1. Home
  2. revoinews
  3. કોરોના સારવાર પ્રોટકોલની દેશમાં ફરી થશે સમીક્ષા- હાલ આ દવાઓ થકી થઈ રહી છે સારવાર
કોરોના સારવાર પ્રોટકોલની દેશમાં ફરી થશે સમીક્ષા- હાલ આ દવાઓ થકી થઈ રહી છે સારવાર

કોરોના સારવાર પ્રોટકોલની દેશમાં ફરી થશે સમીક્ષા- હાલ આ દવાઓ થકી થઈ રહી છે સારવાર

0
Social Share
  • કોરોના સારવાર બાબતે થશે સમીક્ષા
  • કોરોના સારવાર પ્રોટોકોલમાં થી શકે છે ફેરફાર
  • Who રિપોર્ટમાં રેમડેસિવિરને ઈલાજ માટે નિષ્ફળ ગણાવી હતી

ભારતીય આરોગ્ય અધિકારીઓએ કોરોનાની સારવાર માટે અમલમાં મૂકવામાં આવેલા પ્રોટોકોલની ફરીથી સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવેલા મોચા પરિક્ષણોના પરિણામો બાદ જાણવા મળ્યું કે, સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી ચાર દાવાઓ એવી છે કે જેને કોરોનાના સારવારમાં ખુબ જ નહીવત અસર જોવા મળે છે અને મડત્યુને અટકાવવામાં અસફળ રહી છે.

કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, આગામી સંયુક્ત ટાસ્ક ફોર્સ બેઠકમાં પ્રોટોકોલની સમીક્ષા કરવામાં આવશે. તેની અધ્યક્ષતા એનઆઈટીઆઈ આયોગના હેલ્થ મેમ્બર ડો.વીકે પોલ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવ કરશે.

આ અંગે ડો.ભાર્ગવે કહ્યું, ” હા એ વાત સાચી છે કે, અમે નવા પુરાવાના પ્રકાશમાં ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ પર ફરીથી એક વખત  વિચાર કરીશું.” જ્યાં એચસીક્યુને ભારતના ડ્રગ ડ્રગ કંટ્રોલર જનરલ સામાન્ય રીતે બિમાર કોરોનાના દર્દીઓમાં ઓફ લેબલના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. છે.તે સાથે જ ઇમરજન્સી ઉપયોગ માટે ઓથોરિટી હેઠળ રેમેડિસિવિરને મંજૂરી આપવામાં આવી છે.

WHO ના સોલિડેરિટી ટ્રાયલ નામ વાળા સંશોધન જણાવવામાં આવી આ બાબતો

  • 30 દેશોની 405 હોસ્પિટલોને હવે આ દવાઓની અસરકારકતા પર શંકા છે.
  • આ માહિતી કોરોના વાયરસની સારવાર લઈ રહેલા 11,266 પુખ્ત વયના લોકોના આધારે તૈયાર કરવામાં આવી છે.
  •  જેમાંથી 2,750 લોકોને રેમડેસિવિર આપવામાં આવી હતી
  • 954 એચસીક્યુ આપવામાં આવી હતી
  •  1,411 લોપિનવિર આપવામાં આવી હતી
  •  651 લોકોને ઇન્ટરફેરોન પ્લસ લોપિનાવીર આપવામાં આવી હતી
  • 1,412 લોકોને માત્ર ઇન્ટરફેરોન  જ આપવામાં આવી હતી
  •  4,088 લોકોને કોઈ પણ પ્રકારના અભ્યાસ વગર સારવાર કરવામાં આવી છે.

ભારત પણ આ પરીક્ષણોનો એક ભાગ હતો જેમાં કુલ ચાર દવાઓનું પરીક્ષણ કરાયું હતું. દેશમાં આ પરિક્ષણનું સંકલન કરનાર આઇસીએમઆર મુજબ, 15 ઓક્ટોબર, 2020 સુધીમાં 937 પ્રતિયોગી સાથે 26 સક્રિય સ્થાનો પરથી ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા.

આઇસીએમઆરએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મધ્યગાળાના પરિણામોથી  જાણવા મળતી માહિતી પ્રમાણે આ અભ્યાસ કરવામાં આવેલી 4 દવાઓમાં એક પણ દવા કોરોનામાં મૃત્યુદર ઘટાડવામાં કારગાર સાબિત નથી થતી.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code