સુષ્મા સ્વરાજની અંતિમ યાત્રા શરુ

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના અવસાનને લઈને સમગ્ર દેશમાં શોક વ્યાપી ગયો છે ત્યારે હાલ લોક લાડીલા નેતા સુષ્મા સ્વરાજની અંતિમ યાત્રા નિકાળવામાં આવી છે,તેમના પાર્થિવ દેહને બીજેપીના કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો ત્યાથી તેમની અંતિમ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે,

આ અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા છે તો થોડી વારમાં લોધી રોડ સ્થિત સ્માશન ગૃહમાં રાજકીય સમ્માનની સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે , આ પહેલા નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી શ્રદ્રાંજલી આપવા માટે તેમના નિવાસ સ્થાન પર પહોંચ્યા હતા, આ સમય દરમિયાન આ બન્ને નેતા સુષ્માજીના પરિવારને મળીને ભાવુક બન્યા હતા ત્યારે દિલ્હી અને હરિયાણા સરકારે બે દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular