ગોવા એરપોર્ટ પર મિગ-29ની ઈંધણ ટેન્ક ખાબકી, આગ લાગવાથી થોડોક સમય બંધ કરાયું એરપોર્ટ
પણજી: ગોવાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય નેવીના મિગ-29કે વિમાનની સાથે દુર્ઘટના બની છે. ગોવા એરપોર્ટ પર મિગ-29કે વિમાનના ઈંધણની ટેન્ક નીચે પડવાની દુર્ઘટનાને કારણે આગ લાગી છે.

ગોવા એરપોર્ટ પર મિગ-29 વિમાનની ઈંધણની ટેન્ક પડવાને કારણે આગ લાગવાની ઘટના બની છે.
Spokesperson Navy: Goa Airport closed temporarily for a few hours in view of fire caused by a drop tank of MiG 29K which got detached whilst taking off. All efforts in hand to resume flights as soon as possible. MiG 29K fighter aircraft is safe. (Pic courtesy: Spokesperson Navy) pic.twitter.com/dpPbMhBodV
— ANI (@ANI) June 8, 2019
આ દુર્ઘટનાના પગલે ગોવા એરપોર્ટને કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યું છે. જણાવવામાં આવે છે કે મિગ-29 ફાઈટર જેટ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
ભારતીય નૌસેનાના પ્રવક્તાએ ક્હ્યુ છે કે ગોવા એરપોર્ટને કેટલાક કલાકો માટે કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યું છે. મિગ-29કે એરક્રાફ્ટ સુરક્ષિત છે અને ફ્લાઈટનું આવાગમન ઝડપથી ચાલુ થાય તેવી તમામ કોશિશો હાથ ધરાઈ છે.
