1. Home
  2. revoinews
  3. કાશ્મીરી નેતા શાહ ફૈસલ લેવા ચાહે છે ‘બદલો’, વિવાદીત ટ્વિટ પર રાજીવ મલ્હોત્રાનો આકરો જવાબ
કાશ્મીરી નેતા શાહ ફૈસલ લેવા ચાહે છે ‘બદલો’, વિવાદીત ટ્વિટ પર રાજીવ મલ્હોત્રાનો આકરો જવાબ

કાશ્મીરી નેતા શાહ ફૈસલ લેવા ચાહે છે ‘બદલો’, વિવાદીત ટ્વિટ પર રાજીવ મલ્હોત્રાનો આકરો જવાબ

0
Social Share

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટયા બાદ પાકિસ્તાન દરેક એ કોશિશ કરી રહ્યું છે કે જેનાથી આ મામલો વિશ્વની નજરમાં આવી જાય અને ભારતની છબી ધૂમિલ થાય. વિશ્વના મીડિયા સંસ્થાન પણ પાકિસ્તાનની જ રાહ પર ચાલીને ભ્રામક વીડિયો રજૂ કરીને ભારતને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. ભારતમાં પણ ઘણાં નેતાઓ અને પત્રકારછે,  જે માહોલ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે. આવા હો-હલ્લા સામે આગોતરી કાર્યવાહીના ભાગરૂપે કેન્દ્ર સરકારે ઓમર અબ્દુલ્લા, મહબૂબા મુફ્તિ અને સજ્જાદ લોન જેવા નેતાઓને હાલ નજરકેદ કર્યા છે. કેટલાક એવા પણ નેતા છે જે હજીપણ બહાર છે અને લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે.

આવા લોકોમાં આઈએએસની નોકરી છોડીને રાજકારણમાં ઉતરેલા શાહ ફૈસલ પણ છે. તેમણે અનુચ્છેદ-370ને લઈને એક બેહદ ભડકાઉ નિવેદન આપ્યું છે. ફૈસલે જમ્મુ-કાશ્મીરના લોકોને ભડકાવવાની કોશિશ કરતા કહ્યુ છે કે તેઓ ત્યાં સુધી ઈદ નહીં મનાવે, જ્યાં સુધી આ અપમાનનો બદલો લઈ લેશે નહીં. અનુચ્છેદ-370 હટયા બાદ ખળભળી ઉઠેલા ફૈસલે કહ્યુ છે કે તે ત્યાં સુધી ઈદ નહીં મનાવે, જ્યાં સુધી આર્ટિકલ-370ની જોગવાઈઓને રદ્દ કરવા તથા જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાના નિર્ણયથી થયેલા દુખનો બદલો લઈ લેતા નથી.

https://twitter.com/shahfaesal/status/1160569983602008064?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1160569983602008064&ref_url=https%3A%2F%2Fhindi.rightlog.in%2F2019%2F08%2Fkashmir-shah-faesal-revenge-tweet-02%2F

શાહ ફૈસલે ટ્વિટ કરીને કહ્યુ છે કે કેવી ઈદ, દુનિયાભરના કાશ્મીરી પોતાની જમીન પર ગેરકાયદેસર કબજાનો શોક મનાવી રહ્યા છે. ત્યાં સુધી કોઈ ઈદ નહીં મનાવે, જ્યાં સુધી 1947થી આપણી છીનવેલી દરેક ચીજ પાછી મળી જતી નથી. જ્યાં સુધી દરેક અપમાનનો બદલો પુરો થતો નથી ઈદ નહીં ઉજવાય.

શાહ ફૈસલના આ ટ્વિટનો ઘણો વિરોધ થયો અને દેશના રાષ્ટ્રવાદી લોકો ચુપ બેઠા નથી. આ ભારત વિરોધી ટ્વિટને એક્સપોઝ કરતા રિસર્ચર અને લેખક રાજીવ મલ્હોત્રાએ લખ્યુ છે કે ચોરી કરવામાં આવેલી વસ્તુઓ માટે માત્ર 1947 સુધી જ કેમ જવાનું. ચાલો 1000 વર્ષ પાછળ જઈએ છીએ અને આક્રાંતાઓ દ્વારા લૂંટવામાં આવેલું હવે તમામ ધન અને જમીનને પાછી કરવા દો, જે કાફિરો પાસેથી લૂંટવામાં આવી છે અને તેને પાછા મરુસ્થળ મોકલી દો.

તો કારગીલ યુદ્ધ સમયે ભારતીય સેનાધ્યક્ષ રહેલા જનરલ વી. પી. મલિકે લખ્યુ છે કે મને આશા હતી કે શાહ ફૈસલને ઈતિહાસનું જ્ઞાન હશે અને એનેક્સ શબ્દનો અર્થ પણ ખબર હશે.

શાહ ફૈસલે તાજેતરમાં જ બ્યૂરોક્રસીમાંથી રાજીનામું આપીને જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં પગરણ કર્યા હતા. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવાનો અને રાજ્યમાંથી અનુચ્છેદ-370ને અસરહીન કરીને ત્યાંની રાજકીયપાર્ટીઓ જેવી કે- પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને હવે શાહ ફૈસલની નવી પાર્ટીની પ્રાસંગિકતા જ લગભગ સમાપ્ત કરી દીધી છે. લાંબા સમય સુધી આ તમામ પાર્ટીઓ જમ્મુ-કાશ્મીરના બંધારણ હેઠળ કાયદાના સંરક્ષણમાં મજા લઈ રહી હતી. હવે આ તમામની રાજકીય હાટડીઓ બંધ થવાની તૈયારીમાં છે. આ નિર્ણયથી કાશ્મીર ખીણના તમામ રાજકીય પક્ષો ખળભળી ઉઠયા છે.

એક તરફ જ્યાં દેશના લોકો કાશ્મીરના લોકોને મુખ્યપ્રવાહ સાથે જોડાવા માટે પ્રોત્સાહીત કરી રહ્યા છે, તો બીજી તરફ શાહ ફૈસલ જેવા લોકો કાશ્મીર ખીણમાં લોકોને કારણ વગર ભડકાવવાનું કામ કરી રહ્યા છે. આવા પ્રકારે દેશની લેફ્ટ લિબરલ બ્રિગેડના મીડિયામાં પ્લાન્ટ થયેલા તત્વો લોકોમાં ડર ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. જો કે મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી નહીં કરતા સુરક્ષા વ્યવસ્થાને રેડ એલર્ટ પર રાખી છે.

આ સમજવું મુશ્કેલ છે કે આ ભૂતપૂર્વ આઈએએશ દેશથી શું બદલો લેવા ચાહે છે અને કેવો ? પરંતુ શાહ ફૈસલના આ ટ્વિટના ધમકી ભરેલા સ્વરે સોશયલ મીડિયામાં હલચલ મચાવી દીધી છે. હાલ આના જેવા નેતાઓએ કાશ્મીરીલોકોની વર્ષોથી અનુચ્છેદ-35એ અને અનુચ્છેદ-370 જેવા ભેદભાવપૂર્ણ બંધારણીય જોગવાઈઓના ઉપયોગ પર ઉપેક્ષા કરી છે. આવા નેતાઓ કાશ્મીરને ભારતથી અલગ રાખવા ચાહે છે અને બુરહાન વાની જેવા આતંકવાદીઓ તથા પથ્થરબાજી તત્વોને પણ બચાવે છે. હવે આ નેતા ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી વિચારોને યોગ્ય ઠેરવે છે અને આવા બદલાની વાત કરે છે. શાહ ફૈસલ જેવા લોકો હવે હતાશ થઈ ચુક્યા છે. હવે આ નિવેદનોથી આવા તત્વોના અસલી ચહેરાઓ ઉજાગર થઈ રહ્યા છે અને રાજીવ મલ્હોત્રા તથા અન્ય તેમને આઈનો પણ દેખાડી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code