Homerevoinewsધ બિગ બુલમાં ઈલિયાનાનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

ધ બિગ બુલમાં ઈલિયાનાનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

  • અભિષેક બચ્ચનની ધ બિગ બુલ માં ઇલિયાનો ફર્સ્ટ લુક આઉટ
  • બિગ બુલ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે રિલીઝ
  • ઇલિયાનાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો લુક

અભિષેક બચ્ચનની ફિલ્મ ધ બિગ બુલ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં અભિષેકની સાથે ઇલિયાના ડિક્રુઝ, નિકિતા દત્તા અને સોહમ શાહ પણ જોવા મળશે. ફિલ્મમાંથી ઇલિયાના ડિક્રુઝનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. ઇલિયાનાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે

ઇલિયાના ડિક્રુઝે ફિલ્મ ધ બિગ બુલમાંથી પોતાનો લુક શેર કરતી વખતે લખ્યું કે, ધ બિગ બુલની દુનિયાનો હિસ્સો બનવા માટે ઉત્સાહિત: એ માણસ જેણે ભારતને સપનાઓ વહેચ્યા..ધ બિગ બુલ એક ક્રાઈમ ડ્રામા છે જેમાં દેશના આર્થિક તાણા વાણાનો જલ્દી ખુલાસો થશે..

બિગ બુલ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી. હજુ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થવાનું બાકી છે. ફિલ્મના નિર્માતાઓ ટૂંક સમયમાં શૂટિંગ ફરી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ફિલ્મ અજય દેવગણ અને આનંદ પંડિતે પ્રોડ્યુસ કરી છે. અને કુકી ગુલાટીએ ડાયરેક્ટ કરી છે.

_Devanshi

RELATED ARTICLES

Most Popular

Recent Comments