સાહીન મુલતાની-
સામગ્રી-
- 10 નંગ- બ્રેડ
- અડધો કપ – મેંદો
- 4 નંગ – બાફેલા બટાકા ( બાફીને બરાબર પાણી નિતારીને કોરા કરીને ક્રશ કરેલા)
- 2 નંગ – ડૂંગરી (જીણી સમારેલી)
- 2 ચમચી – મકાઈના બાફેલા દાણા
- 1 ચમચી – લસણ (જીણું કતરેલું)
- 1 ચમચી – લીલા મરચા( જીણા કતરેલા)
- 1 ચમચી – ચીલી ફ્લેક્સ અથવા ઈટાલીયન હબ્સ
- 1 ચમચી – ચાટ સમાલો અથવા આમચુર પાવડર
- 2 ચમચી – લીલા ધાણા (જીણા સમારેલા )
- 4 ચમચી – ચીઝ (છીણેલું)
- 4 ચમચી – ટામેટા કેચઅપ
- સ્વાદ પ્રમાણે – મીઠૂં
- તળવા માટે – તેલ
સ્ટફિંગ બનાવાની રીતઃ– સૌ પ્રથમ પ્રથમ ક્રશ કરેલા બાફેલા બટાકા એક બાઉલમાં લો, હવે તેમાં ડૂંગરી, મકાઈના દાણા, સમારેલું લસણ , લીલા મરચા, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, લીલાધાણા, ચીઝની છીણ અને સ્વાદ મુજબ મીઠૂ એડ કરીને બરાબર મિક્સ કરી લો.
મેંદાની સ્લરી બનાવાની રીતઃ– હવે અડધો કપ મેંદામાં એક કપ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠૂં એડ કરીને સ્લરી તૈયાર કરી લો
બ્રેડ કોઈન્સ અને બ્રેડ ક્રમ્સ બનાવાની રીત-હવે બ્રેડને ગ્લાસ વડે અથવા તો બરણીના ગોળ ઢાંકણ વડે ગોળ સેપમાં કટ કરી લો, બધા જ બ્રેડ આ રીતે ગોળ આકારમાં એક સરખી રીતે કટ કરીલો, બ્રેડને ગોળ આકારમાં કટ કરતા જે કિનારીઓ બચી હોય તેને મિક્સરમાં બરાબર ક્રશ કરીલો, ત્યાર બાદ આ બ્રેડ ક્રમ્સમાં ચીલી ફ્લેક્સ અથવા ઈટાલીયન સિઝલીંગ અને મીઠૂ નાંખી બરાબર મિક્સ કરીલો.
બ્રેડ કોઈન્સ બનાવવાની રીત- હવે આ ગોળ આકારની બ્રેડ પર ચમચી વડે ટામેટા સોસ સ્પ્રેડ કરીને આછો આછો લગાવી દો, ટામેટા સોસ ખુબ જ નહીવત પ્રમાણમાં લગાડવો ,એટલો જ સોસ લગાવવો કે સ્ટફિંગ બ્રેડ પર સેટ થઈ શકે. હવે સોસ વાળી બ્રેડ પર પહેલાથી તૈયાર કરેલું બટાકાનું સ્ટફિંગ બરાબર સ્પ્રેડ કરીને લગાવો ,ત્યાર બાદ તેના પર બીજી બ્રેડ લગાવીને સેન્ડવિચ જેમ ગોળ કોઈન્સ તૈયાર કરીલો, હવે આ રીતે બધા જ બ્રેડના કોઈન્સ બનાવી લો, ત્યાર બાદ આ કોઈન્સને મેંદાની સ્લરીમાં ડિપ કરીને બ્રેડ ક્રમ્સમાં કોટ કરીને ફ્રીજમાં અડઘો થી એક કલાક માટે સેટ થવાદો.
હવે એક પેન કે કઢાઈમાં સેલો તેલ ગરમ થવાદો, તેલ એટલા જ પ્રમાણમાં લેવું કે કોઈન્સની એક બાદજુ તેલમાં ડૂબી શકે, હવે તેલ ગરમ થ.ય એટલે તેમાં એક સાથે 3 કે 4 બ્રેડ કોઈન્સને તળીલો, બન્ને બાજુ બરાબર આ કોઈન્સ તળાવવા જોઈએ, ત્યાર બાદ કોઈન્સની ગોળ કિનારીઓ પણ તળવી જેથી કરીને બધીજ બાજુ ક્રોઈન ક્રિસ્પી બને…..હવે તેને ટિસ્યૂ પેપર પર કે સાદા પેપર પર કાઢી લો, તૈયાર છે ગરમા ગરમ બ્રેડ કોઈન્સ..તમે ગ્રીન ચટણી ,માયોનિઝ સાથે સર્વ કરી શકો છો.