કેન્દ્ર સરકાર દ્રારા જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જો હટાવવા અને રાજ્યને બે લગ લગ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યો બાદ આઠ પૂર્વ મંત્રીઓ સહિત ઓછામાં ઓછા 20 દિગ્ગજ વિપક્ષના નેતાઓ જમ્મુમાં પોતાના ઘરોમાં નજરકેદ છે, જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ, જીતેન્દ્રના નાના ભાઈ દેવેન્દ્ર રાણાનો પણ સમાવેશ થાય છે, રાણા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કૉન્ફોરન્સના નેતા, ઉમર અબ્દુલ્લાના પુર્વ રાજનૈતિક સલાહકાર છે, આ ઉપરાંત નેશનલ કૉન્ફોરન્સ ,પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, કોંગ્રેસ અને જમ્મુ કાશ્મીર નેશનલ પૈંથર્સ પાર્ટીના પ્રમુખ વ્યક્તિ પણ છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્રારા સંપર્ક કરવા પર, વરિષ્ટ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે કે,આમાથી કોઈ પણ નેતાને ‘હાઉસ અરેસ્ટ’ હેઠળ રાખવા માટે કોઈ પણ પ્રકારનો આદેશ આપવામાં નહોતો આવ્યો, પરંતુ ધ ઈન્ડિયન એક્સપ્રેસે જમ્મુમાં આ નેતોઓમાંથી ઓછામાં ઓછા પાંચ નેતાઓના ઘરે નજર રાખી હતી કારણ કે જેથી કરી ખબર પડી શકે કો તેઓ અંદર કઈ હાલતમાં છે, ત્યારે દરેક મુલાકાતીઓની પોલીસ દ્રારા પુછપરછ કરવામાં આવી હતી અને માત્ર સગા સંબંધીઓ, મિત્રો ને સમર્થકોને જ અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.
કેટલાક નેતાઓએ નામ ન આપવાની શરતે ફોન દ્વારા અને વ્યક્તિગત રૂપે ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, “વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા તેઓને મૌખિક સંદેશા વ્યવહાર આપીને જ તેમને ઘરે રહેવાની જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મુલાકાતીઓને એ શરતે મળવા દેવામાં આવે છે કે તેઓ અમારી સાથે કોઈપણ રાજકીય પ્રવૃત્તિ વિશે વાત નહી કરે. ઉદાહરણ તરીકે, ઈન્ડિયન એક્સપ્રેસને પૂર્વ સાંસદના ઘરે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, આ મંજુરી ત્યારે જ આપવામાં આવી હતી જ્યારે બહાર તૈનાત પોલીસ કર્મચારીને ખાતરી થઈ કે અટકાયત કરાયેલ નેતા મુલાકાતીના મિત્ર છે”.
કેટલાક નોતાઓ તો આ સ્વીકારવા તૈયાર નહોતા કે તેઓ વર્ચ્યુઅલ રીતે નજરકેદ હેઠળ છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રીએ ઈન્ડિયન એક્સપ્રેસને ફોન પણ જણાવ્યું કે, “પોલીસ તમને આ વિશે વધુ સારી રીતે જણાવી શકે છે.” જો કે, એક અઠવાડિયાથી વધુ સમયથી આ નેતાઓ તેમના ઘરની બહાર નીકળ્યા નથી.
ત્યારે વિભાગીય કમિશનર સંજીવ વર્માથી સંપર્ક કરતા તેમણે આ વાતનો સાફ ઈનકાર કર્યો હતો કે, “નેતાઓને નજરદેક હેઠળ રાખવામાં આવ્યા છે” તેમણે વધુમાં કહ્યું કે ‘અમે આ પ્રકારનો કાઈ પમ આદેશ બહાર પાડ્યો જ નથી, તેઓ સ્વતંત્ર રીતે ફરી રહ્યા છે’,ત્યારે આ મામલે એસ.એસ.પી. જમ્મુના તેજીન્દર સિંહે કહ્યું કે, તેઓ રાજ્યની બહાર જઇ રહ્યા છે, સમર્થકોને મળી રહ્યા છે અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ પણ લઈ રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં 370ની વિરુદ્વ નહી પરતુ તેના સમર્થનમાં હતા વલ્લભ ભાઈ પટેલ, મોદી સરકારના દાવાને લઈને ઈતિહાસકારોએ ઉઠાવ્યા છે સવાલ
ઈતિહાસકારો માને છે કે 55૨ રજવાડાઓને ભારતમાં મિલન કરાવનારા પટેલ અને જવાહરલાલ નહેરુ કાશ્મીરના મુદ્દે એક થયા હતા
પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. ઉદાહરણ તરીકે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રીના ઘરની બહાર પોલીસે બધા મુલાકાતીઓને અટકાવ્યા. સહાયક સબ-ઇન્સ્પેક્ટરે કહ્યું, “અમારી પાસે ઉચ્ચ અપના ઓર્ડર છે, કે કોઈને અંદર પ્રવેશવાની મંજૂરી નથી, જોકે ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ સમાચાર પત્રએ આ નજરકેદ હેઠળ રખાયેલા નેતા સાથે ફોન પર મુલાકાતની પુષ્ટિ કરી છે.”