જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલનું સાશન શરુ કરવાની બાબતને પડકારનારી એક રજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે,જમ્મુ કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સ તરફથી તેમના પ્રવક્તા અદનાના અશરફે આ અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે, રજીમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને અસરહીન કરવાની બાબત અને જમ્મુ કાશ્મીરમાં પુનર્ગઠન કાયદો 2019ને પાસ કરવાના દેશને પડકાર પવામાં આવ્યો છે.
આ પહેલા 17 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની સામે પૂર્વ સૈનિક અધિકારી અને નૌકરશાહોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, આ અરજીમાં અરજી કરનારે રાષ્ટ્રપતિના કલમ 370 અસરહીન કરવાના નિર્ણયને કોર્ટમાં પડકાર આપ્યો હતો.
સરકારના નિર્ણયના વિરુદ્ધમાં કોર્ટમાં અરજી કરનારા લોકોમાં વર્ષ 2010-11માં જમ્મુ કાશમીરની સમસ્યાની વાર્તાકાર રહેલી રાધા કુમાર,પૂર્વ આઈએએસ અધિકારી હેદર તૈયબ, પૂર્વ એર વાઈસ માર્શલ કપિલ કાક,પૂર્વ મેનેજર જનરલ અશોક કુમાર મહેતા,પંજાબ કૈડરના પૂર્વ આઈએએસ અધિકારી અમિતાબ પાંડે,કેરલ ડૈકરના પુર્વ આઈએએસ અધિકારી ગોપાલ પિલ્લઈ પ્રમુખ છે,આ અરજીકર્તાઓના વકીલ અર્જુન કુષ્ણન અને કૌસ્તુભ સિંહ છે.
સુપ્રિમ કોર્ટ 16 સપ્ટેમ્બરમાં જમ્મુ-કાશ્મીરમાં કોર્ટ આંદોલનની છૂટછાટ સહીત અલગ અલગ અરજી પર સુનાવણી કરશે,ઉચ્ચ અદાલતોએ રજીઓ પર સુનાવણી દરમિયાન આ નિર્ણય લીધો હતો, અને અરજીકર્તા અનુરાધા ભસીનના વકીલે અદાલતને કહ્યું કે મીડિયાને છેલ્લા એક મહિનાથી કામ કરવાની પરવાનગી નથી આપવામાં આવી. આ અદાલતની અધ્યક્ષતા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ કરી રહ્યા છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વાતનો વિરોધ કર્યો છે,તેમણે કહ્યું કે શ્રીનગરથી સમાચાર પ6 પ્રકાશીત કરવામાં આવી રહ્યા છે,કાર્યકર્તા તહસીન પૂનાવાલાના વકીલે જણાવ્યું કે,લોકો સ્વતંત્ર રીતે યાત્રા કરવા માટે અસમર્થ છે,તેમને તેમના મૂળ અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તેમની પહોચ હોસ્પિટલ સુધી નથી.