- અસ્વસ્થ ખાદ્ય પદાર્થોના વેચાણ અને જાહેરખબરો પર લાગ્યો પ્રતિબંધ
- બાળકો માટે જંક ફૂડ હાનિકારક હોવાથી લેવાયો નિર્ણય
- આ સાથે જ જાહેરખબરો પર પણ પર્તિબંધ લગાવાયો
સમગ્ર દેશની શાળાઓ બહાર સામાન્ય રીતે જંક ફૂડનું વેચાણ કરવામાં આવતું જ હોય છે, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય માટે તે મહદઅંશે હાનિકારક છે, કારણ કે જંક ફૂડથી બાળકનું સ્વાસ્થ્ય નાની વયેજ નબળુ પડી જાય છે.ત્યારે હવે સતર્કતા અને ચાવચેતીના ધોરણે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સીઈઓ અરુણ સિંઘલે આ બાબતે એક મહત્વનો નિર્ણય લીધો છે.
ફૂડ સેફ્ટિ વિભાગના સીઈઓ દ્વારા સ્કૂલ તથા બીજા અનેક શૈક્ષણિક સંસ્થાનોમાં જંક ફુડ તથા અસ્વસ્થ્ય ખોરાકના વેચાણ રોક લગાવવામાં આવી છે .આ સાથે જ સ્કુલ અદંરના પરિસરના 50 મીટરના અંતર સુધી કોઈ પણ પ્રકારના અસ્વસ્થ ખાદ્ય પદાર્થોના વેચાણ અને તેને લગતી જાહેરાતો પર પણ પ્રતિબંધ લગાવી દીઘો છે,આ નિયમનો હવે કડકપણે અમલ કરાવવામાં આવશે જેથી કરીને શાળામાં ભણતા બાળકોનો આહાર સમતોલ રહે અને જેવા તેવા ફૂડથી બાળકોને દુર રાખીને તેમના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખી શકાય.
આ સમગ્ર બાબતે અધિકારીએ કહ્યું કે, આ પ્રતિંબધ લગાવવાથી હવે સ્કુલના બાળકોને સુરક્ષિત અને સંતુલિત આહાર જ ખોરાકમાં મળશે. જે પણ ખાદ્ય ચીજ વસ્તુઓમાં ખુબ જ માત્રામાં ચરબી, સોલ્ટ અને શુગરનું પ્રમાણ રહેલું હોય તેવા તમામ પ્રકારના ખોરાકને સ્કુલોની કેન્ટીન, મેસ કે પછી હોસ્ટેલનું રસોઈ ઘર અને સ્કુલ પરિસરના 50 મીટરના અંતરમાં કોઈને પણ વેચાણ કરવા દેવામાં આવશએ નહી.
ખાસ કરીને બાળકો આજકાલ ફાસ્ટ ફૂડ જેવા કે બર્ગર, પિત્ઝા, કોલ્ડ ડ્રિંક,ચાટ,સમોચા ,બ્રેડથી બનતી વનગીઓ તરફ વળ્યા છે જેને લઈને નાની ઉમરે અનેક બિમારીઓ થવાની શક્યતાઓ રહેલી છે જેથી કરીને આ નિર્ણયને અમલમાં મુકવો જરુરી બન્યો છે, હવેથી કોઈ પણ પ્રકારના ખોરાકના સ્કુલ પાસે કે કેન્ટિનમાં વેચાણ કરવા માટે જે તે લોકોએ લાઈસન્સ લેવું પડશે.
સાહીન-