1. Home
  2. revoinews
  3. ‘બ્લીડ ઈન્ડિયા’નો જવાબ ‘ડિવાઈડ પાકિસ્તાન’: ‘આતંકીસ્તાન’ના 5 ટુકડા દ્વારા આતંકનો ખાત્મો શક્ય
‘બ્લીડ ઈન્ડિયા’નો જવાબ ‘ડિવાઈડ પાકિસ્તાન’: ‘આતંકીસ્તાન’ના 5 ટુકડા દ્વારા આતંકનો ખાત્મો શક્ય

‘બ્લીડ ઈન્ડિયા’નો જવાબ ‘ડિવાઈડ પાકિસ્તાન’: ‘આતંકીસ્તાન’ના 5 ટુકડા દ્વારા આતંકનો ખાત્મો શક્ય

0
Social Share

આનંદ શુક્લ

  • મજબૂત પાકિસ્તાન ભારતના જ નહીં, દુનિયાના હિતમાં નથી
  • પાકિસ્તાનનો અર્થ સુન્ની અને પંજાબી મુસ્લિમોની દાદાગીરી

પાકિસ્તાનનો અર્થ સુન્ની મુસ્લિમોના કટ્ટરવાદમાં બલૂચો-પશ્તૂનો, શિયા-અહમદિયાઓની કત્લેઆમ

  • પાકિસ્તાન ગ્લોબલ ટેરર નેટવર્કનું હબ, દક્ષિણ એશિયામાં આતંકનું મૂળ

પાકિસ્તાનના મુસ્લિમ રાષ્ટ્રવાદ સામે બંગાળી મુસ્લિમોનો બળવો એટલે બાંગ્લાદેશ

બ્લિડ ઈન્ડિયા પોલિસી સામે ડિવાઈડ પાકિસ્તાન પ્લાનને બનાવો જવાબ

  • પીઓકે, ગિલગિટ-બાલ્તિસ્તાનને ફરીથી ભારતમાં ભેળવો

બલૂચિસ્તાન, સિંધુદેશ, જિન્નાપુર, પંજાબીસ્તાન, પખ્તૂનિસ્તાનમાં વિભાજીત કરો પાકિસ્તાનને

ભારત અને હિંદુઓના વિરોધની માનસિકતાવાળા મુસ્લિમ લીગી મુસ્લિમો દ્વારા પાકિસ્તાન બનાવવામાં આવ્યું હતું. 14 ઓગસ્ટ-1947થી અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનને તેની રચનાના સાત દાયકા બાદ પણ પાકિસ્તાની સેના અને આઈએસઆઈ તથા તેના દ્વારા પેદા કરવામાં આવેલા જેહાદી ટેરર નેટવર્કના આધારે ભારત વિરોધી માનસિકતાવાળા ઈસ્લામિક અર્થઘટનોથી બાંધી રાખવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં પ્રાદેશિક ઓળખોનું મોત-

પાકિસ્તાનની સરકાર અને સેનાનો અર્થ પંજાબી મુસ્લિમોની દાદાગીરી થાય છે. પરંતુ પંજાબી મુસ્લિમો તેને ઈસ્લામનું નામ આપી રહ્યા છે. પંજાબી મુસ્લિમોની આવી ઈસ્લામના નામે થતી દાદાગીરીમાં પાકિસ્તાન તરીકે અસ્તિત્વ ધરાવતા પાડોશી દેશમાં સિંધી, બલૂચી, પખ્તૂન (પઠાણ), મુહાજિર, કાશ્મીરી જેવી પ્રાદેશિક ઓળખોને તો દબાવવામાં આવી છે. પરંતુ તેની સાથે જ ઈસ્લામની અંદર પણ શિયા, હજારા, અફઘાની જેવી ઓળખોને દબાવીને સુન્ની માન્યતાઓને પાકિસ્તાને એક રીતે સ્વીકૃત કરી છે.

ઈસ્લામિક દેશ પાકિસ્તાનની હકીકત બદથી બદતર બની ચુકી છે. પાકિસ્તાન દુનિયાની શાંતિ માટે કેન્સર બની ચુક્યું છે. આવા વૈશ્વિક શાંતિને થયેલા કેન્સરની સર્જરીથી ઠીક થવાની પુરી સંભાવના છે. જો કે આ કેન્સર ઠીક જ થઈ જશે તેવી કોઈ ખાત્રી આપી શકે તેમ નથી.

મુસ્લિમ રાષ્ટ્રવાદ સામે બંગાળી મુસ્લિમોનું બંડ-

19મી સદીની પાન-ઈસ્લામિક મૂવમેન્ટની અસર બ્રિટિશરોની ગુલામીમાં રહેલા ભારત પર સૌથી વધુ થઈ હતી. વૈશ્વિક મહાસત્તાઓની ભૂરાજકીય રાજરમતની શતરંજમાં ભારતનું ઈસ્લામિક પાન-ઈસ્લામિક મૂવમેન્ટ થકી વિભાજન કરાવવું તેમનો મોટો ખેલ હતો. મહંમદ અલી ઝીણા અને લિયાકત અલી ખાન બંનેએ મેળવેલા ઈસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાનને ટુ-નેશન થિયરીના આધારે અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. આના માટેનો તર્ક હતો કે હિંદુ અને મુસ્લિમ બંને બે રાષ્ટ્રો છે. જો કે 1971 સુધીમાં તો પાકિસ્તાનના મુસ્લિમ તરીકે એક રાષ્ટ્ર હોવાની હકીકત દુનિયાની સામે બાંગ્લાદેશ તરીકે આવી હતી. પશ્ચિમ પાકિસ્તાનના પંજાબી મુસ્લિમોની સેનાના વર્ચસ્વ વચ્ચે બંગાળી અસ્મિતાને હાંસિયામાં ધકેલીને ચૂંટણીમાં બહુમતી છતાં સત્તા નહીં સોંપવાની કારીગરી કરવામાં આવી હતી. પૂર્વ પાકિસ્તાનમાં પશ્ચિમ પાકિસ્તાનના પંજાબી મુસ્લિમોની સેનાએ બેફામ અત્યાચારો કરીને 30 લાખથી વધુ બંગાળી મુસ્લિમો અને હિંદુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. પૂર્વ પાકિસ્તાનમાં લાખો મહિલાઓ સાથે પશ્ચિમ પાકિસ્તાની પંજાબી મુસ્લિમોની સેનાઓ દ્વારા બળાત્કારો કરવામાં આવ્યા હતા. આવી ગેંગરેપની ઘટનાઓની કરુણતા એ હતી કે પૂર્વ પાકિસ્તાનની બંગાળી મુસ્લિમ માતા પોતાની પુત્રી પર સામુહિક બળાત્કાર એક પછી એક કરવા માટે પશ્ચિમ પાકિસ્તાની પંજાબી મુસ્લિમ સૈનિકોને વિનંતી કરતી હતી. આનાથી મોટી કરુણતા ઈસ્લામના નામે સ્થપાયેલા પાકિસ્તાનના મુસ્લિમ રાષ્ટ્રવાદની શું હોઈ શકે? પૂર્વ પાકિસ્તાનથી આવતા નિરાશ્રિતોની સંખ્યા વધતા ભારતને માનવતાની સુરક્ષાની નિસ્બત સાથે મજબૂર થઈને બાંગ્લાદેશ મુક્તિ વાહિનીની લડતને ટેકો આપવો પડયો. ભારત સામે પણ ખતરો બની ચુકેલા પશ્ચિમ પાકિસ્તાની પંજાબી મુસ્લિમ સૈનિકોની બર્બરતા સામે નવી દિલ્હીને કાર્યવાહી માટે મજબૂર થવું પડયું.

બાંગ્લાદેશના બદલા તરીકે બ્લિડ ઈન્ડિયા પોલિસી-

1971ના યુદ્ધમાં 95 હજાર પાકિસ્તાની સૈનિકોના સરન્ડરની નામોશી બાદ ભારતની સામે બદલો લેવા માટે પાકિસ્તાની મિલિટ્રી એકેડમીમાં ભારતને 1000 હજાર ઘા કરીને રક્તરંજિત કરવાની મનસા ધરાવતી બ્લિડ ઈન્ડિયા પોલિસી બનાવવાં આવી. પાકિસ્તાનના લોકો, પાકિસ્તાની સેનાનું ઈસ્લામીકરણ અને તાલિબાનીકરણ જનરલ ઝીયા ઉલ હકના શાસનકાળમાં કરવામાં આવ્યું હતું. તેની સાથે જ બરેલવી સ્કૂલ ઓફ થોટ્સના અનુયાયીઓની વધુ સંખ્યા ધરાવતા પાકિસ્તાનમાં ઝીયાના શાસનકાળમાં જ દેવબંદી સ્કૂલ ઓફ થોટ્સની વિચારધારાને મજબૂત કરવામાં આવી.

ભારતમાં પહેલા શીખ ઉગ્રવાદ દ્વારા પંજાબ સળગાવવામાં આવ્યું અને પંજાબના શાંત થયા બાદ કાશ્મીર ખીણમાં હિંદુ કાશ્મીરી પંડિતો પર અત્યાચાર કરીને તેમને વિસ્થાપિત કરવાનું કામ પાકિસ્તાન અને તેના દોરીસંચારવાળા ટેરર નેટવર્ક દ્વારા કરવામાં આવ્યું હતું. કાશ્મીર આજે પણ આતંકની આગમાં સળગી રહ્યું છે.

પાકિસ્તાન દક્ષિણ એશિયામાં આતંકનું મૂળ, ગ્લોબલ ટેરરનું હબ-

પાકિસ્તાન માત્ર ભારતમાં જ આતંકવાદનું કારણ નથી. પાકિસ્તાનની ઝેરીલી આતંકી માનસિકતા ધરાવતી આઈએસઆઈ અને તેની સેનાના દોરીસંચાર હેઠળ પહેલા અફઘાનિસ્તાન અને બાદમાં ઈરાન અને બાંગ્લાદેશ, મ્યાંમાર અને નેપાળ તથા શ્રીલંકા-માલદીવ જેવા દેશોમાં ઈસ્લામિક આતંકવાદની આગ લગાડવાનું કામ કર્યું હતું.

ભારત-બાંગ્લાદેશમાં કટ્ટરતાનું કારણ પાકિસ્તાનની ઝીણાવાદી માનસિકતા અને જેહાદી નેટવર્ક

ઝીણાની ઝેરીલી માનસિકતાથી અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનની લિંક વિશ્વમાં કોઈપણ ઠેકાણે બનતી ઈસ્લામિક આતંકવાદની ઘટનામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સામે આવી છે. પાકિસ્તાની જેહાદી ટેરર નેટવર્કની લિંક ગ્લોબલ ટેરરિઝમ સાથે પણ જોડાયેલી છે. ઓસામા બિન લાદેનને અમેરિકાએ પાકિસ્તાનના એબટાબાદમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. તો સીરિયા અને ઈરાકમાં આતંક ફેલાવનારા આઈએસઆઈએસ સાથે પણ તેની લિંક્સ જોડાયેલી છે.

પાકિસ્તાનના પાંચ ટુકડા કરવા જરૂરી-

પાકિસ્તાની આતંકની સીધી અસર ભારત, અફઘાનિસ્તાન, ઈરાન, બાંગ્લાદેશમાં

આતંકવાદ જો વૈશ્વિક શાંતિ માટે ખતરો હોય તો તેના ખાત્મા માટે આતંકી નેટવર્કની કરોડરજ્જૂ બનેલા પાકિસ્તાનના ખાત્માનું લક્ષ્યાંક કેમ બનાવાતું નથી? પરમાણુ શક્તિ સંપન્ન પાકિસ્તાનના પાંચ ટુકડા કરીને તેના ન્યૂક્લિયર વેપન્સ વૈશ્વિક મહાસત્તાઓ પોતાના કબજા હેઠળ લઈ લે તેવો સમય હવે પાકી ગયો છે. ભારતમાં લોકોને શીખવાડવામાં આવે છે કે આતંકનો ધર્મ નથી. પરંતુ હકીકત એ છે કે ભારતમાં આતંકને પાકિસ્તાને ધાર્મિક ઓળખ આપી છે. ભારતમાં લોકોને શીખવાડવામાં આવે છે કે મજબૂત પાકિસ્તાન આપણા હિતમાં છે. પરંતુ મજબૂત પાકિસ્તાને જ ભારતને અસ્થિર કરવાની ચાર દાયકાથી આતંકી કોશિશો કરી છે. હવે સવાલ એ છે કે પાકિસ્તાનના પાંચ ટુકડા કેવી રીતે થઈ શકે?

પાકિસ્તાનના પ્રાંતો-

પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશના અલગથી બાદ આવી જ આકાંક્ષા સતત ઉભી થતી રહી છે. હાલના પાકિસ્તાનમાં નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ, પંજાબ, સિંધ, બલુચિસ્તાન અને કરાચી ફેડરલ કેપિટલ ટેરેટરી છે. આ સિવાય પાકિસ્તાન દ્વારા ઓક્ટોબર-1948માં ગેરકાયદેસર રીતે નિયંત્રણમાં કરવામાં આવેલા ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના પીઓકે, ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પણ સમાવેશ થાય છે.

પાકિસ્તાનની રિલિજિયસ ડેમોગ્રાફી-

મુસ્લિમ રાષ્ટ્રવાદના નામે 1947માં ભારત તોડીને બનાવવામાં આવેલા પાકિસ્તાનમાં હાલ 96.4 ટકા મુસ્લિમો અને 3.6 ટકા અહમદિયા, ખ્રિસ્તી, હિંદુ અને શીખ સહીતની લઘુમતીઓ છે.

પાકિસ્તાનની અંદાજે 23 કરોડની વસ્તીમાં મુસ્લિમો 96 ટકા, ખ્રિસ્તી1.6 ટકા, હિંદુ-શીખ 1.8 ટકા, અહમદિયા 1.1 ટકા અને બાકીના બૌદ્ધ, પારસી, બહાઈ સંપ્રદાયના લોકો છે.

પાકિસ્તાનની વંશીય ડેમોગ્રાફી-

પરંતુ પાકિસ્તાનના મુસ્લિમ રાષ્ટ્રવાદની હકીકત પંજાબી મુસ્લિમોની દાદાગીરી છે. પાકિસ્તાનમાં 44.7 ટકા પંજાબી, 15.4 ટકા પસ્તૂન, સિંધી 14.1 ટકા, સરૈકી 8. ટકા, મુહાજીર 7.6 ટકા, બલોચી 3.6 ટકા અને અન્ય વંશીય ઓળખ ધરાવતા લોકોની ઓળખ 6.3 ટકા છે. આ સિવાય પાકિસ્તાનમાં અફઘાની શરણાર્થીઓની ઘણી મોટી સંખ્યા છે.

પાકિસ્તાનમાં ભાષાકીય વર્ચસ્વ-

પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ છે. પરંતુ પાકિસ્તાનમાં તેને બોલનારા લોકોની સંખ્યા માત્ર 7.57 ટકા છે. સૌથી વધુ 44.1 ટકા પંજાબી, 15.42 ટકા પશ્તો, 14.1 ટકા સિંધી, સરૈકી 10.53 ટકા, બલોચી 3.57 ટકા અને અન્ય ભાષા બોલનારા લોકોની સંખ્યા માત્ર 4.66 ટકા છે.  

પાકિસ્તાનમાં ફિરકાપરસ્તી અને સુન્ની વર્ચસ્વ-

દુનિયામાં બીજા ક્રમાંકે સૌથી વધુ મુસ્લિમો ધરાવતા પાકિસ્તાનમાં ઈરાન બાદ સૌથી વધુ શિયા મુસ્લિમો પણ વસવાટ કરે છે. પરંતુ ઝીયા ઉલ હકના કાર્યકાળમાં પાકિસ્તાનનું ઈસ્લામીકરણ કરવામાં આવ્યું અને પાકિસ્તાનમાં સાઉદી અરેબિયા અને ઈરાનના સુન્ની-શિયા પોલિટિક્સે ફિરકાપરસ્તીને સૌથી વધુ પ્રમાણમાં કટ્ટર બનાવી હતી. પાકિસ્તાનમાં 80થી 85 ટકા સુન્ની, 10થી 12 ટકા શિયા અને બિનસત્તાવાર રીતે 2.3 ટકા અહમદિયા છે. જો કે અહમદિયાઓને 1974માં પાકિસ્તાનના બંધારણ પ્રમાણે પાડોશી દેશમાં બિનમુસ્લિમ જાહેર કરવામાં આવ્યા છે. હવે સ્થિતિ એવી છે કે પાકિસ્તાનના સુન્ની મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા શિયાઓના અસ્તિત્વને પણ સમાપ્ત કરવાની કોશિશો શરૂ થઈ છે. તેમને પણ પાકિસ્તાનના સુન્ની મુસ્લિમ કટ્ટરપંથીઓ શિયાઓને મુસ્લિમ નહીં ગણવાની માનસિકતા ધરાવે છે અને તેમનું ભવિષ્ય પણ અહમદિયા જેવું બનાવવાની કોશિશ કરી રહ્યા છે.

સુન્ની મુસ્લિમોમાં પણ દેવબંદી અને બરેલવી સ્કૂલ ઓફ થોટ્સ વચ્ચે કટ્ટર ફિરકાપરસ્તી છે. દેવબંદી પાકિસ્તાનમાં લઘુમતી હોવા છતાં પણ બરેલવી સ્કૂલ ઓફ થોટ્સના 70 ટકાથી વધારે સુન્ની મુસ્લિમોની માન્યતાઓને કચડતા દેખાય રહ્યા છે. હજારા અને અહમદિયાઓની સ્થિતિ પાકિસ્તાનના શિયા મુસ્લિમોથી પણ બદતર છે. જેને કારણે સુન્ની કટ્ટરપંથીઓ અને વહાબી-સલાફી આતંકી સંગઠનો દ્વારા શિયા, અહમદિયા, હજારા મુસ્લિમ અને અન્ય બિનમુસ્લિમ સમુદાયોને નિશાન બનાવાતા રહ્યા છે.

પાકિસ્તાની સેનામાં પણ પંજાબી મુસ્લિમ અને સુન્ની મુસ્લિમોનું વર્ચસ્વ છે. તેને કારણે પાકિસ્તાનમાં બિનસુન્ની, બિનમુસ્લિમ સમુદાયોના હિતોની સુરક્ષાનું કામ પણ પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતું નથી. આમ તો દુનિયામાં પાકિસ્તાની સેના સાતમી સૌથી મોટી આર્મી છે. પરંતુ જનરલ ઝીયા દ્વારા કરવામાં આવેલા ઈસ્લામિકકરણને કારણે પાકિસ્તાની સેનાનું માળખું હવે તાલિબાની માનસિકતાની કટ્ટરતા તરફ આગળ વધી ચુક્યું છે.

પાકિસ્તાની સેના એટલે સુન્ની અને પંજાબી મુસ્લિમોની ગેંગ –

પાકિસ્તાની સેનાના 99 ટકા સૈન્યકર્મીઓ ઈસ્લામની કટ્ટરતા ધરાવે છે. પાકિસ્તાની સેનાના 70 ટકા અધિકારીઓ અને સૈનિકો સુન્ની મુસ્લિમ છે. બાકીના 30 ટકા શિયા અને અન્ય લઘુમતી સમુદાયોમાંથી આવે છે. જેમાં હિંદુ-શીખની સંખ્યા નગણ્ય છે. પ્રાદેશિક ઓળખનું પ્રમાણ પાકિસ્તાની આર્મીમાં બેહદ ચોંકાવનારું છે. પાકિસ્તાની સેનામાં 71થી 75 ટકા પંજાબી અધિકારીઓ અને સૈનિકો છે. 15થી 21 ટકા પખ્તૂન, 3થી5 ટકા મુહાજીર અને સિંધી અને માત્ર 0.3 ટકા બલૂચી પાકિસ્તાની સેનામાં છે. પાકિસ્તાનમાં સેનાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ એક અદ્રશ્ય સરકાર છે.

પાકિસ્તાની સેના અને આઈએસઆઈની રાજકીય તંત્રમાં સીધી દખલગીરી છે. પાકિસ્તાની સેના અને આઈએસઆઈ વિદેશ નીતિમાં હસ્તક્ષેપ કરીને આતંકી નેટવર્કને પોતાના સ્ટ્રેટજીક વેપન તરીકે ભારત અને અફઘાનિસ્તાન તથા ઈરાન સામે વાપરી રહી છે.

ડિવાઈડ પાકિસ્તાન પ્લાન દ્વારા બ્લિડ ઈન્ડિયા પોલિસીનો જવાબ આપો-

ભારત-અફઘાનિસ્તાન-ઈરાન-બાંગ્લાદેશ સહીત દુનિયાને પીડતા પાકિસ્તાની બ્રાન્ડ ઈસ્લામિક આતંકવાદના ખાત્મા માટે ડિવાઈડ પાકિસ્તાન પ્લાન પર દુનિયાની મહાસત્તાઓ સાથે મળીને ભારતે વિચારણા કરવી જરૂરી છે. પાકિસ્તાનથી આઝાદી માટેની ચાહત પાકિસ્તાનના દરેક પ્રાંતમાં છે. આ ચાહતને જોતા પાકિસ્તાનના પાંચ ટુકડા કરી શકાય છે. તેમાં બલૂચિસ્તાન, સિંધુદેશ, જિન્નાપુર, પખ્તૂનિસ્તાન, પંજાબીસ્તાન એમ પાંચ દેશ બને તેવી ભવિષ્યમાં સંભાવના છે. તેની સાથે પીઓકે-ગિલગિટ-બાલ્તિસ્તાનને ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યનો ફરીથી ભાગ બનાવીને તેને પોતાના નિયંત્રણમાં લઈ શકાય છે.

પાકિસ્તાનના ક્યાં પાંચ ટુકડા થઈ શકે?

પાકિસ્તાનમાં આઝાદી માટેના આંદોલનો તેના મોટાભાગમાં પ્રદેશોમાં વત્તાઓછા પ્રમાણમાં ચાલી રહ્યા છે. તેને પાકિસ્તાન ભાગલાવાદી આંદોલન તરીકે ઓળખાવે છે.

બલૂચિસ્તાન-

પાકિસ્તાનની રચના સાથે બલૂચિસ્તાન કે જે પાકિસ્તાનનો 46 ટકા વિસ્તાર ધરાવે છે અને માત્ર પાંચ ટકા જેટલી વસ્તી ધરાવે છે. અકબર ખાન બુગ્તીની કરપીણ હત્યા જેવી ઘટનાઓ સાથે લગભગ એક લાખથી વધારે બલોચોને મોતને ઘાટ ઉતારી ચુકેલી પાકિસ્તાની સેના દ્વારા બલૂચોના માનવાધિકારોનું સતત ઉલ્લંઘન કરીને તેમની આઝાદીની માગણીને કચડવામાં આવી રહી છે. પાકિસ્તાન ચીન ઈકોનોમિક કોરિડોર બલૂચિસ્તાનના ગ્વાદરથી ચીનના શિનજિયાંગ પ્રાંત સુધી બનાવાય રહ્યો છે. આમ કરીને પાકિસ્તાન બલૂચિસ્તાનની ડેમોગ્રાફી બદલીને બલૂચોને લઘુમતીમાં લાવીને તેમના અધિકારોને વધુ નિર્મમતાથી કચડવાની ચીની ડિઝાઈન પ્રમાણે કામ કરી રહ્યું છે. બલૂચો પાકિસ્તાનમાં અને તેની બહાર રહીને પોતાના અધિકારો અને આઝાદીની માગણી માટે લડી રહ્યા છે.

જિયે સિંધ-સિંધુદેશની માગણી-

સિંધુદેશ સિંધીઓ માટે અલગ હોમલેન્ડની માગણી છે. પંજાબી મુસ્લિમોની દાદાગીરી સામે પાકિસ્તાનથી અલગ સિંધુદેશની માગણી સતત થઈ રહી છે. ભારતથી આવેલા મુસ્લિમ શરણાર્થીઓ- મુહાજીરોને સિંધમાં વસાવવા, ઉર્દૂને સિંધ પર ઠોકી બેસાડવી જેવા મુદ્દાઓનો 1967માં જીએમ. સૈયદ અને પીર અલી મોહમ્મદ રશદીએ વિરોધ કર્યો હતો. 1967માં જી. એમ. સૈયદ દ્વારા જિયે સિંધની ચળવળશરૂ કરવામાં આવી હતી. પાકિસ્તાની સેનાના ખોફને કારણે પાકિસ્તાની સિંધીઓ આ ચળવળને સીધો ટેકો આપતા ડરે છે. પરંતુ હવે તેમા વિરોધ-પ્રદર્શનોની સંખ્યામાં વધારા સાથે તીવ્રતા પણ દેખાઈ રહી છે.

જિન્નાપુર અને મુહાજીર સુબા

કરાચી અને સિંધ પ્રાંતના હૈદરાબાદના વિસ્તારમાં ભારતથી પાકિસ્તાન ગયેલા મુહાજીર તરીકે ઓળખાતા મુસ્લિમ શરણાર્થીઓ અહીં એક સમસ્યા બની ચુક્યા છે. સમસ્યા તેમના માટે પણ છે. તેને કારણે જિન્નાપુર નામના સ્વાયત્ત પ્રદેશની માગણી કરાચી અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા મુહાજીરો દ્વારા કરવામાં આવે છે. મુહાજીર કૌમી મૂવમેન્ટ પાર્ટીની ઓફિસમાંથી 1992માં જિન્નાપુર સ્ટેટનો નક્શો પણ મળી આવ્યો હતો. હવે મુત્તાહિતા કૌમી મૂવમેન્ટ તરીકે નવું નામકરણ પામેલી એમક્યૂએમના નેતાઓને પાકિસ્તાની આર્મી દ્વારા રંજાડવામાં આવે છે અને આવી માગણીઓને કચડવામાં આવે છે.

પખ્તૂનિસ્તાન-

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની ડુરંડ લાઈન પઠાણોના અસ્તિત્વ અને અધિકારો વચ્ચેની મુખ્ય અડચણ છે. અફઘાનિસ્તાનમાં 68 ટકાથી વધુ પખ્તૂનો છે અને પાકિસ્તાનના નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર તથા ફાટા વિસ્તારોમાં પખ્તૂનો બહુમતીમાં છે. લગભગ 85થી 90 ટકા પઠાણો અહીં રહે છે. આ પઠાણો પાકિસ્તાનના પંજાબી મુસ્લિમો કરતા વધુ નજીક ડુરંડ લાઈનની પેલે પાર રહેતા અફઘાન-પસ્તૂનો સાથે જોડાણ ધરાવે છે. જો કે પાકિસ્તાનના ટેરર નેટવર્કને કારણે એનડબલ્યૂએફપી અને ફાટા બંને આતંકવાદીઓના સેફ હેવન તરીકે દુનિયાભરમાં કુખ્યાત છે અને અહીં અમેરિકા દ્વારા ઘણાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. તો પાકિસ્તાનના પંજાબી મુસ્લિમોના વર્ચસ્વવાળી સેનાએ આ વિસ્તારોમાં પસ્તૂનોની કત્લેઆમ કરી અને તેમની પસ્તૂન મહિલાઓ સાથે બળાત્કારો પણ કર્યા છે. આવી ઘટનાઓ હજીપણ અહીં બનતી રહે છે.

પંજાબીસ્તાન-

ભાગલાનું સૌથી વધુ દર્દ સંયુક્ત પંજાબ પ્રાંતે ભોગવ્યું છે. તેમા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી હિંદુ અને શીખોનું મોટા પ્રમાણમાં વિસ્થાપન થયું હતું. પાકિસ્તાનનો પંજાબ પ્રાંત હવે 98 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતો પ્રદેશ છે. અહીં પાકિસ્તાની સેના પ્રેરીત ટેરર નેટવર્કના આકાઓ વસવાટ કરે છે. પાકિસ્તાનને પંજાબીસ્તાન સુધી સીમિત કરવાના એક ગ્લોબલ પ્લાન પર દુનિયાએ વૈશ્વિક શાંતિ માટે કામ કરવાની જરૂર છે. વળી પાકિસ્તાનની વસ્તીના 8 ટકા જેટલા સરૈકી ભાષી લોકો પણ પાકિસ્તાનના પંજાબમાં અલગ પ્રાંતની માગણી કરી રહ્યા છે. તો તેમને પણ પંજાબીસ્તાનમાં અલગ સ્વાયત્ત ઓળખવાળા પ્રદેશ માટે ડિવાઈડ પાકિસ્તાન પ્લાનમાં સ્થાન આપી શકાય છે.

પીઓકે, ગિલગિટ-બાલ્તિસ્તાનને ભારતમાં પાછા ભેળવી દેવા-

પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે 1948માં કબજે કરાયેલા ભારતના ક્ષેત્રમાં શિયા મુસ્લિમોની બહુમતી હતી. પરંતુ તેને લઘુમતીમાં લાવવા માટે પાકિસ્તાનના પંજાબી મુસ્લિમો યોજનાબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે. સીપીઈસીના નામે આ વિસ્તારોમાં વિરોધના સ્વર ઉગ્ર બની ચુક્યા છે. ત્યારે આ પ્રદેશો ફરીથી ભારતના નિયંત્રણમાં લેવા જરૂરી છે. આના માટેની યોજના પણ ડિવાઈડ પાકિસ્તાન પ્લાનમાં વિચારણા હેઠળ આવી શકે છે.

પાકિસ્તાનના પાંચ ટુકડા પછીની સંભવિત સ્થિતિ-

પાકિસ્તાનના પાંચ ટુકડા કરવામાં આવે, તો આ પાંચેય ટુકડા એક અલગ દેશ તરીકે ભારતની પાડોશમાં અસ્તિત્વમાં આવી શકે છે. તેના કારણે મુસ્લિમ રાષ્ટ્રવાદના નામે કટ્ટરતાના સાત દાયકામાં લિબરલ થોટ પ્રોસેસને વિકસવાનો મોટો અવકાશ ઉભો થઈ શકે છે. તેના કારણે ભારત-બાંગ્લાદેશ સહીતના દેશોમાં વધી રહેલા કટ્ટરતાવાદના ચલણમાં પણ ઘટાડો આવી શકે છે. સવાલ પરમાણુ શસ્ત્રોનો છે, તો પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને વૈશ્વિક મહાસત્તા પોતાના કબજામાં લેવા માટેની કાર્યવાહી સંયુક્તપણે વૈશ્વિક શાંતિ માટે કરે તે જરૂરી છે.

આતંકના ખાત્મા માટે ડિવાઈડ પાકિસ્તાન પ્લાન અમલી બનાવો

પાકિસ્તાનનો અર્થ હિંદુ-શીખ-ખ્રિસ્તી લઘુમતીઓ પર અત્યાચાર

પાકિસ્તાનના પાંચ ટુકડાનો અર્થ છે, આતંકી નેટવર્કનો ખાત્મો. તેની સાથે આતંકવાદની સમસ્યા અને અફઘાનિસ્તાનમાં યુદ્ધની સ્થિતિ અસ્થિરતાથી સ્થિરતા તરફ આગળ વધવાની સંભાવનાઓ પણ બની શકે છે. આ વિસ્તારના શાંત થવાની સાથે જ ઈરાન, સીરિયા, ઈરાક સુધીના દેશોમાં પણ પાકિસ્તાની ટેરર નેટવર્કનું ઈંજન બંધ થતા શાંતિ સ્થાપિત કરવા માટે પુરી સંભાવના ઉભી થઈ શકે છે. આતંકવાદ જો વૈશ્વિક પડકાર હોય, તો તેનો સામનો પણ વિશ્વના દેશોએ સાથે મળીને કરવો જોઈએ. તેના માટે ઈસ્લામિક વિશ્વના દેશોને પણ “ડિવાઈડ પાકિસ્તાન પ્લાન”ના “ગ્લોબલ ઈમ્પ્લિમેન્ટેશન”ની યોજનામાં સામેલ કરી શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code