1. Home
  2. મમતા બેનર્જીની ફોટોશોપ ઈમેજ શેયર કરવા મામલે ભાજપના પ્રિયંકા શર્મા એરેસ્ટ

મમતા બેનર્જીની ફોટોશોપ ઈમેજ શેયર કરવા મામલે ભાજપના પ્રિયંકા શર્મા એરેસ્ટ

0

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં ભાજપની સ્ટૂડન્ટ વિંગ બીજેવાઈએમના નેતા પિયંકા શર્માને મુખ્યપ્રધાન મમતા બેનર્જીની વાંધીજનક તસવીર સોશયલ મીડિયા પર શેયર કરવાના કારણે એરેસ્ટ કરવામાં આવ્યા છે.

પ્રિયંકા શર્માએ મજાક કરતા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની ફોટોશોપ ઈમેજ શેયર કરી હતી અને તેના સંદર્ભે એફઆઈઆ પણ કરવામાં આવી છે. પ્રિયંકા શર્મા હાવડ઼ા જિલ્લામાં ભાજપની સ્ટૂડન્ટ વિંગના સંયોજક છે.

મમતા બેનર્જીની ફોટોશોપ ઈમેજમાં કથિતપણે તેમને મેટ ગાલા ઈવેન્ટમાં એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના લુકની જેમ દેખાડવામાં આવ્યા છે. પ્રિયંકા શર્માની ધરપકડ પર સોશયલ મીડિયા યૂઝર્સે આકરી પ્રતિક્રિયા આપી છે. યૂઝર્સે પશ્ચિમ બંગાળના વહીવટીતંત્રના આવા વલણની આકરી ટીકા કરી છે.

ભારતમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણીઓ થઈ રહી છે. પાંચ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. હવે બે તબક્કામાં ચૂંટણી બાકી છે. પશ્ચિમ બંગાળમાં 12મી મેના રોજ આઠ લોકસભા બેઠકો પર ચૂંટણી થશે. જ્યારે 19મી મેના રોજ નવ બેઠકો પર ચૂંટણી થશે. મતોની ગણતરી 23મી મેના રોજ થવાની છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.