1. Home
  2. revoinews
  3. VIRAL VIDEO: માત્ર 24 કલાકમાં જ 80 લાખ વખત જોવાયો આ રસપ્રદ વીડિયો, તમે પણ જુઓ
VIRAL VIDEO: માત્ર 24 કલાકમાં જ 80 લાખ વખત જોવાયો આ રસપ્રદ વીડિયો, તમે પણ જુઓ

VIRAL VIDEO: માત્ર 24 કલાકમાં જ 80 લાખ વખત જોવાયો આ રસપ્રદ વીડિયો, તમે પણ જુઓ

0
Social Share
  • સોશિયલ મીડિયા પર ઇન્ડોર પ્લાન્ટ્સની એક્ટિવિટીઝ કેપ્ચર કરતો વીડિયો થયો વાયરલ
  • આ વીડિયોને અત્યારસુધી 8 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે
  • SpaceXના CEO એલન મસ્ક અને ટ્રમ્પની દીકરી ઇવાન્કાને પણ વીડિયો પસંદ આવ્યો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર દૈનિક અનેક પ્રકારના રોમાંચક અને રસપ્રદ વીડિયો શેર કરાતા હોય છે જેને જોઇને લોકો ખુશ થઇ જાય છે અને આ પ્રકારના વીડિયો ક્ષણભરમાં વાયરલ થઇ જતા હોય છે. આવો જ એક ઇન્ડોર પ્લાન્ટ્સનો ટાઇમ લેપ્સનો વીડિયો તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઇન્ડોર પ્લાન્ટ્સની 24 કલાકની એક્ટિવિટિઝને રેકોર્ડ કરવામાં આવી છે. ટ્વીટર પર આ વીડિયોને 8 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ વીડિયો SpaceXના CEO એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પને પણ બહુ જ પસંદ આવ્યો છે. બંનેએ આ વીડિયોને લાઇક કર્યો છે.

તમે પણ નિહાળો આ રસપ્રદ વીડિયો

https://twitter.com/ThingsWork/status/1329170230531092481

આ વીડિયોને સૌપ્રથમ વાર ટ્વીટર યૂઝર @Melora_1 દ્વારા માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. 12 સેકન્ડના આ વીડિયોમાં તમામ પ્રકારના ઇન્ડોર પ્લાન્ટ્સ મૂકાયેલા છે. વીડિયોમાં દર્શાવાયું છે કે, કૈલેથિયા પ્લાન્ટ (Calathea Plants)ના પાંદડા દિવસ ચઢવાની સાથે ઉપર જાય છે અને સાંજ પડતા જ નીચે ઢળવા લાગે છે. પ્લાન્ટ્સની વચ્ચે એક નાનકડી લાલ રંગની ઘડિયાળ પણ રાખવામાં આવી છે જેમાં દર્શાવાયું છે કે દર કલાકમાં પ્લાન્ટ્સની એક્વિટિઝ કેવી છે.

આ વીડિયોને 19 નવેમ્બરના રોજ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરવામાં આવ્યો હતો. જેને અત્યારસુધી 8 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. 86 હજારથી વધુ લાઇક્સ અને 13 હજારથી વધુ રિટ્વીટ્સ થઇ ચૂક્યા છે.

અહીંયા ખાસ વાત એ છે કે આ વીડિયોને સ્પેસ એક્સના સીઇઓ એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ દ્વારા પણ પસંદ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ વીડિયોની લોકપ્રિયતા આકાશને આંબી રહી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code