1. Home
  2. .. તો ભારત બની શકે છે કૃષિ જગતની મહાશક્તિ

.. તો ભારત બની શકે છે કૃષિ જગતની મહાશક્તિ

0
Social Share

એક જમાનો હતો કે જ્યારે ગરીબીને કારણે ભૂખમરો ભારતની હકીકત હતી. પરંતુ આજે આધુનિક ભારતમાં હરિત ક્રાંતિ અને ગરીબીને 20 ટકા સુધી મર્યાદીત કરવાની સફળતા બાદ ખાદ્ય સુરક્ષા થકી ખાદ્યાન્નની તંગી નવી માનસિકતામાં ક્યાંય બંધબેસતી દેખાતી નથી. પરંતુ કૃષિ ઉત્પાદનોમાં વદારો થવાની સાથે સ્થાનિક કિંમતોમાં ઘટાડો રોકવોની એકમાત્ર પદ્ધતિ એ છે કે ભારતની ખેતપેદાશોને ગ્લોબલ ઈકોનોમી સાથે સાંકળી દેવામાં આવે. ભારત દર વર્ષે કૃષિ ક્ષેત્રમાં અંદાજે 4000 કરોડ ડોલરની નિકાસ કરે છે. આ નિકાસ ટેક્સટાઈલ ક્ષેત્રની કુલ નિકાસથી પણ વધુ છે.

કૃષિ ક્ષેત્રને મજબૂત કરવાથી ભારતને સૌથી મોટો ફાયદો રોજગારી વધારવામાં થશે. ભારતના જીડીપીમાં કૃષિ ક્ષેત્રની ભાગીદારી ભલે ઘટી હોય, પરંતુ ભારતમાં રોજગારીના સર્જનના ક્ષેત્રમાં હજીપણ કૃષિ ક્ષેત્રની ભાગીદારી 43થી 45 ટકા જેટલી છે. ભારતને જોબલેસ ગ્રોથમાંથી ગ્રોથ વિથ મોર જોબ્સના યુગમાં લઈ જવું હોય, તો કૃષિ ક્ષેત્ર કે જેની છેલ્લા અઢી દાયકાથી ઉદારીકરણ અને વૈશ્વિકરણના નામે ઔદ્યોગિકરણને મજબૂત કરવાના બહાને અને સર્વિસ સેક્ટર પરની વધી રહેલી નિર્ભરતાના આધારે ઉપેક્ષિત કરાયું છે. જેના કારણે ભારતનો ગ્રોથ રેટ વધ્યો પણ રોજગાર એટલા પ્રમાણમાં વધ્યો નહીં હોવાની છેલ્લા અંદાજે બે દાયકાની કુલ મળીને સરેરાશ હકીકત છે. સરકારોના કાર્યકાળમાં રોજગારીના આંકડા વત્તા-ઓછા હોઈ શકે છે, પરંતુ ગ્રોથ રેટના પ્રમાણમાં જોબ્સ ઉભી કરી શકાય નથી, તેવી કુલ મળીને છેલ્લા અંદાજે બે દાયકાની હકીકત છે. આ હકીકતમાં આર્થિક અસમાનતાનો વધારો પણ સામેલ થઈ જાય છે. આ બધું થયું છે, કૃષિ ક્ષેત્રની ઘોર ઉપેક્ષાને કારણે

હવે જ્યારે ખેડૂતોની આવકને બમણી કરવાની વાતને આગળ વધારવી હશે, તો કૃષિ ક્ષેત્રને ભારતના નીતિ-નિર્ધારકોએ વૈશ્વિક દ્રષ્ટિકોણ અને વધારે આંતરરાષ્ટ્રીય બનાવવું પડશે. આવું થશે તો ભારતમાં આપોઆપ ઉભો થયેલો દ્રષ્ટિકોણ કે વધુ વસ્તી અને ખાદ્યાન્નની તંગીવાળો દેશ છે, તેને બદલી શકાશે. ઘણાં દશકાઓ પહેલાની આવી સ્થિતિને ઘણી હદે બદલી શકાઈ છે. ભારતમાં ખેતીની જમીનની કોઈ તંગી નથી. જો કે ખેતીલાયક જમીનમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તેમ છતાં ભારતની ખેતીલાયક જમીન વિશ્વના ટોચના બે દેશોમાં સામેલ છે. ભારતનું હવામાન પણ એક વર્ષમાં ઘણા પાક લેવા માટે મદદગાર છે. તેની સાથે સિંચાઈ પર ધ્યાન આપવામાં આવે, તો વર્ષમાં સરેરાશ બે પાક આસાનીથી આખા ભારતમાં લઈ શકાય તેવી સ્થિતિ ઉભી કરી શકાય તેમ છે. તેના માટે વોટર મેનેજમેન્ટ પર ઘણું વધારે ઝીણવટભર્યું અને વૈજ્ઞાનિક ઢબે કામ કરવાની પણ એટલી જ જરૂર છે. ભારતની આઝાદી વખતે ખેત ઉત્પાદન ઘણું ઓછું હતું. પરંતુ હવે આવી સ્થિતિ નથી અને તેમા ઘણો સુધારો લાવવામાં આવ્યો છે.

ખેતીના ઉત્પાદનોમાં વધારાની સાથે વસ્તીના વધારાને સતત ધીમો કરવામાં પણ ભારતની સરકારોને ખાસી સફળતા મળી ચુકી છે. જો કે આમા સમાનપણે મજહબી વાડાબંધીમાંથી બહાર નીકળીને વસ્તી નિયંત્રણને કાયદાકીય રીતે લાગુ કરવામાં આવે, તો વસ્તી વધારાને વધુ નિયંત્રિત કરી શકાય તેમ છે. જો કે હાલની સ્થિતિ એવી છે કે આપણે જેટલું ખાદ્યાન્ન ઉત્પન્ન કરીએ છીએ, તેટલી ખપત કરી શકીએ તેવું શક્ય નથી. તેને કારણે માંગ અને પુરવઠાના અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે પુરવઠો વધારે અને માંગ ઓછી થવાના ગણિતને આધારે ખાદ્યાન્નની કિંમતોમાં પ્રમાણમાં ઘટાડો થવું એક કારણ હોવાનું પણ દેખાઈ રહ્યું છે.

જો કે આવી બાબતો ખેત ઉત્પાદનોની નિકાસનો પાયો તૈયાર કરી શકે છે. 2013 સુધીમાં ભારત કૃષિ નિકાસના ક્ષેત્રમાં ઓસ્ટ્રેલિયાને પછાડી ચુક્યું હતું. ભારતે કૃષિ ક્ષેત્રમાં ગત દશકના મુકાબલે સૌથી ઊંચો વૃદ્ધિદર પણ પ્રાપ્ત કર્યો છે. કૃષિ ક્ષેત્રનું વેપાર/જીડીપી પ્રમાણ 2008-09ના 11.8 ટકાથી વધીને 2018-19 સુધીમાં 15.2 ટકા થઈ ગયું છે.

દેશમાં શ્રમ આધારીત નિકાસની ચર્ચા માત્ર વાહન અને વસ્ત્ર ઉદ્યોગ સુધી જ મર્યાદીત કરી દેવામાં આવે છે. આમ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે કૃષિ ક્ષેત્રની નિકાસ હવે વાહન, કાપડ અને વસ્ત્ર ઉદ્યોગથી વધારે છે. તેમ છતાં તાજેતરના વર્ષોમાં તેની વૃદ્ધિમાં સ્થગિતતા જોવા મળી છે.

2001-04 અને 2011-14 દરમિયાન દર વર્ષે કૃષિ ક્ષેત્રની નિકાસમાં દર વર્ષે 3400 કરોડ ડોલરને જોડવામાં સફળતા મળી છે. જો કે તેના પછીના વર્ષોમાં આવી વૃદ્ધિ જોવા મળી નથી. આ દેશની હાલની કૃષિ સંકટનું એક કારક કે તત્વ હોઈ શકે છે. સતત નિકાસ બજાર સાથે જોડાયેલા રહેવું ખેડૂતને એક ખાસ લઘુત્તમ સમર્થન મૂલ્ય મળવાનું નિર્ધારીત કરે છે.

અન્ય દેશોના સંરક્ષણવાદ અથવા સબસિડીથી અલગ એક તરફી વૈશ્વિક એકીકરણ આપણા માટે તક લાવ્યું છે. તેવામાં આંતરરાષ્ટ્રીયકરણને લઈને કુલ ચાર થીમ છે. તેને અન્ય ઉદ્યોગોના ક્ષેત્રમાં સમજવામાં આવ્યું છે અને હવે કૃષિ ક્ષેત્રનો વારો છે.

આમા પહેલી થીમ વિશેષજ્ઞતાની છે. ભારત સોફ્ટવેર ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે, પરંતુ હાર્ડવેયર અથવા ડેટા સેન્ટર ચલાવવાના ક્ષેત્રમાં તેનું પ્રદર્શન ઉલ્લેખનીય નથી. તેવામાં ભારત માટે સારું એ હશે કે તે સોફ્ટવેર બનાવે અને નિકાસ કરે, જ્યારે ડેટા સેન્ટર દુનિયામાં અન્ય સ્થાનો પરથી ભાડા પર રાખે.

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં એકીકરણથી ભારતના કૃષિ ક્ષેત્રમાં પણ આમૂલચૂલ પરિવર્તન આવશે. વ્યાપારીક શરતોને આધિન એવી ચીજવસ્તુઓના ઉત્પાદનથી અંતર બનાવીશું કે જે અન્ય સ્થાનો પર વધુ સારી રીતે ઉત્પાદિત થઈ રહી છે. ઉદાહરણ તરીકે શેરડી અને ઘઉં વગરે. તેના સ્થાન પર આપણી વિશેષજ્ઞતા છે તેવી ફળ અને શાકભાજી જેવી વસ્તુઓ પર ધ્યાન આપી શકાય તેમ છે. બીજી થીમ છે, રાજકીય વ્યવસ્થા. ડોમેસ્ટિક પોલિસી પ્રોસેસ નિષ્ક્રિય રાજકીય અર્થવ્યવસ્થામાં પરિવર્તિત થઈ રહી છે, જ્યાં વિશેષ હિતવાળા જૂથોનું વર્ચસ્વ છે.

અર્થવ્યવસ્થાની સાથે જોડાણ એક નવું પરિદ્રશ્ય રચવામાં મદદ કરે છે. આપણા દેશમાં ગઠબંધન કરવું ઘણું સરળ છે. ઘણાં વિશિષ્ટ હિતવાળા જૂથ મળીને સફળતાપૂર્વક નિકાસ કરી રહ્યા છે. કૃષિ ક્ષેત્ર ઘણાં લાંબા સમયથી નીતિગત પ્રગતિના ક્ષેત્રમાં સ્થગિતતા ધરાવે છે. હવે જ્યારે વેપાર અને જીડીપી પ્રમાણ 15 ટકા છે અને નિકાસ 4000 કરોડ ડોલર થઈ ચુકી છે, તો કૃષિ નીતિને લઈને નવી સંભાવનાઓ ઉત્પન્ન થઈ ચુકી છે. આંતરરાષ્ટ્રીયકરણ ઘણા ઘરઆંગણાના કોયડા હલ કરે છે. ઉદાહરણ માટે દેશમાં જિન્સ વાયદા બજારનું અમલીકરણ સરળ નથી. પરંતુ એકવાર આંતરરાષ્ટ્રીયકરણ થયા બાદ દેશની બહાર આ બજારોમાં કારોબાર કરી શકાય. ભારતના લોકો દેશની બહાર વાયદા બજારની કિંમતના આધારે ભંડારણ અથવા વાવણીનો નિર્ણય લેશે. આંતરરાષ્ટ્રીયકરણ ડોમેસ્ટિક પોલિસીની સમસ્યાને દૂર કરવામાં મદદગાર બને છે.

ત્રીજી થીમ છે દક્ષિણ એશિયામા વેપાર. ભૌગોલિક ઘનિષ્ઠતા આંતરરાષ્ટ્રીય કારોબાર માટે અત્યંત જરૂરી છે. આપણા માટે સૌથી મહત્વની વ્યાપારીક તક આસપાસના વિસ્તારોમાં જ છે. કૃષિ પર આ વાત વધુ લાગુ થાય છે, કારણ કે પરિવહનની પડતર કિંમતની પણ મહત્વની ભૂમિકા છે. આના માટે દક્ષિણ એશિયામાં સુગમતાથી વ્યાપાર કરી શકાય તેવા માહોલની જરૂર છે.  

ચોથી થીમ છે ટકાઉ સંબદ્ધતતા. ઘણાં લોકોનું માનવું છે કે ભારત અવિશ્વસનીય વિક્રેતા છે, કારણ કે વખતોવખત તેની નિકાસ પર પ્રતિબંધ લાગી રહ્યો છે. સમસ્યા વધુ ઘેરી છે નિકાસ સામાન્ય મામલો નથી. તેના માટે જટિલ સંગઠનાત્મક મૂડી અને કારોબારી સંબંધોની જરૂરત હોય છે. જો વસ્ત્ર અને ઓટોમોબાઈળ ક્ષેત્રની નિકાસ પર અવાર-નવાર પ્રતિબંધ લાગે તો સ્પષ્ટ છે કે તેની અસર રોકાણકારો પર પડશે. તેમાં સંસ્થાકીય, પ્રક્રિયા, ડિઝાઈન, કારોબારી સંબંધો વગેરે તમામ ક્ષેત્રોના રોકાણ પર પડનારી અસર સામેલ છે. ભારતીય કંપનીઓની વાત કરીએ, તો આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓમાં સામેલ થવું જટિલ નિયોજનની માગણી કરે છે. તેના માટે ઘણાં  વર્ષની તૈયારી જોઈએ.

આ વાત એવી વિદેશી કંપનીઓ પર પણ લાગુ થાય છે, જે ભારતની સાથે કારોબાર કરવા ચાહે છે. પરંતુ પ્રતિબંધ ભારતમાં રોકાણની કંપનીઓની ઈચ્છા પર રોક લાગે છે. આનાથી ભારતની નિકાસ ક્ષમતા પ્રભાવિત થાય છે. આપણો અડધો વૈશ્વિક કારોબાર બહુરાષ્ટ્રીય નિગમોની સાથે હોય છે. નિકાસ માટે આપણે એવી વૈશ્વિક કંપનીઓની જરૂરત છે કે જે આપણે ત્યાં રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે. પ્રતિબંધ લાગવા અને ઉઠવા ખાદ્ય અસુરક્ષાનું કારણ રહ્યા છે. હવે સ્થિતિ બદલાઈ ચુકી છે. દેશની વસ્તી કુલ ઉત્પાદીત ખાદ્યાન્નની ખપત કરી શકે તેમ નથી. ભવિષ્યમાં ઉપજમાં લાભ સમસ્યાનું સમાધાન કરનારા સાબિત થશે. આપણે કૃષિ નીતિને ઉપભોકત્ઓ અને ખેડૂતો વચ્ચે એક પ્રતિસ્પર્ધા તરીકે જોઈએ છીએ. જો આપણે એક વખત પોતાનો દ્રષ્ટિકોણ બદલીને વૈશ્વિક કારોબારમાં સામેલ થઈ જઈશું, તો પરિસ્થિતિ બદલાઈ જશે. જો આપણે કૃષિ જિન્સોની આયાત વધારવામાં સફળ રહીશું, તો તેનો ફાયદો દરેક ભારતીયોને મળશે. જમીનનો ઉપયોગ પણ ઓછી કિંમતની વસ્તુઓથી વધુ કિંમતની ઉપજ તરફ હશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code