ઝારખંડમાં એક મુસ્લિમ યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. અહીં ખરસવાંમાં ચોરી કરવાની આશંકાને કારણે મુસ્લિમ યુવક ભીડના આક્રોશનો ભોગ બન્યો હતો. પોલીસને સોંપતા પહેલા ભીડે તેની 18 કલાકથી વધુ પિટાઈ કરી હતી. યુવકને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેનું શનિવારે મોત નીપજ્યું હતું. યુવકની ઓળખ 24 વર્ષીય તબરેઝ અંસારી તરીકે થઈ છે.

ઝારખંડની આ ઘટનાનો વીડિયો સોશયલ મીડિયા પર પણ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમા જોઈ શકાય છે કે કેવી રીતે યુવકને દંડાથી માર મારવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, તબરેઝને 18 જૂને પોલીસને સોંપવામાં આવ્યો હતો. તેના પહેલા ભીડે તેને ખૂબ માર માર્યો હતો. શનિવારે તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો અને ત્યાં તેનું મોત નીપજ્યું હતું.
Jharkhand: Man beaten on suspicion of theft, dies later
— ANI Digital (@ani_digital) June 24, 2019
Read @ANI Story | https://t.co/veLNqq561H pic.twitter.com/ihxlfc67iY
એક આરોપીની ઓળખ પપ્પૂ મંડલ તરીકે થઈ છે અને તેને એરેસ્ટ કરવામાં આવ્યો છે. તબરેઝ મહારાષ્ટ્રના પુણેમાં વેલ્ડિંગનું કામ કરતો હતો. તે પરિવાર સાથે ઈદ નિમિત્તે પોતાના ગામ ખરસવાં પહોંચ્યો હતો. તે વખતે તેના પરિવારે તેના નિકાહની તૈયારી પણ કરી હતી.
18 જૂનની રાત્રે, તે બે લોકો સાથે જમશેદપુર જવા માટે નીકળ્યો હતો. ઝારખંડના એક સમાજસેવક ઔરંગઝેબ અંસારીએ દાવો કર્યો છે કે તબરેઝને ખબર ન હતી કે તે બે યુવકો તેને ક્યાં લઈ જઈ રહ્યા છે. આ દરમિયાન બંને યુવક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા અને ભીડે તબરેઝને પકડીને મારવાનું શરૂ કર્યું હતું.
જો કે તબરેઝ તમામ આરોપોને નકારતો રહ્યો અને હ્યુ કે બે યુવકોએ આમ કર્યું છે. તેને એક બાઈક પાસે રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. તેણે કહ્યુ છે કે મને કંઈ ખબર નથી. એક વીડિયોના આખરમાં એક શખ્સ તેની પાસે કેટલાક ધાર્મિક સૂત્રો પણ લગાવડાવે છે. આ મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.
