
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઓડિશામાં સંબલપુરની ચૂંટણીસભામાં કોંગ્રેસને આડે હાથ લીધી. તેમણે કહ્યું- જેમની પ્રાથમિકતા ફક્ત મલાઈ ખાવાની રહી હોય તેમને તમારી ચિંતા શા માટે થાય? ચિટફંડ અને ખાણ માફિયાઓને જ જો સરકારો સંરક્ષણ આપતી રહેશે તો સામાન્ય માણસની ચિંતાઓ દૂર કરવાનું કેવી રીતે શક્ય છે? કોલ બ્લોક કૌભાંડમાં કોના તરફ આંગળીઓ ઉઠી છે તે પણ ઓડિશાના લોકો બહુ સારી રીતે જાણે છે.

વડાપ્રધાનની પહેલી સભા કોરબા અને બીજી બલૌદાબાજાર જિલ્લાના ભાટાપારામાં છે. અહીંયા મોદી ઉદ્યોગોમાં કામ કરતા મજૂરો અને વેપારીઓને સાધવાની કોશિશ કરશે. નોટિફિકેશન જાહેર થયા પછી મોદીની રાજ્યમાં આ બીજી સભા છે. અહીંયા સાત સીટ્સ પર ભાજપની નજર છે. આ વિસ્તારના ત્રીજા તબક્કામાં 23 એપ્રિલના રોજ વોટિંગ કરવામાં આવશે. બીજેપી કાર્યકર્તાઓએ ઘરે-ઘરે જઈને હળદર-ચોખા આપીને લોકોને મોદીની સભામાં આવવા માટે આમંત્રિત કર્યા.
વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર અને તેના પરિણામોએ ભાજપની તે વિચારધારાને બદલી કે સામાન્ય મજૂરો અને આદિવાસીઓ તેમની સાથે છે. હવે લોકસભા ચૂંટણીમાં તેની પહેલી પ્રાથમિકતા આ રિસાયેલા લોકોને મનાવવાની છે.