ભારતીય વાયુ સેના દિવસ : કંગના રનોતે ‘તેજસ’ની ઝલક શેર કરી શુભકામના પાઠવી

  • એરફોર્સનો આજે 88 મો સ્થાપના દિવસ
  • કંગના એ ‘તેજસ’ની ઝલક શેર કરી
  • તેજસની ઝલક શેર કરી પાઠવી શુભેચ્છા
  • કંગના એ દેશના વીર યોદ્ધાને આપી સલામી

મુંબઈ: દેશ આજે 88મો ભારતીય વાયુસેના દિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોતે શુભકામના પાઠવતા દેશના વીર યોદ્ધાને સલામી આપી છે. તેમણે તેની આગામી ફિલ્મ તેજસની ઝલક રજૂ કરીને શુભકામના પાઠવી છે.

કંગના રનોતે ટ્વિટર પર લખ્યું કે, “ટીમ તેજસે તમામને ભારતીય વાયુસેના દિવસ પર શુભકામના આપી છે. અમારી ફિલ્મ આપણા એરફોર્સની મહાનતા, શોર્ય અને બલિદાનનું એક પ્રતીક છે ….. જય હિન્દ.”

કંગના રનોત ઘણા મહિના પછી ફિલ્મના સેટ પર વાપસી કરી ખુશ છે. એક્ટ્રેસે સોમવારે ફિલ્મ ‘થલાઈવી’ ના સેટ પરથી કેટલીક તસ્વીરો શેર કરી હતી, જેમાં તે ડાયરેકટર એએલ વિજય સાથે વાતચીત કરતી નજરે પડે છે. કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગુડ મોર્નિંગ દોસ્તો’, હું મારા પ્રતિભાશાળી અને સૌથી સ્નેહી ડાયરેકટર એએલ વિજય જીની સાથે ગઈકાલે સવારની ચર્ચાના સમયના કેટલાક ફોટો છે. આ દુનિયામાં ઘણા અદ્ભુત સ્થાન છે, પરંતુ મારા માટે સોથી સુખદ અને સુકૂન આપનારું સ્થાન ફિલ્મ સેટ છે. હેશટેગ થલાઈવી..

ફિલ્મ ‘થલાઈવી’ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ થશે. ભારતીય વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932 ના રોજ થઈ હતી. એરફોર્સ આજે તેનો 88 મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે.

_Devanshi

RELATED ARTICLES

Most Popular