ઉત્તર પ્રદેશના ઈટાવામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને રાષ્ટ્રીય અનુસૂચીત જાતિ આયોગના અધ્યયક્ષ રામશંકર કઠેરિયાની હાજરીમાં જ તેઓના સમર્થકોએ ટોલપ્લાઝાના કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી જે વિડિયો વાયરલ થયો છે. એટલું જ નહી સાથે સાથે કઠેરિયાના સમર્થકોએ હવામાં એક થી વધુ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતુ. સમગ્ર ઘટના ટોલ પ્લાઝાના સીસીટીવીમાં કેદ થઈ હતી.
જાણવા મળતી માહિતી મુજબ ટોલકર્મીઓ એ કઠેરિયાના સમર્થકોને એમ પુછ્યું હતું કે ગાડીમાં કોણ કોણ બેઠું છે ?માત્ર આટલું પુછવાનાં કારણે તેઓ એ ટોલકર્મચારીઓ પર હુમલો કરીને ખુબ મારપીટ કરી હતી. ત્યારે ભાજપ સાંસદ કઠેરિયાએ પોતાના બચાવમાં કહ્યું કે “મારા સાથીઓએ ટોલકર્મીઓ ઉપર હુમલો કર્યો જ નથી પરંતુ પહેલા તે લોકોએ મારા સાથીઓ સાથે મારપીટ કરી હતી અને મારા સાથી સમર્થકોએ પોતાના બચાવમાં ગોળીબાર કર્યો હતો” .
મળતી માહિતી મુજબ સમગ્ર ઘટના આગ્રાના ઈનર રીંગ રોડ ટોલ પ્લાઝાની છે જ્યા આજે બીજેપી સાંસદ રામશંકર કઠેરિયાના કાફલાને રોકવા પર ટોલકર્મી અને તેમના સમર્થકો વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેમા ટોલકર્મીઓને ખુબ માર મારવામાં આવ્યો હતો. આ ધટનામાં ત્રણ કર્મચારીઓ ઘાયલ પણ થયા હતા સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઈ છે. ટોલ ઈન્ચાર્જે આ ઘટનાની પોલીસ ફરિયાદ પણ કરી છે , આ બનાવ અંગે બીજેપી પ્રદેશ વક્તા રાકેશ ત્રિપાઠીએ આ ધટનાને વખોળતા કહ્યું હતું કે પરિસ્થિતી જે પણ હોય પરંતુ કોઈ એ પોતાની તાકાતનો ઉપયોગ ન જ કરવો જોઈએ, તેઓ એ વધુમાં જણાવ્યું છે કે આ ધટનાની તપાસ કરવામાં આવશે અને ગુનેગાર સામે યોગ્ય પગલા પણ લેવામાં આવશે.
સાસંદ રામશંકર કઠેરિયા પોતાના બસના કાફલા સાથે દિલ્હીથી ઈટાવા જઈ રહ્યા હતા ત્યારે ટોલકર્મીએ તેમની ગાડી સિવાય અન્ય ગાડીઓનો ટોલ ટેક્સ માંગવા પર મારપીટ શરુ કરી હતી ત્યારે ઘટનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.