હવામાન વિભાગ દ્વારા જે ડર વ્યક્ત કરવામાં આવ્યો હતો, તે આખરે સાચો સાબિત થયો છે. ફોની વાવાઝોડું શુક્રવારે સવારે ઓડિશાના સમુદ્રી તટ સાથે ટકરાયું છે. સવારે નવ વાગ્યે ફોની વાવાઝોડું 245 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પુરી પહોંચ્યું હતું.
તે વખતે સમુદ્રી તટ પાસે વૃક્ષો, ઝૂંપડી અને કાચા મકાન બધું ઉડી ગયું હતું.. એડિશાથી સતત વાવાઝોડાંની રુવાડાં ઉભા કરી દેતી ડરામણી તસવીરો સામે આવી રહી છે.
આમાની કેટલીક તસવીરો અને વીડિયો જોવો, જે તમને જણાવશે કે આખરે આ ફોની વાવાઝોડું કેવી રીતે ઓડિશાના સમુદ્રી તટો પર તબાહી મચાવી રહ્યું છે.
ફોની જ્યારે પુરી પહોંચ્યું તો આસપાસના વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી, ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં પણ પવનની ઝડપ 175 કિલોમીટર પ્રતિ કલાકને પાર પહોંચી હતી.
કંઈક આવી રીતે ઓડિશાના પુરીના સમુદ્રીતટ પર ફોની વાવાઝોડું ટકરાયું
ફોનીના કારણે તટવર્તી વિસ્તારોના વૃક્ષો મૂળમાંથી ઉખડી રહ્યા છે, ત્યાં આવેલા કાચા મકાનો પણ ધ્વસ્ત થવાનો ખતરો સતત વધી રહ્યો છે.
પુરીથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે, જેમાં તેમણે ફોની વાવાઝોડાંના તાંડવનો ચિતાર રજૂ કરવાની કોશિશ કરી છે. તેમણે લખ્યુ છે કે ફોની વાવઝોડા દરમિયાન પવનના સૂસવાટા સંભળાઈ રહ્યા છે, તે તેમને 1999ના સુપર સાયક્લોનની યાદ અપાવે છે.
સરકારી એજન્સી પીઆઈબી પણ સાયક્લોન ફોની સાથે જોડાયેલા ઘણાં વીડિયોને શેયર કરી ચુક્યુ છે. જેમાં ભારે પવનને કારણે વૃક્ષો લહેરાતા દેખાઈ રહ્યા છે.
એજન્સીઓ અને નેતાઓ સિવાય સામાન્ય લોકો પણ ઓડિશામાં આવેલા વાવાઝોડાંના વીડિયો અને તસવીરો શેયર કરી રહ્યા છે