1. Home
  2. revoinews
  3. લોન્ચ પછી ચંદ્ર સુધી પહોંચવામાં ચંદ્રયાન-2ને કરવો પડશે આ 7 પડકારોનો સામનો
લોન્ચ પછી ચંદ્ર સુધી પહોંચવામાં ચંદ્રયાન-2ને કરવો પડશે આ 7 પડકારોનો સામનો

લોન્ચ પછી ચંદ્ર સુધી પહોંચવામાં ચંદ્રયાન-2ને કરવો પડશે આ 7 પડકારોનો સામનો

0
Social Share

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ ચંદ્રયાન-2 મિશનના પડકારો વિશે જણાવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય વૈજ્ઞાનિક ચંદ્રયાન-2ને લોન્ચ કર્યા પછી તેને ચંદ્ર પર લેન્ડ કરાવવા સુધી કેવી સમસ્યાઓ સામે ઝઝૂમવાના છે. જોકે, વૈજ્ઞાનિકોએ વિશ્વાસ દર્શાવ્યો છે કે તેઓ આ તમામ પડકારોને પૂરાં કરી લેશે. ચંદ્રયાન-2ને 9થી 16 જુલાઈની વચ્ચે છોડવામાં આવશે.

સાત પ્રકારના પડકારો ચંદ્રયાન-2ના સફરમાં આવશે સામે

પહેલો પડકાર: સટીક રસ્તા પર લઈ જવા

લોન્ચના સમયે ધરતીથી ચંદ્રનું અંતર આશરે 3,48,400 કિમી હશે. આટલા લાંબા સફર માટે સૌથી જરૂરી હશે યોગ્ય રસ્તા (ટ્રેજેક્ટરી)ની પસંદગી કરવી, કારણકે યોગ્ય ટ્રેજેક્ટરીથી ચંદ્રયાન-2ને ધરતી, ચંદ્ર અને રસ્તામાં આવતી અન્ય વસ્તુઓની ગ્રેવિટી, સૌર વિકિરણ અને ચંદ્રના ઘૂમવાની ગતિની અસર ઓછી પડશે.

બીજો પડકાર: ઊંડા અંતરિક્ષમાં સંચાર

ધરતીથી વધારે અંતર હોવાને કારણે રેડિયો સિગ્નલ મોડેથી પહોંચશે. જવાબ પણ મોડો મળશે. સાથે જ અંતરિક્ષમાં થતા અવાજ પણ સંચારમાં વિઘ્ન પહોંચાડશે.

ત્રીજો પડકાર: ચંદ્રની કક્ષામાં પહોંચવું

ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષામાં પહોંચવું સરળ નહીં હોય. સતત બદલાતા ઓર્બિટલ મૂવમેન્ટના કારણે ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષામાં પહોંચવા માટે વધારે સટીકતાની જરૂર પડશે. તેમાં ઘણા ઇંધણનો ખર્ચ થશે. યોગ્ય કક્ષામાં પહોંચવા પર જ નક્કી જગ્યાએ લેન્ડિંગ થઈ શકશે.

ચોથો પડકાર: ચંદ્રની કક્ષામાં ફરવું

ચંદ્રયાન-2 માટે ચંદ્રની ચારેય તરફ ચક્કર લગાવવું પણ સરળ નહીં હોય. તેનું મોટું કારણ છે કે ચંદ્રની ચારેબાજુ ગ્રેવિટી બરાબર નથી. તેનાથી ચંદ્રયાન-2ના ઇલેક્ટ્રોનિક્સ પર અસર પડે છે. એટલે ચંદ્રની ગ્રેવિટી અને વાતાવરણની પણ બારીકાઈથી ગણના કરવી પડશે.

પાંચમો પડકાર: ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ

ઇસરો વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ચંદ્રમા પર ચંદ્રયાન-2ની સામે રોવર અને લેન્ડરની સોફ્ટ લેન્ડિંગ સૌથી મોટો પડકાર છે. ચંદ્રની કક્ષાથી દક્ષિણી ધ્રુવ પર રોવર અને લેન્ડરને આરામથી ઉતારવા માટે પ્રોપલ્શન સિસ્ટમ અને ઓનબોર્ડ કોમ્પ્યુટરનું કામ મુખ્ય રહેશે. આ તમામ કામો ઓટોમેટિકલી થશે.

છઠ્ઠો પડકાર: ચંદ્રમાની ધૂળ

ચંદ્રની સપાટી પર અનેક ખાડાઓ, પથ્થર અને ધૂળ છે. જેવું લેન્ડર ચંદ્રની સપાટી પર પોતાની પ્રોપલ્શન સિસ્ટમ ઓન કરશે, ત્યાં ઝડપથી ધૂળ ઉડશે. ધૂળ ઉડીને લેન્ડરના સોલર પેનલ પર જમા થઈ શકે છે, તેનાથી પાવર સપ્લાય અટકી શકે છે. ઓનબોર્ડ કોમ્પ્યુટરના સેન્સર્સ પર અસર પડી શકે છે.

સાતમો પડકાર: બદલતું તાપમાન

ચંદ્રનો એક દિવસ અથવા રાત ધરતીના 14 દિવસ બરાબર હોય છે. તેના કારણે ચંદ્રની સપાટી પર તાપમાન ઝડપછી બદલાય છે. તેનાથી લેન્ડર અને રોવરના કામમાં વિઘ્ન આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code