1. Home
  2. revoinews
  3. ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યું ચંદ્રયાન-2, પીએમ મોદીએ આપ્યા અભિનંદન
ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યું ચંદ્રયાન-2, પીએમ મોદીએ આપ્યા અભિનંદન

ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યું ચંદ્રયાન-2, પીએમ મોદીએ આપ્યા અભિનંદન

0
Social Share

નવી દિલ્હી: ઈસરોએ ચંદ્રયાન-2 આજે 22 જુલાએ શ્રીહરિકોટા ખાતેથી બપોરે બે વાગ્યે અને 3 મિનિટે જીએસએલવી-એમકે-3 દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. GSLV-MK3એ 17 મિનિટ બાદ સફળતાપૂર્વક તેને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કર્યું છે. ઈસરોના ચીફ સીવાને સફળ મિશનની ઘોષણા કરતા કહ્યુ છે કે આ ચંદ્ર પર ભારતની યાત્રા અને સાઉથ પોલની નજીક લેન્ડ થઈને વૈજ્ઞાનિક પ્રયોગ કરવાની ઐતિહાસિક શરૂઆત છે.

આના પહેલા ઈસરોના મહત્વકાંક્ષી મિશનના કાઉન્ટડાઉનનું રવિવારે સાંજે 6-43 વાગ્યે શરૂ થયું હતું. 15 જુલાઈએ લોન્ચિંગ ટાળ્યા બાદ ઈસરોએ તેના માટે 22 જુલાઈના બપોરે 2-43 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો. આના પહેલા 15મી જુલાઈએ ક્રાયોજેનિક એન્જિનમાં લિકેજને કારણે લોન્ચિંગને તેના પ્રક્ષેપણના થોડાક સમય પહેલા જ સ્થગિત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન સફળ થવા પર અભિનંદન આપતા કહ્યુ છે કે ખાસ ક્ષણ જે સ્વર્ણિમ ઈતિહાસમાં નોંધાશે. ચંદ્રયાન-2નું સફળતાપૂર્વક લોન્ચિંગ આપણા વૈજ્ઞાનિકોના કૌશલ અને 130 રોડ ભારતીયોનો દ્રઢ નિશ્ચિય દર્શાવે છે. દરેક ભારતીય આજે ઘણો ગૌરવાન્વિત છે. ચંદ્રયાન-2થી આપણા યુવા વૈજ્ઞાનિક, વિજ્ઞાન, ઉચ્ચ ક્વાલિટી રિસર્ચ અને ઈનોવેશન તરફ પ્રોત્સાહીત થશે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વૈજ્ઞાનિકો અને ભારતીયોનો ચંદ્રયાન-2ના સફળતાપૂર્વકના લોન્ચિંગ માટે અભિનંદન પાઠવ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અભિનંદન આપતા કહ્યુ છે કે ભારતના સ્વદેશી અંતરીક્ષ કાર્યક્રમને આગળ વધારવા માટે ઈસરોના તમામ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન. મારી કામના છે કે ટેક્નોલોજીના નવા-નવા ક્ષેત્રોમાં ઈસરો, નિત નવી ઊંચાઈઓએ પહોંચે.

ઈસરોના ચીફ સીવાને કહ્યુ છે કે 22 જુલાઈએ લોન્ચ થયા બાદ 14મી ઓગસ્ટે આપણે ચંદ્રમા માટે યાત્રા શરૂ કરીશું. તેના પછી 6 સપ્ટેમ્બર સુધી મૂન પર લેન્ડિંગ થશે. તમામ એક્ટિવિટિઝ સારી રીતે ચાલી રહી છે. આના પહેલા શનિવારે બપોરે ઈસરોએ ક્હ્યું હતું કે ચંદ્રયાન-2ને લઈ જનારા જીએસએલવી માર્ક-3-એમ-1નું લોન્ચ રિહર્સલ પૂર્ણ થઈ ગયું છે અને પરફોર્મન્સ નોર્મલ છે.

ચંદ્રયાન-2

ચંદ્રયાન-2ને ભાતરના સૌથી શક્તિશાળી જીએસએલવી માર્ક-3 દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) છે. આ મિશન હેઠળ ઈસરો ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લોન્ડરને ઉતારશે. આ વખતે ચંદ્રયાન-2નું વજન 3877 કિલોગ્રામ છે. તે ચંદ્રયાન-1 મિશન (1380 કિલોગ્રામ)થી લગભગ ત્રણ ગણું વધારે છે. લેન્ડરની અંદર રહેલા રોવરની ઝડપ એક સેન્ટિમીટર પ્રતિ સેકન્ડ રહેશે.

પહેલીવાર ઓક્ટોબર-2018માં લોન્ચિંગ પાછું ઠેલાયું

ઈસરો ચંદ્રયાન-2ને પહેલા ઓક્ટોબર – 2018માં લોન્ચ કરવાનું હતું. બાદમાં તેની તારીખ વધારીને ત્રણ જાન્યુઆરી અને પછી 31 જાન્યુઆરી કરવામાં આવી હતી. તેના પછી અન્ય કારણોસર તેના લોન્ચિંગને 15મી જુલાઈએ પણ ટાળી દેવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન પરિવર્તનોના કારણે ચંદ્રયાન- 2નું વજન પણ પહેલા કરતા વધી ગયું હતું. તેવામાં જીએસએવી-માર્ક-3માં પણ કેટલાક પરિવર્તન કરવામાં આવ્યા હતા.

ચંદ્રયાન-2 મિશન શું છે?

નવી તારીખ નક્કી થવા પર શ્રીહરિકોટાના સતીષ ધવન સેન્ટરથી ચંદ્રયાન-2ને ભારતના સૌથી શક્તિશાળી જીએસએલવી-માર્ક-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-2 વાસ્તવમાં ચંદ્રયાન-1 મિશનનું જ નવું સંસ્કરણ છે. તેમા ઓર્બિટર, લેન્ડર અને રોવર સામેલ છે. ચંદ્રયાન-1માં માત્ર ઓર્બિટર હતું. જે ચંદ્રમાની કક્ષામાં ફરતું હતું. ચંદ્રયાન-2 દ્વારા ભારત પહેલીવાર ચંદ્રની સપાટી પર લેન્ડર ઉતારશે. આ લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થશે. તેની સાથે જ ભારત ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર યાન ઉતારનારો પહેલો દેશ બની જશે.

ઓર્બિટર, લેન્ડર અને રોવર શું કામ કરશે?

ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ ઓર્બિટર એક વર્ષ સુધી કામ કરશે. તેનો મુખ્ય ઉદેશ્ય પૃથ્વી અને લેન્ડરની વચ્ચે કમ્યુનિકેશન કરવાનો છે. ઓર્બિટર ચંદ્રની સપાટીનો નક્શો તૈયાર કરશે, જેથી ચંદ્રના અસ્તિત્વ અને વિકાસની જાણકારી મળી શખે. તો લેન્ડર અને રોવર ચંદ્ર પર એક દિવસ (પૃથ્વીના 14 દિવસ જેટલું) કામ કરશે. લેન્ડર એ ચકાસણી કરશે કે ચંદ્ર પર ભૂંકપ આવે છે અથવા નહીં. જ્યારે રોવર ચંદ્રની સપાટી પર ખનીજ તત્વોની હાજરીની જાણકારી મેળવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code