1. Home
  2. revoinews
  3. ચીનની ધમકીને ભારતનો જવાબ, 2 દિવસમાં સંહારક હથિયારોનું કર્યું પરીક્ષણ
ચીનની ધમકીને ભારતનો જવાબ, 2 દિવસમાં સંહારક હથિયારોનું કર્યું પરીક્ષણ

ચીનની ધમકીને ભારતનો જવાબ, 2 દિવસમાં સંહારક હથિયારોનું કર્યું પરીક્ષણ

0
Social Share
  • પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલી તંગદિલી વચ્ચે ભારતે સૈન્ય ક્ષમતાનું કર્યું પ્રદર્શન
  • ભારતે સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરતાં 2 દિવસમાં નેવીના 2 સંહારક હથિયારોનું કર્યું પરીક્ષણ
  • ભારતે સમુદ્રમાં INS પ્રબળ એન્ટિન શિપ મિસાઇલનું કર્યું હતું પરીક્ષણ

નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલી તંગદિલી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભારત પોતાની સૈન્ય ક્ષમતાઓનું પ્રદર્શન કરી રહ્યું છે. ચીનની નૌ સેનાને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે છેલ્લા 2 દિવસમાં નેવીના બે સંહારક હથિયારોનું સફળ પરીક્ષણ કર્યું છે. જે યુદ્વની સ્થિતિમાં ચીનની મુરાદો પર પાણી ફેરવી શકે છે.

ચીન ઘણા સમયથી પોતાના વિસ્તારવાદી ષડયંત્રને લઇને ચર્ચામાં છે. આ વચ્ચે ભારતે અરબ સાગરમાં એન્ટી શિપ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણની તસવીર જોઇને દુશ્મનની ઊંઘ ઉડી જશે. INS પ્રબલ કોઇપણ સમયે દુશ્મન પર પ્રહાર કરવા માટે સજ્જ છે.

ભારતે INS પ્રબળ એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ વીજળીની ગતિથી દુશ્મન દેશના જહાજ પર હુમલો કરે છે. જ્યાં સુધી દુશ્મન આ હુમલાને જાણી શકે ત્યાં સુધીમાં તો તેનો કચ્ચરધાણ બોલાઇ જાય છે. આ મિસાઇલ ટાર્ગેટને એ રીતે નષ્ટ કરી શકે છે કે, તે યુદ્વ જહાજ થોડા દરિયાઇ અંતર પણ આવરી શકાતા નથી.

આપને જણાવી દઇએ ભારતીય નૌસેનાની બાહુબલી ગણાતી INS પ્રભળ એન્ટિ શીપ મિસાઇલને 11 એપ્રિલ 2002ના રોજ નેવીમાં સામેલ કરવામાં આવી હતી. આ યુદ્વ જહાજ સમુદ્રમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. આ મલ્ટીપર્પઝ યુદ્વ જહાજો છે. તેનો ઉપયોગ દરિયાઇ વિસ્તારની સલામતી અને યુદ્વમાં થઇ શકે છે.

મહત્વનું છે કે, થોડાક દિવસ પહેલા ભારતની તાઇવાન સાથેની મિત્રતાને લઇને ચીને ભારતને ધમકી આપી હતી કે જો ભારત તાઇવાન સાથે મિત્રતા વધારશે તો તે ભારતને મહાસાગરમાં ઘેરી લેશે. પરંતુ આ ધમકી બાદ ભારતે સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરીને ચીની ધમકીને જડબાતોડ જવાબ આપ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code