નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામોના એલાનને હવે એક દિવસથી પણ ઓછો સમય બાકી છે. પરંતુ હાલ એક્ઝિટ પોલ્સ પ્રમાણે એનડીએની સરકારને ફરીથી સત્તામાં જોવાની સંભાવનાઓની ચર્ચાઓ ચાલી રહી છે. ભલે એક્ઝિટ પોલ્સમાં ભાજપ અને એન્ડીએને સરસાઈ મળતી દેખાડવામાં આવી હોય, પરંતુ આના ઈતિહાસ પર નજર નાખીએ તો ખરો રોમાંચક તબક્કો તો 23 મેના રોજ વાસ્તવિક પોલ્સ રિઝલ્ટ વખતે જોવા મળશે. એવું ઘણીવાર સાબિત થયું છે કે એક્ઝિટ પોલ્સના મુકાબલે પરિણામો ખાસા વિરોધાભાસી રહ્યા હોય અથવા તેમા ઘણું અંતર રહ્યું હોય.
અટલ બિહારી વાજપેયીની સરકાર 2004માં વાપસી કરશે તેવી સંભાવના લગભગ તમામ એક્ઝિટ પોલ્સે દર્શાવી હતી. એક્ઝિટ પોલ્સમાં એનડીએ સૌથી મોટા ગઠબંધન તરીકે ઉભરવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ જીતની બાજી યુપીએના હાથમાં લાગી અને ડૉ. મનમોહનસિંહ વડાપ્રધાન બન્યાહતા. તેવી રીતે 2009માં મોટાભાગના સર્વેમાં યુપીએની જીતનું અંતર ઘણું ઓછું આંકવામાં આવ્યું હતું.
એક્ઝિટ પોલ સર્વેમાં ઘણાં ઓછા વોટર્સનો અભિપ્રાય લેવામાં આવે છે, જે પુરી વસ્તીનું પ્રતિનિધિત્વ ગણી શકાય નહીં. નાનકડી સેમ્પલ સાઈઝ હોવાના કારણે જો કોઈ એક ચૂક પણ થાય છે, તો પછી તેની પરિણામો પર મોટી અસર થઈ શકે છે. તેના સિવાય મોટી વાત એ છે કે આ પોલ્સને પાર્ટીઓના વોટ પ્રતિશત જાણવા માટે ડિઝાઈન કરવામાં આવે છે. તેમા સીટ શેયરિંગની વાત હોતી નથી. વોટ શેયર કેટલા સીટ શેયરમાં કન્વર્ટ થાય છે, તેનું અનુમાન લગાવવું મુશ્કેલ હોય છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે બહુકોણીય મુકાબલો હોય છે, તો પછી વોટ શેયરના આધારે સીટ શેયરનો અંદાજ ખાસો મુશ્કેલ બની જાય છે.
જો એક્ઝિટ પોલ્સ તરફથી લગાવવામાં આવેલા અનુમાન ખોટા સાબિત થાય છે, તો પછી નાના-નાના બહાના સાંભળવા માટે તૈયાર રહો. જેવું કે ભ્રમિત વોટરના પ્રેફરન્સ મળવા, ભાગ લેનાર દ્વારા ખોટા જવાબ, સેમ્પલિંગ એરર અથવા તો પછી સામાન્ય લોકોની અપેક્ષા પ્રમાણેના અભિપ્રાય જોવા માટે કરવામાં આવેલું રેશનલાઈઝેશન. આવી ઘણી ખામીઓ અથવા ચૂક હોય છે. જેના કારણે એક્ઝિટ પોલ્સ અને વાસ્તવિક પરિણામોમાં ખાસું અંતર હોય છે.
ચૂંટણી પંચ બુધવારે એ વાતનો નિર્ણય કરશે કે પહેલા વીવીપેટ સ્લિપ્સની ગણતરી કરવી જોઈએ અથવા તો પછી ઈવીએમની ગણતરી થવી જોઈએ. દરેક લોકસભા બેઠક પર ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કોઈ પાંચ પોલિંગ બૂથના ઈવીએમ વોટોનું મિલાન વીવીપેટ સાથે કરશે.
મહત્વપૂર્ણ છે કે મંગળવારે 22 વિપક્ષી દળોના નેતાઓએ ચૂંઠણી પંચ સમક્ષ માગણી કરી હતી કે વીવીપેટ સ્લિપ્સની પહેલા ગણતરી થવી જોઈએ, જેથી જો ક્યાંય કેટલીક ગડબડ હોય, તો પછી તમામ પોલિંગ સ્ટેશનો પર ઈવીએમ સાથે વીવીપેટનું મિલાન કરવામાં આવે.