Homerevoinewsઆમિર ખાનના તલાક બાદ દિકરી આઈરા એ ઈન્સ્ટા પર પોસ્ટ શેર કરી,...

આમિર ખાનના તલાક બાદ દિકરી આઈરા એ ઈન્સ્ટા પર પોસ્ટ શેર કરી, જાણો શું કહ્યું આઈરા એ કે પોસ્ટ થઈ રહી છે વાયરલ

  • આમીરના તલાક બાદ દિકરી આઈરાએ પોસ્ટ શેર કરી
  • આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

 

મુંબઈઃ-  બોલિવૂડમાં મિસ્ટર પરફેક્ટનિસ તરીકે જાણીતા બનેલા આમીરખાને તેમની પત્ની કિરણ રાલ સાથે શનિવારના રોજ છૂટાછેડા લઈને તેમના ચાહકોને આશ્ચર્ચમાં મૂક્યા હતા, તેમના તલાકને લઈને અનેક લોકો  દુખી થયા તો કેટલાક લોકોએ તેમના આ નિર્ણયને માન આપ્યું, આ કપલે જુદા પડતા વખતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ એક સારા મિત્રો રહેશે અને આ એક નવી શરુઆત તરીકે તમારે લેવી જોઈએ, ત્યારે હવે આમિરની પુત્રી આઈરાએ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શરે કરી છે.જે હવે ખૂબ વાયરલ થઈ રહી છે.

જાણો આઈરા એ શું પોસ્ટ કરી જે વાયરલ થઈ

આમિર ખાનની દિકરી આઈરા ફિલ્મોથી દૂર છે પરંતુ સેલિબ્રિટી કિડ હોવાના કારણે તે ચર્ચામાં સતત રહે છે. સોશિયલ મીડિયા પર તેની જોરદાર ફેન ફોલોઇંગ જોવા મળે છે. હવે જ્યારે આમિર અને કિરણના છૂટાછેડા બાદ  આઈરાએ પહેલી પોસ્ટ પોસ્ટ કરી ત્યારે તે ચર્ચામાં આવી છે. થોડા જ કલાકોમાં તેની આ પોસ્ટ વાયરલ થઈ ગઈ.

આઈરાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે – ‘ આગળનો રિવ્યૂ કાલે ! હવે પછી શું થવાનું છે? તેની આ પોસ્ટ પછી ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે તે આવતીકાલે કઇ વાતો વિશે વાત કરશે.

વિતેલા દિવસને રવિવારે આ કપલનો એક વીડિયો સામે આવ્યો છે,જેમાં પોતાના ચાહકો સામે તેમણે પોતાની વાતની રજુ કરી છે, આ વીડિયોમાં આમિર ખાન કહે છે, કે “ તમને લોકોને દુખ પણ થયું હશે,  સારુ પણ નહી લાગ્યું હોય આશ્ર્ચ પણ લાગ્યું હશે, અમે બસ તમને એટલું કહેવા માંગીએ છીએ કે  અમે બન્ને ખૂબ જ ખુશ છીએ અને એક પરિવાર છીએ, અમારા સંબંધમાં બદલાવ આવ્યો છે પરંતુ અમે બન્ને એક બીજાની સાથએ જ છીએ તો તમે ક્યારેય એવું ન વિચારતા”

RELATED ARTICLES

Most Popular

Recent Comments