ચંદ્રના મિશન પર ગયેલા ચંદ્રયાન-2એ સફળતાની સીડી પાર કરવા તરફ એક ડગ આગળ વધ્યું છે, ઈસરોએ જાણકારી આપતા જણાવ્યું કે ચંદ્રયાન-2એ શુક્રવારના રોજ પૃથ્વીની ચોથી કક્ષામાં પ્રવેશ કર્યો છે, ઉલ્લેખનીય છે કે ઈસરોનું બાહુબલી રોકેટ જીએસએલવી માર્ક-3 એમ1 આંધ્ર પ્રદેશના શ્રીહરીકોટામાં આવેલા સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રમાંથી 22 જુલાઈના રોજ ચંદ્રયાન-2ને રવાના કરવામાં આવ્યું હતું.
ઈસરોએ જણાવ્યું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રોવર ઉતારવાના ઈરાદાથી મોકલવામાં આવેલું ભારતનું બીજું ચંદ્ર મિશન શુક્રવારના રોજ પૃથ્વીની ચોથી કક્ષામાં પ્રેવશ કરી ચુક્યું છે,આ યોજના ચંદ્રયાન-2 ત્રીજી વખત 29 જુલાઈ સોમવારના રોજ બપોરે 3 વાગ્યે 12 મિનિટમાં સફળતા પૂર્વક ઊંચાઈ પર પહોંચાડવામાં આવ્યું હતું. 24 અને 26 જુલાઇના રોજ પહેલી અને બીજી કક્ષામાં પહોચ્યું હતું. વધુમાં ઈસરોએ જણાવ્યું કે આ ચંદ્રયાન દક્ષિણી ધ્રુવપર રોવર ઉતારવાના ઈરાદાથી મોકલવામાં આવ્યું છે ત્યારે ચાર દિવસ પછી તે 6 ઓગસ્ટના રોજ પૃથ્વીની છેલ્લી કક્ષામાં પ્રવેશ કરશે.
અંતરિક્ષ એજન્સીના જણાવ્યા પ્રમાણે ચંદ્રના ગુરુત્વ ક્ષેત્રમાં પ્રવેશ કરવાથી ચંદ્રયાન-2ની પ્રોપેલિંગ સિસ્ટમનો ઉપયોગ અંતરિક્ષ યાનની ગતિ ધીમી કરવા માટે કરવામાં આવશે, જેના દ્રારા તે ચંદ્રની પ્રથમ કક્ષામાં પ્રવેશ કરી શકશે ત્યાર બાદ ચંદ્રની સપાટીથી 100 કિલો મીટરની ઊંચાઈએ ચંદ્રની ચાર ફરતે ચંદ્રયાન-2ને પહોંચાડવામાં આવશે ત્યાર પછી તે લેન્ડર ઓરબિટથી અલગ થઈ જશે અને ચંદ્રની ચારેબાજુ 100કિમીX 30 કિમીની કક્ષામાં પ્રવેશ કરશે.
ત્યાર બાદ 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર તરવાની પ્રક્રીયામાં જોતરાઈ જશે, ચંદ્રની સપાટી પર ઉતર્યા પછી રોવર લેન્ડરથી જુદુ પડી જશે અને ચંદ્રની સપાટી પર એક ચંદ્ર દિવસ (પૃથ્વીના 14 દિવસ બરાબર એક દિવસ) સુધી પ્રયોગ કરશે.લેન્ડરનું જીવનકાળ એક ચંદ્રદિવસ જેટલું છે ત્યારે ઓરબિટ પોતાના મિશન પર એક વર્ષના સમયગાળા સુધી રહેશે.