સલમાન ખાન બાદ હવે કેઆરકે એ વિદ્યા બાલનની ફિલ્મ ‘શેરની’ પર સાધ્યું નિશાનઃ- ટ્વિટ કરીને ફિલ્મને ગણાવી નાની

  • કેઆરકે ફરી વિવાગદમાં સપડાયો
  • વિદ્યા બાલનની ફિલ્મ શેરનને કહી નાની ફિલ્મ
  • આ પહેલા સલમાનની ફિલ્મ પર રિવ્યૂ માટે વિવાદ સર્જાયો હતો

મુંબઈઃ- અભિનેતા અને ફિલ્મ વિવેચક કમલ રાશિદ ખાન હંમેશાં તેમના નિવેદનોને લઈને વિવાદ અને ચર્ચામાં માટે જાણીતા છે. પ્રખ્યાત કેઆરકે ઘણા સમયથી તેમની ફિલ્મોની સમિક્ષાને લઈને હેડલાઇન્સમાં રહ્યા છે. અભિનેતા સલમાન ખાન, મિકા સિંહ અભિનેત્રી વિદ્યા બાલન સાથે તેમણે જંગ છેડી છે. કેઆરકેએ વિદ્યાની ફિલ્મ શેરનીને નકામી ગણાવી છે.

કમલ આર ખાન હંમેશાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે વિવાદિત નિવેદનો માટે જાણીતો છે. આવી સ્થિતિમાં હવે કમાલે તાજેતરમાં જ રિલીઝ થયેલી વિદ્યા બાલનની ફિલ્મ શેરની નિશાન સાધ્યું છે, ત્યારબાદ યુઝર્સે તેમને ઘણું સાચુ ખોટૂં સંભળાવ્યું છે.

કમલ આર ખાને તાજેતરમાં જ વિદ્યા બાલનની રિલીઝ થયેલી ફઇલ્મ શેરનીને નાની ફિલ્મ ગણાવી છે, કેઆરકેએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેમના ચાહકો તેમને શેરની ફિલ્મની સમિક્ષા માટે પૂછી રહ્યા છે,પરંતુ તે તેમને પોતાના સમય માટે યોગ્ય નથી માનતા.

કમલે લખ્યું છે કે ઘણા લોકો મને શેરની ફિલ્મની સમીક્ષા કરવા માટે કહે છે. ચાહકો મહેરબાની કરીને નોંધ લે, હું આ પ્રકારની નાની ફિલ્મો જોતો નથી અથવા સમીક્ષા કરતો નથી અથવા વાત કરતો નથી.કારણ કે હું #ThebrandKRK વિશ્વનો નંબર 1  આલોચક #DrKRK છું.

કમલ આર ખાનનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટ પર ચાહકો કમલ પર જોરદાર વાર કરી રહ્યા છે.  વિદ્યા બાલનના ચાહકો તેની આ ટિપ્પણીથી ખુશ નથી. ટ્વિટર પર હવે કેઆકરે ટ્રોલ થી રહ્યા છે. યૂઝર્સ તેઓને ખૂબ સંભળાવી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular