ગુજરેટનું પરિણામ જાહેર, 1065 વિદ્યાર્થીઓના 99 પર્સન્ટાઈલ
અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ-12 પછી વિજ્ઞાનપ્રવાહના બાદ ડિગ્રી, એન્જિનિયરિંગ, ડિપ્લોમા, ફાર્મસી, પેરા મેડિકલ વગેરે અભ્યાસ ક્રમમાં પ્રવેશ મેળવવા લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં લગભગ 1.06 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. પરીક્ષામાં ગ્રુપ Aમાં 410 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલથી વધુ રેન્ક મેળવ્યો હતો. જ્યારે ગ્રુપ B માં 655 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યાં હતા. તેમજ 13 હજારથી વધુ વિદ્યાર્થીઓને 80 પર્સન્ટાઈલથી વધુ રેન્ક મળ્યો હતો.
ગુજરાતમાં માર્ચ મહિનામાં ધો-12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. જો કે, કોરોના મહામારીને પગલે ગુજકેટની પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. દરમિયાન પાંચેક મહિના થોડા દિવસો અગાઉ જ ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોવિડ 19 ગાઇડલાઇનને અનુસરી આ પરીક્ષા રાજ્યના તમામ જિલ્લા મથકો પરથી લેવાઈ હતી. આ પરીક્ષાની સાથે ધો-10 અને ધો-12ની પૂરક પરીક્ષાઓ પણ યોજાઈ હતી.
દરમિયાન આજે ગુજકેટનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં 1.06 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. જેમાં ગ્રુપ A માં 410 વિદ્યાર્થીઓએ અને ગ્રુપ B માં 655 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યાં હતા. જોકે, હાલ વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ નહિ કરવામાં આવે. પૂરક પરીક્ષાની માર્કશીટ સાથે આગામી દિવસમાં ગુજકેટની માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.