1. Home
  2. revoinews
  3. AIIMS ના ડોક્ટરની ચેતવણી – ‘હવામાં પ્રદુષણ વધવાથી વધશે કોરોનાનું જોખમ, કોરોનાના કેસમાં થઈ શકે છે વૃદ્ધી’
AIIMS ના ડોક્ટરની ચેતવણી – ‘હવામાં પ્રદુષણ વધવાથી વધશે કોરોનાનું જોખમ, કોરોનાના કેસમાં થઈ શકે છે વૃદ્ધી’

AIIMS ના ડોક્ટરની ચેતવણી – ‘હવામાં પ્રદુષણ વધવાથી વધશે કોરોનાનું જોખમ, કોરોનાના કેસમાં થઈ શકે છે વૃદ્ધી’

0
Social Share
  • હવામાં પ્રદુષણ વધવાથી કોરોનાનું જોખમ વધે છે
  • એમ્સના ડોક્ટરે આપી ચેતવણી
  • પ્રદુષિત વાતાવરણ કોરોનાના કેસમાં વધારો કરે છે

સમગ્ર વિષ્વમાં કોરોનાનો કહરે યથાવત જોવા મળી રહ્યો છે જો કે કેસ વધવાની ગતિ થોડી ઘીમી ચોક્કસ, પડી છએ પરંતુ  વાત પણ નકારી નહી શકાય કે કેસ હજુ વધતા જઈ રહ્યા છે,આ બાબતે ઘણા નિષ્ણાતો પહેલેથી જ કહી ચૂક્યા છે કે કોરોના વાયરસના કેસો શરદીની ઋતુમાં પહેલા કરતાં વધી શકે છે, હવે આ જ બાબતે એઈમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ હવે બીજી એક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, પ્રદૂષણમાં થોડો વધારો પણ કોરોનાના કેસોમાં વૃદ્ધી કરી શકે છે.

કોરોના કેસ વધવાની બાબતે એઈમ્સના ડોક્ટરે કહ્યું કે,પ્રદુષણના સ્તરમાં 2.5નો સામ્નય વધારો પણ કોરોના વાયરસના કેસમાં 8 થી 9 ટકાનો વધારો કરવા માટે જવાબદાર બની શકે છે,કારણે કે, પ્રદુષણ વધવાથી ફેફસાં અને શ્વાસ સંબધિત બિમારીઓમાં વધારો કરે છે જ્યારે હાલ કોરોનાની ઉપસ્થિતિમાં આ બાબત જોખમકારક સાબિત થી શકે છે.તેમણે કહ્યું કે શરદીના મોસમમાં લોકોએ ખુબજ સાવધાન રહેવું પડશે, તેમણે ચીન અને ઈટલીનું ઉદાહરણ આપતાલ કહ્યું કે,ત્યા વાતાવરણમાં પીએમ 2.5 ટકા જ વધ્યું છે ત્યા કોરોનાના કેસમાં પણ  8-9 ટકાનો વધારો થયો છે.

ધ લેન્સેટ મેગેઝિનના એક રિપોર્ટમાં આ બાબત કહેવામાં આવી હતી

22 સપ્ટેમ્બરના રોજ ધ લેન્સેટ મેગેઝિનમાં ચીન અને યુરોપમાં લોકડાઉનથી થતાં વાયુ પ્રદૂષણમાં ઘટાડા અને તેના લાંબાગાળાના તબિયત પર સ્વાસ્થ્ય પરના પ્રભાવ વિશે એક સ્ટડી લેખ પ્રકાશિત થયો હતો. જેમાં જણાવાયું હતુ કે, હવામાં પ્રદૂષણમાં સતત ઘટાડો થવાથી ભવિષ્યમાં રોગચાળો જ નહીં, પરંતુ શ્વસન સંબંધી રોગોને લગતા મૃત્યુઆંકને ઘટાડવામાં મદદ મળી શકે છે.

એઈમ્સના ડોટ્કર ગુલેરીયાએ વાયુ પ્રદુષણ બાબતે આ વાતો જણાવી

વાયુ પ્રદુષણથી ફેફસાંમાં સોજા આવે છે, SARS-COV-2 પણ ફેફસાંને અસર કરે છેજેનાથી પણ સોજા આવે છે, આવી સ્થિતિમામં દેશમાં કેટલીક જગ્યાએ વધતુ વાયુ પ્રદુષણ ગંભીર સંક્રમણ ફેલાવી શકે છે, હવે આપણે સાવધાની વર્તવી પડશે, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને રહાથ સાફ કરવા જેવા પ્રોટોકોલને ગંભીરતાથી લેવા જોઈએ.

 શરદીની ઋતુમાં ઘરમાં વધુ લોકોના રહેવાથી સંક્રમણ સરળતાથી લાગી શકે છે

આ સાથે જ કહ્યું કે , ઠંડીમાં લોકો વધુ ઘરમાં જ રહે છે જેથી ઘધરમાં વધારે લોકો રહેવાથી પણ સંક્રમણ એકબીજામાં સરળતાથી લાગી શકે છે,આ સાથે જ આ ઋતુંમાં શ્વસ્ન વાયરસ પણ સરળતાથી ફેલાઈ શકે છે જેથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી શકે છે.

તહેવારોમાં પણ સંક્રમણનું જોખમ વધું

ડોક્ટરે કહ્યું કે, આવનારા દિવસોમાં તહેવારો ાવી રહ્યા છએ જેથી ભીડભાળ વધવાની શક્ય.તાઓ પુરેપુરી છે ,ભીજભાળ વાળી જગ્યાઓ પર કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ સરળતાથી ફેલાઈ શકે છે,જેથી તહેવારોમનાં કોરોનાના કેસમાં વૃદ્ધી થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.

સાહીન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code