક જ મેચમાં બે સદી કરનારા સસેક્સ તીસરા બલ્લેબાજ બન્યા, પરંતુ તેનાની વિશેષ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક જ દિવસમાં બે સદી બનાવનારા એકમાત્ર ક્રિકેટર બન્યા।

રણજીતસિંહજીની ક્રિકેટ જગતમાં કારકીર્દિ

  • રણજીતસિંહજી ઇંગ્લેન્ડ માટે (1596-1902) 15 ટેસ્ટ મેચમાં ઉતર્યા હતા અને આ તમામ મેચ ઓસ્ટ્રેલિયા સામે હતી. તેમણે ભારત માટે ક્યારેય મેચ રમી ન હતી.
  • રણજીતસિંહજી ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ ભારતીય બન્યા.
  • તેમણે 989 ટેસ્ટ રન 44.95 સરેરાસ બનાવ્યા, જેનો સર્વોચ્ચ સ્કોર 175 રહ્યો છે.
  • 1915 માં, રણજી શિકાર કરતી વખતે ઘાયલ થયા અને જમણી આંખની રોશની ગુમાવી હતી
  • દેશની પ્રતિષ્ઠિત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટૂર્નામેન્ટ – રણજી ટ્રોફીનું નામ તેમના નામે રમાય છે.
  • જેની શરુઆત વર્ષ ૧૯૩૫માં પટિયાલાના મહારાજા ભુપિન્દર સિંહે કરી હતી. તેમના ભત્રીજા દુલિપસિંહજી પણ ઇંગ્લેન્ડમાં પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને ઇંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમ્યા હતા.
  • ૧૯૦૭માં તેઓ નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ બન્યા હતા. પછીથી તેઓ ભારતીય રાજાઓના ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલર બન્યા હતા અને લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code