બે દિવસમાં સુરક્ષાદળોને બીજી મોટી સફળતા
ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે કરાયા એરેસ્ટ

જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે એરેસ્ટ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓને પંજાબ-જમ્મુ-કાશ્મીર બોર્ડર પરના લખનપુરથી એરેસ્ટ કરવામાં આવ્યા છે.
SSP Kathua: A truck carrying arms and ammunition has been recovered in Kathua, more details are awaited. #JammuAndKashmir https://t.co/LRfKQi3c3P pic.twitter.com/nvVTi2AcPg
— ANI (@ANI) September 12, 2019
સુરક્ષાદળોને ઈનપુટ્સ મળ્યા હતા કે એક ટ્રક દ્વારા હથિયાર લઈ જવાય રહ્યા છે. તેના પછી સુરક્ષાદળોએ ટ્રકને ઝડપી અને ત્રણ આતંકવાદીને હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા છે.
કઠુઆના એસએસપીએ કહ્યુ છે કે હથિયાર અને દારૂગોળાને લઈ જઈ રહેલી એક ટ્રકને જપ્ત કરવામાં આવી છે. સુરક્ષાદળો માટે બે દિવસમાં આ બીજી મોટી સફળતા છે. આના પહેલા બુધવારે સુરક્ષાદળોએ લશ્કરે તૈયબાના આતંકવાદી આસિફને ઠાર માર્યો હતો.
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોને સવારે આતંકવાદીના છૂપાયાના ઈનપુટ્સ મળ્યા હતા. તેના પછી સુરક્ષાદળોએ અભિયાન ચલાવ્યું હતું. તે દરમિયાન મોસ્ટ વોન્ટેડ આતંકવાદી આસિફને ઠાર કરવામાં આવ્યો હતો.
