એક્ટર વરુણ ધવને વેક્સિનનો પહેલો ડોઝ લીધો, ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને ડોક્ટર્સનો માન્યો આભાર

  • એક્ટર વરુણ ધવને વેક્સિનનો પહેલો ડોઝ લીધો
  • ઈન્સ્ટાગ્રામ પર ફોટો કર્યો શેર

મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર હાલ ઘીમી પડતી જોવા મળી છે, આ સાથે જ કોરોનાને માત આપવા દેશમાં રસીકરણ પણ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે, ત્યારે વેક્સિનનો ડોઝ લેતા અભિનેતાઓ તેમના ફ્રેન્સને પણ વેક્સિન લેવા બાબતે સજાગ કરતા જોવા મળે છે, આ સાથે જ લોકોને વેક્સિન વહેલી તકે લેવાની અપીલ કરી રહ્યા છએ, ત્યારે હવે બોલિવૂડ એક્ટર વરુણ ધવને પણ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો.

મનોરંજનની દુનિયાના ઘણા સ્ટાર્સ એ  કોરોનાની વેક્સિન લઈ લીધી છે. તાજેતરમાં જ અભિનેતા વરૂણ ધવનનું નામ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. વરૂણને શનિવારે કોરોના રસીનો પ્રથમ ડોઝ લેતો ફોટો  ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

34 વર્ષિય અભિનેતા વરૂણ ધવને સર એચએન. ફાઉન્ડેશન હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે એક ફોટો શેર કર્યો છે જેમાં તેમણે પિંક ટી-શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરના કેપ્શનમાં તેમણે લખ્યું છે,વેક્સિનેટેડ, અદભૂત ડોકટરોનો આભાર. હવે ચાહકો તેમના આ ફઓટો પર તર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છએ કે, વર્ષે ડિસેમ્બરમાં વરૂણ ધવન કોરોના વાયરસનો ભોગ બન્યો હતો.

એક્ટર વરુણના કાર્યની જો વાત કરીએ તો તેઓ ટૂંક સમયમાં હવે ‘મિસ્ટર લેલે’ અને ‘જુગ જુગ જીયો’ ફિલ્મોમાં જોવા મળશે, આ પહેલા તેમણે એનેક હિટ ફિલ્મો આપીને દર્શકોના દિલ જીત્યા છે.

RELATED ARTICLES

Most Popular