એક્ટ્રેસ કૃતિ સેનન હવે હોલિવૂડની ફિલ્મ ‘કિલ-બીલ’ની હિન્દી રિમેકમાં જોવા મળશે- આ ફિલ્મ અનુરાગ કશ્યપ ડિરેક્ટ કરશે

  • હવે કૃતિ સેનન હોલિવૂડની હિન્દી  રિમેકમાં જોવા મળશે
  • હોલિવૂડની કિલ-બીલની રિમેકમાં કૃતિ કરશે રોલ
  • આ ફિલ્મના ડિરેક્ટર હશે અનુરાગ કશ્યપ

મુંબઈઃ-  બોલિવૂડની અભિનેત્રી કૃતિ સેનને બોલિવૂડમાં થોડા જ સમયમાં ઘણી ફઇલ્મો આપી છે,તાજેતરના સમયમાં તેના પાસે ઘણી ફિલ્મો છે, જેમાં તે અલગ અલગ અવતારમાં જોવા મળી શકે છે. જો કે એક  મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેની  પાસે એક બીજી ફિલ્મ આવી રહી છે,જેનું દિગ્દર્શન અનુરાગ કશ્યપ કરશે. રિપોર્ટ cgpy  અનુરાગ હોલીવુડની જાણીતી એક્શન થ્રિલર ફિલ્મ ‘કિલ બિલ’ની હિન્દી રિમેક માટે કૃતિ સાથે આ ફિલ્મ પર કામ કરવા જઇ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે નિખિલ દ્વિવેદી ફિલ્મના નિર્માતા છે, જ્યારે અનુરાગ પર આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી છે અને નિખિલ દ્વિવેદીએ આ ફિલ્મ કરવા માટે ઘણા સમય પહેલા હિન્દી રિમેકના રાઈટ્સ ખરીદ્યા હતા. બંને લોકડાઉન દરમિયાન ફિલ્મની વાર્તા પર કામ કરી રહ્યા હતા અને હવે તેઓએ અંતિમ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

આ ફિલ્મમાં લીડ હિરોઇનની ભૂમિકા માટે ક્રિતી સનનનો સંપર્ક કરવામાં આવ્યો છે. કૃતિએ આ માટે હા પાડી છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ સાઇન કરશે.ઉલ્લેખનીય છે કે,પ્રખ્યાત ડિરેક્ટર ક્વેન્ટિન ટેરેન્ટિનોની ફિલ્મ સિરીઝ ‘કીલ બિલ 2003 માં આવી હતી. જેમાં ઉમા થુર્મન એ ઘારદાર સફિમેલ ફાઇટરનો રોલ પ્લે કર્યો હતો જે ખૂબ જાણીતી ફિલ્મ બની છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular