1. Home
  2. revoinews
  3. રાજસ્થાનમાંથી ISIને માહિતી પહોંચાડતા અકે  જાજૂસની ઘરપકડ કરવામાં આવી
રાજસ્થાનમાંથી ISIને માહિતી પહોંચાડતા અકે  જાજૂસની ઘરપકડ કરવામાં આવી

રાજસ્થાનમાંથી ISIને માહિતી પહોંચાડતા અકે  જાજૂસની ઘરપકડ કરવામાં આવી

0
Social Share
  • રાજસ્થાનમાંથી ISIને માહિતી પહોંચાડતા   જાજૂસની ઘરપકડ
  • ગુપ્ત માહિતી પાકિસ્તાન એજન્સીને આપતો હતો
  • જાસુસની ઓળખ રોશન લાલ તરીકે થઈ છે

પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરી રહેલા એક વ્યક્તિની રાજસ્થાનના બાડમેરમાં એટીએસ અને સીઆઇડીબીઆઇની ટીમે ધરપકડ કરી લીધી છે. પકડાયેલા વ્યક્તિનું નામ રોશન લાલ ભીલ  જણવા મળ્યું છે. 35 વર્ષિય રોશન લાલ લાંબા સમયથી ભારતની વ્યૂહાત્મક માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને મોકલી રહ્યો હતો.

રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં, આઈએસઆઈ દેશની ગુપ્ત અને વ્યૂહાત્મક માહિતી મેળવવા માટે વિવિધ યુક્તિઓ અપનાવીને પોતાનું સ્થાન મજબુત બનાવી રહી છે. આઈએસઆઈના નિશાના પર  એવા લોકો છે કે. જે પોતાના સંબંધીઓને મળવા પાકિસ્તાન આવતા હોય છે, આઈએસઆઈ આવા લોકોને ફસાવે છે અને તે પછી તેમની પાસેથી ગુપ્ત માહિતી મેળવે છે.

આવા જ એક કેસમા એટીએસ અને સીઆઈડીબીઆઇ પોલીસે બાડમેર જિલ્લાના બિજરાડ પોલીસ સ્ટેશનને  મળેલી ગુપ્ત માહિતીના આધારે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરવા માટે એક ડિટેક્ટીવ રોશન ભીલની ધરપકડ કરી હતી.

હાલ રાજસ્થાન સહીતની બીજી ગુપ્ત એજન્સી આરોપીને જયપુર લાવી છે અહીં તેની પુછપરછ કરવામાં આવી રહી છે, એજન્સી દ્વારા એ માહિતી મેળવવામાં આવી રહી છે કે છેલ્લા કેટલા વર્ષથી આ વ્યક્તિ પાકિસ્તાનને માહિતી પહોંચાડતો હતો, ભારતમાં તેના કોની-કોની સાથે કોન્ટેક છે તે અંગે આગળની તપાસ હાથ ઘરવામાં આવી રહી છે.

 

સાહીન-

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code