UAPA પર ચર્ચાઃ વ્યકતિને આતંકી ઘોષિત કરવાના મામલે અમિત શાહનો વિરોધ પક્ષને ઉદાહરણ સહિત જવાબ
શુક્રવારના રોજ રાજ્યસભામાં ગેરકાનુંની ગતિવિધિઓને અટકાવવાના કાનુંનમાં UAPAના સંશોધનને લઈને ઘણી રસાકસી ચાલી છે, કોંગ્રેસના સાંસદોએ મોદી સરકાર પર આરોપ લગાવ્યા તો ગૃહ મંત્રી અમિત શાહે તેમને મૂહતોડ વળતા જવાબ પણ આપ્યા હતા,રાજ્યસભમાં સાંસદ પી.ચિદંબરમ અને દિગ્વિજય સિંહએ વ્યક્તિને આંતકી જાહેર કરવાના ઉદ્દેશ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા, ચિદંબરે કહ્યું કે “સંગઠનને પહેલેથીજ આંતકી જાહેર કરવામાં આવે છે તેવામાં વ્યક્તિને આંતકી જાહેર કરવાની જરુરત શું હોય”, ત્યારે જવાબ આપવા ગૃહમંત્રી અમિત શાહ ઉભા થયા અને એક ઉદાહરણ રજુ કર્યું અને આ સાથે સાથે પૂર્વ કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહાર કર્યા.
અમિત શાહે ઉદાહરણ રજુ કર્યું અને વિગતવાર માહિતી આપીઃ- તેમણે જણાવ્યું કે ભારતીય મુજાહિદ્દીન આતંકી યાસીન ભટકલ 2009માં કેટલાક કેસમાં સંકળાયેલો હતો,કલક્તા પોલીસે તેને પકડ્યો પણ હતો પરંતું તેણે પોતાનું નકલી નામ કહ્યુ હતું અને તે સમયે પોલીસ પાસે તેના ચહેરાની ઓળખ કે નિશાન નહોતા અને અંતે તે છૂટી ગયો હતો. યાસીન ત્યાંથી નીકળવામાં સફળ રહ્યો હતો, વધુમાં શાહે કહ્યું કે, જો તેને 2009માં આતંકી જાહેર કરવામાં આવ્યો હોત અને તેના ફોટોગ્રાફ્સ અને ફિંગરપ્રિન્ટ્સ દેશભરના દરેક પોલીસ સ્ટેશનોમાં આપવામાં આવ્યા હોત તો તે ભાગી શકતે નહી.
માવન અધિકારોનું ભાષણઃચકાસણીનો વિષયઃ- વિપક્ષે વ્યક્તિના માનવ અધિકારોને લઈને શંકા વ્યક્ત કરી હતી તે વિષય પર શાહે કહ્યું કે આંતકી જાહેર કર્યા પછી પણ તે ચાર સ્તર સુધી સ્ક્રૂટનીનો વિકલ્પ રહેશે, માનવ અઘિકારોની વાત કરતા કોંગ્રેસને આડે હાથ લેતા શાહે જણાવ્યું કે મોદી સરકારમાં સરકારની સમિતિઓ ખુબજ સારી રીતે કામ કરે છે ,આતંકી ઘોષિત કર્યા બાદ રિવ્યૂ સમિતિ હશે જેના ચેરમેન હાઈકોર્ટના નિવૃત જજ હશે.
સંસ્થા પર પ્રતિબંધ કરતા બીજુ સંગઠન બનાવવામાં આવે છેઃ-શાહે જણાવ્યું હતું કે એનઆઈએ દ્વારા આતંકવાદ વિરુદ્ધ નોંધાયેલા કેસો ખૂબ જટિલ છે. તેમાં પુરાવા મળવાની સંભાવના ઓછી હોય છે.આ આંતરરાજ્ય, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ છે. શાહે કહ્યું કે સંસ્થા વ્યક્તિથી બનેલી હોય છે. જો તેઓ તેના પર પ્રતિબંધ મુકે છે તો આતંકવાદીઓ બીજી સંસ્થા બનાવે છે. પ્રતિબંધ મૂકવાથી લઈને પુરાવા મળતા સુધી તો 2 વર્ષ પસાર થઈ જાય છે ત્યા સુધીતો તેઓ તેમની વિચારધારા ફેલાવતા રહે છે અને ઘટનાને અંજામ આપતા રહે છે.
ચિદંબરને જવાબ આપતા શાહે કહ્યું કે કેટલા એવા ઉદાહરણ છે કે જેમાં સંસ્થા પર પ્રતિબંધ લગાવતા તેઓ તરત બીજી સંસ્થા ખોલીને બેસી જાય છે,તેમણે વાતમાં ભાર આપતા કહ્યું કે જ્યા સુધી વ્યક્તિને આતંકવાદી જાહેર નથી કરતા ત્યા સુધી તેમના નાપાક ઈરાદા અને કામામાં નિયંત્રણ લાવી શકાય નહી. ઉપરાંત તેમણે કહ્યું કે અમેરીકા,ચીન, ઈઝરાઈલ,પાકિસ્તાન,યૂરોપના દેશ, સુરક્ષા પરિષદના 1267 પ્રસ્તાવ મુજબ આતંકી જાહેર કરવામાં આવતા હતા તો હવે કઈ વાતથી ડરવાનું છે.
શાહએ કહ્યું વિપક્ષે બે આંકડાઓ મિક્ષ કર્યા છેઃ-વિપક્ષના આરોપમાં અમિત શાહએ નક્કર જવાબ આપ્યો છે તેમણે કહ્યું કે વિપક્ષે સંસદમાં બે આકડાઓ સાથે કરીને રજુ કર્યો છે આ એક્ટ રાજ્ય અને કેન્દ્રની એજન્સી એનઆઈએ પણ યૂઝ કરી શકે છે,વિપક્ષે રજુ કરેલી સંખ્યામાં આ બન્ને આંકડાઓ સામેલ છે, ગૃહમંત્રીએ એનઆઈએના આંકડાઓ રજુ કરતા કહ્યું કે 31 જુલાઈ 2019 સુધી NIAએ કુલ 278 કેસ આ કાનુનના ડાયરામાં દાખલ કર્યા છે, જેમાંથી 204 બનાવમાં આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું અને કુલ 54 ઘટનાનો નિર્ણય આવ્યો હતો, 54 માંથી 48 ઘટનામાં સજા આપવામાં આવી છે, તેમણે કહ્યું કે સરેરાશ 91 ટકા સજાનો દર કહી શકાય ,વિશ્વભરમાં NIA આ બાતમાં આગળ છે.
શાહે આગળ કહ્યું કે કુલ 221 આરોપીઓને સજા આપવામાં આવી છે અને 92 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો, 1લી જુન 2014થી 2019 સુધી 198 માંથી 131 ઘટનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી તે માટે આ દલીલ તર્ક વગરની છે કે કાનુંન ખાલી બને છે પણ તેનો ઉપયોગ નથી થતો.આમ અમિત શાહે મૂહતોડ જવાબ આપી વિરોધ પક્ષની બોલતી બંધ કરી હતી.
ગૃહમંત્રીએ જણાવ્યું કે જીહાદી પ્રકારના કેસોમાં 109 કેસ દાખલ કરવામાં આવ્યા ,વામપંથ ઉગ્રવાદના 27 કેસ દાખલ થયા,નોર્થ ઈસ્ટમાં અલગ અલગ જુથના વિરોધમાં 47 કેસ નોંધાયા, ફોરેન કરંસી અને હવાલા માટે 45 બનાવ અને બીજા 36 બનાવ નોંધાયા હતા. આજ સુધી ચાર્જશીટની પ્રક્રીયા કાનુન મારફત થઈ છે અને તેમાં એક પણ કેસમાં ચાર્જશીટ ન હોવાને કારણે કોઈને મુક્ત કરવામાં આવ્યા નથી માટે વિપક્ષનો લગાવેલો આરોપ બિલકુલ ગલત છે
ઈમરજન્સીની બાબતમાં અમિત શાહે કોંગ્રેસ
પર ધેરાવ કર્યોઃ- કટોકટીનો ઉલ્લેખ કરતાં શાહે કોંગ્રેસ પર આકરા
પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અમને કાનુંનનો દુરૂપયોગ કર્યો હોવાનો આરોપ લગાવે છે જ્યારે તેઓ
તેમની સરકારનો ઈતિહાસ જાઈલેય. દિગ્વિજય સિંહે ટીકા કરતાં શાહેએ વળતા જવાબમાં
કહ્યું કે તમે ચૂંટણી હારીને આવ્યા છો અમે તમારો ગુસ્સો સમજી શકીયે છે. શાહે
વધુમાં કહ્યું કે હું જવાબ આપીશ અને તમારે સાંભળવું પણ પડશે જ .
ગૃહ પ્રધાને કહ્યું, ” વિરોધ પક્ષે કહ્યું કે એનઆઈએને ત્રણ કેસોમાં સજા આપવામાં આવી નથી. હું જણાવવા ઈચ્છું છું કે રાજકીય પરિવર્તન મુજબ કોઈ ખાસ ધર્મને આતંકવાદ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આરોપીઓને પહેલા સમજોતા એક્સપ્રેસમાં પકડવામાં આવ્યા હતા, ત્યાર પછી મુક્ત કરવામાં આવ્યા હતા અને નકલી કેસ કર્યા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. કેમ આરોપીને મુક્ત કરવામાં આવ્યા એમ કહો છો તો તમે કોર્ટના આદેશને વાંચો કારણ કે એનઆઈએ કોઈ પુરાવા રાખી શક્યું નથી. સમજોતા એક્સપ્રેસની ચાર્જશીટ સપ્લિમેન્ટરી ચાર્જશીટ 2013, 9 Augustગસ્ટ, 2012 માં થઈ. અમે ફક્ત દલીલ કરી. તેમણે કહ્યું કે જવાબ તમને આપવો જોઈએ. જો આ આરોપીઓ નિર્દોષ હતા તો પછી બ્લાસ્ટ કરનારા આરોપીઓને કેમ મુક્ત કરવામાં આવ્યા હતા અને હા મક્કા મસ્જિદની ચાર્જશીટ પણ અમારી સરકારમાં નથી આવી. ‘
આમ રાજ્યસભામાં કોંગ્રેસે લગાવેલા અનેક આરોપો પર અમિત શાહે વળતા જવાબ આપતા વિરુધ પક્ષને આડે હાથ લીધો હતો અને રાજ્યસભામાં બન્ને પક્ષ વચ્ચે રસાકસી ચાલી હતી.તો અમિત શાહે તેમની પાછલી સરકારમાં એક નજર કરવાનું કહીને કટાક્ષ કર્યો હતો.