- સૈનિકોને બે જોડી શૂઝ માટે પણ જોવી પડે છે રાહ
- હૅવી અને લાઈટ કૉમ્બેટ શૂઝ યોજના
- આ યોજના રક્ષામંત્રી ઉરુસુલા વૉન ડેર લીયન દ્રારા શરુ કરવામાં આવી
- આ યોજના નિષ્ફળ રહેતા સરકારે શૂઝના અભાવનો હવાલો આપ્યો
- જર્મની સરકારે શૂઝના ઉત્પાદન કર્તાઓની નિષ્ફળતા ગણાવી
- જર્મન આર્મી પાસે જરૂરી ઉપકરણોનો અભાવ
બર્લિનઃ-જર્મન સેના હાલમાં શૂઝના અભાવ સામે જઝૂમી રહી છે.દેશના રક્ષામંત્રાલયે વાતની સ્પષ્ટતા કરી હતી. એટલું જ નહી સેનાને શૂઝ આપવાના સમય 2 વર્ષ સુધી લંબાયો છે,સરકારે કહ્યું કે સેનાને 2022 સુધીમાં શૂઝની કમી પુરી થઈ જશે.
સંસદ દ્વારા પૂછવામાં આવેલા સાલના જવાબમાં રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે,સૈનિકોને 2 જોડી હેવી કૉમ્બેટ અને એક જોડી લાઈટ કૉમ્બેટ બૂટ આપવામાં આવે છે,પરંતુ શૂઝનું ઉત્પાદન સિમીત હોવાના કારણે તેમની માંગ સમયસર પુરી થઈ શકી નથી.ફ્રી ડેમોક્રેટિક પાર્ટીની સાંસદ મૈરા-એગ્નેસ જીમરમૈનએ જણાવ્યું હતું કે, પરિયોજના 2016માં શરુ થી હતી, તેને 2020 સુધી પુરીરીતે લાગુ કરવાની હતા પરંતુ હવે સમય મર્યાદા વધારીને 2022 સુધી કરી દેવામાં આવી છે.
કેટલાકને હેવી તો ક્ટલાક સૈનિકોને લાઈટ કૉમ્બૈટ શૂઝ મળ્યા
એક લાખ 80 હજાર સૈનિકોમાંથી એક લાખ 60 હજાર સૈનિકોને હૅવી કૉમ્બેટ શૂઝની જોડી મળી છે. તેઓને હજુ પણ 2 જોડી શૂઝ મળવાના બાકી છે. 31 હજાર સૈનિકોને માત્ર કૉમ્બેટ શૂઝ મળી શક્યા છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે કેટલા સૈનિકોને શૂઝનો સંપૂર્ણ સેટ મળ્યો છે, તો તેમણે કહ્યું કે થોડાક જ એવા સૈનિકો છે કે જેમને સંપુર્ણ શૂઝનો સેટ મળ્યો છે.
હૅવી અને લાઈટ કૉમ્બેટ શૂઝ વાળી યોજના જર્મનીના રક્ષામંત્રી ઉરુસુલા વૉન ડેર લીયન દ્રારા શરુ કરવામાં આવી હતી ત્યારે આ યોજનાની આલોચના તે માટે થી રહી છે કે, શૂઝનું ઉત્પાદન ઓછુ હોવાને કારણે સૈનિકોને સમયસર શૂઝ નથી મળી શકતા તો સરકાર આ યોજનાની નિષ્ફળતાને શૂઝના ઉત્પાદન કર્તાઓના નિષ્ફળતા ગણાવે છે.
કેટલીક અન્ય વસ્તુઓના કારણે પર જર્મનીની ઈમેજ ખરાબ થઈ છે.
સૈનિકોને શૂઝ ન મળવાની ચર્ચાએ જર્મનીના સમાચારોમાં જોર પક્ડ્યું છે તે સાથે સાથે ખરાબ હાર્ડવેરે પણ જર્મનીની છાપ અનેય દેશોમાં ખરાબ કરી છે,ક વાર જર્મની લડાકુ વિમાનને ઉડાન ભર્યા પછી તે માટે ઉતારી લેવામાં વ્યું હતું કારણ કે ,તેના સ્ક્રૂઓ ઢીલા થઈ ગયા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં, લશ્કરી ઇન્સ્પેક્ટર જનરલ એબરહાર્ડ જૉને કહ્યું હતું કે જર્મન આર્મી પાસે જરૂરી ઉપકરણોનો અભાવ છે. વર્તમાન પરિસ્થિતિમાં, હથિયારોની તંગી 2031 સુધી દૂર થશે.