1. Home
  2. revoinews
  3. NRC પર બોલ્યા અમિત શાહ, હિંદુ શરણાર્થીઓને પ.બંગાળ છોડવું પડશે નહીં
NRC પર બોલ્યા અમિત શાહ, હિંદુ શરણાર્થીઓને પ.બંગાળ છોડવું પડશે નહીં

NRC પર બોલ્યા અમિત શાહ, હિંદુ શરણાર્થીઓને પ.બંગાળ છોડવું પડશે નહીં

0
Social Share
  • હિંદુસ્તાનમાં એકપણ ઘૂસણખોરને રહેવા દઈશું નહીં: અમિત શાહ
  • પં.બંગાળના લોકોનું યોગદાન ભાજપને 300થી વધુ બેઠકો અપાવવામાં છે: અમિત શાહ
  • પ.બંગાળમાં શહીદ થનારા ભાજપના કાર્યકર્તાઓને બલિદાન એળે નહીં જાય: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહ પ. બંગાળના પાટનગર કોલકત્તામાં એનઆરસી જાગરૂકતા કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે ક્હયુ છે કે કલમ-370 હટાવવાનો સૌથી પહેલો બુલંદ અવાજ પશ્ચિમ બંગાળમાંથી જ ઉઠયો હતો.  શ્યામાપ્રસાદ મુખર્જીએ અહીંથી એક દેશ- એક બંધારણનું સૂત્ર આપ્યું હતું.

આ મંચ પરથી ગૃહ પ્રધાન અમિત શાહે ફરી એકવાર શ્યામાપ્રસાદ મુખર્જી પર પાર્ટીનું સૂત્ર દોહરાવતા કહ્યુ છે કે જહાં હુએ બલિદાન મુખર્જી વહ કશ્મીર હમારા હૈ. અમિત શાહે કહ્યુ છે કે હિંદુ શરણાર્થીઓને બંગાળ છોડવું નહીં પડે.

તેમણે કહ્યુ છે કે હું તમને સ્પષ્ટ કરવા માગું છું કે અમે એનઆરસી લાવી રહ્યા છીએ, તેના પછી હિંદુસ્તાનમાં એખપણ ઘૂસણખોરને રહેવા દઈશું નહીં. તેમને વીણીવીણીને હાંકી કાઢીશું. ભાજપ સરકાર એનઆરસી પહેલા સિટિજન અમેન્ડમેન્ટ બિલ લાવવાની છે. આ બિલ પ્રમાણે ભારતમાં જેટલા પણ હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી શરણાર્થી આવ્યા છે, તેમને હંમેશા માટે ભારતની નાગરીકતા આપવામાં આવશે.

તેમણે કહ્યુ છે કે શ્યામા પ્રસાદ મુખર્જીની શહાદત બાદ કોંગ્રેસને લાગ્યું કે મામલો હવે સમાપ્ત થઈ ગયો, પરંતુ તેમને ખબર નથી કે અમે ભાજપવાળા છીએ, કોઈ ચીજને પકડીએ છીએ, તો પછી તેને છોડતા નથી. તમે આ વખતે ભાજપની સરકાર બનાવી અને એક જ ઝાટકામાં 370ને ઉખાડી ફેંકી દીધી.

અમિત શાહે કહ્યુ છે કે આ બંગાળના સપૂત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ સૂત્ર પોકાર્યું હતું કે એક દેશમાં બે પ્રધાન, બે વિધાન અને બે સંવિધાન ચાલશે નહીં. ભારતમાતાના આ મહાન સપૂતની ધરપકડ કરવામાં આવી હતી અને રહસ્યમય રીતે તેમનું મૃત્યુ નીપજ્યું હતુ.

અમિત શાહે કહ્યુ છે કે પ. બંગાળની જનતાનું યોગદાન ભાજપને 300થી વધારે બેઠકો અપાવવામાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઝાટકામાં અનુચ્છેદ-370ને ઉખાડી ફેંકી છે. અમિત શાહે કહ્યુ છેકે પ.બંગાળમાં શહીત થનારા ભાજપના કાર્યકર્તાઓનું બલિદાન વ્યર્થ નહીં જાય. રાજ્યમાં ભાજપની બહુમતીની સરકાર બનવા જઈ રહી છે. ભાજપના કાર્યકર્તાઓ પર હુમલા કરાઈ રહ્યા છે.

અમિત શાહે કહ્યુ છે કે પશ્ચિમ બંગાળની જનતા જો પરિવર્તન નહીં કરે, તો ભાજપ 300 બેઠકોથી વધારે પર જીત મેળવવાનું લક્ષ્ય પૂર્ણ કરી શકત નહીં. આ લોકસભા ચૂંટણીમાં પ. બંગાળમાં ભાજપને 18 બેઠકો પર જીત મળી છે. હવે આગામી ચૂંટણીમાં અહીં નિશ્ચિતપણે ભાજપની સરકાર બનવાની છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code