1. Home
  2. revoinews
  3. કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તીનો આજે જન્મદિવસ,વાંચો સિરીયલથી લઈને કોમેડી શો સુધીની સફર
કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તીનો આજે જન્મદિવસ,વાંચો સિરીયલથી લઈને કોમેડી શો સુધીની સફર

કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તીનો આજે જન્મદિવસ,વાંચો સિરીયલથી લઈને કોમેડી શો સુધીની સફર

0
Social Share
  • સુમોના ચક્રવર્તીનો આજે જન્મદિવસ
  • પોતાની કોમેડીથી જીત્યું લોકોનું દિલ
  • સિરીયલોમાં પણ કરી ચુકી છે કામ

મુંબઈ : ધ કપિલ શર્મા શોમાં કોમેડિયનની ઓનસ્ક્રીન પત્નીનો રોલ પ્લે કરનારી અભિનેત્રી સુમોના ચક્રવર્તીનો આજે જન્મદિવસ છે. 33 વર્ષીય સુમોનાએ 22 વર્ષ પહેલા 1999 માં ફિલ્મ મનથી 10 વર્ષની ઉંમરે ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. ઉત્તર પ્રદેશના લખનઉમાં જન્મેલા સુમોનાના આજે આખા ભારતમાં દિવાના છે. ધ કપિલ શર્મા શોમાં દેખાતા પહેલા પણ સુમોનાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું. બડે અચ્છે લગતે હૈં માં તેના દ્વારા ભજવાયેલું નતાશાનું પાત્ર લોકોને ખૂબ જ ગમ્યું હતું.

સિરીયલથી કોમેડી શો સુધીની સુમોનાની સફર એકદમ રસપ્રદ રહી. બડે અચ્છે લગતે હૈ પછી સુમોનાએ કપિલ શર્મા સાથે સોની ટીવીના કોમેડી શો કહાની કોમેડી સર્કસ કીમાં ભાગ લીધો હતો. પોતાની શાનદાર કેમેસ્ટ્રી અને કોવિડની ટાઇમિંગને કારણે કપિલ અને સુમોનાએ આ શો જીત્યો હતો. જૂન 2013 થી 2017 સુધી તેણે કપિલ શર્મા સાથે કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં મંજુ શર્મા તરીકે કામ કર્યું હતું.

કલર્સ ટીવી પર કોમેડી નાઇટ્સ વિથ કપિલના સમાપન પછી કપિલ શર્માએ સોની ટીવી પર ધ કપિલ શર્મા શો નામનો પોતાનો નવો શો શરૂ કર્યો, જેમાં તે સરલા ગુલાટીનો રોલ નિભાવી રહી છે.

જ્યારે અભિનેત્રીએ કહ્યું કે, તે 2011 થી એન્ડોમેટ્રિઓસિસ નામની બિમારી સામે જજુમી રહી છે. ત્યારે તેના ફેંસને મોટો આંચકો લાગ્યો હતો. આ બીમારીમાં બાળકને ગર્ભધારણ ન થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. સુમોનાએ કહ્યું હતું કે, તે હવે તેના ચોથા તબક્કા પર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code