કન્હૈયા કુમાર વિરુદ્ધ 2016માં ભારત વિરોધી સૂત્રો લગાવવા અને નફરત તથા અસંતોષ ભડકાવવાના આરોપમાં દિલ્હી પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી છે. આ ચાર્જશીટ પર 19 જાન્યુઆરીએ સુનાવણી થવાની છે.
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા દ્વારા ગુરુવારે એ વાતનો સ્પષ્ટપણે ઈન્કાર કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય જનતા દળે જેએનયૂ સ્ટૂડન્ટ યુનિયનના ભૂતપૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારના બેગુસરાય લોકસભા બેઠક પરથી ઉભા રાખવાની અસંમતિ દર્શાવી છે. મહત્વપૂર્ણ છે કે આ પહેલા એવી અફવા ફેલાઈ હતી કે કન્હૈયા કુમાર ચાર્જશીટને કારણે કદાચ ચૂંટણી લડ શકશે નહીં. તેની સામે 2016માં ભારત વિરોધી સૂત્રો પોકારવા અને નફરત તથા અસંતોષ ભડકાવવાના આરોપમાં દિલ્હી પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી છે. આ ચાર્જશીટ પર 19 જાન્યુઆરીએ સુનાવણી થવાની છે.
આ મામલો દેશદ્રોહનો છે અને દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે હજી સુધી મામલામાં ચાર્જશીટને લઈને મંજૂરી આપી નથી. મહત્વપૂર્ણ છે કે દેશદ્રોહના મામલામાં દિલ્હી પોલીસે દિલ્હી સરાકરની મંજૂરી લેવાની હોય છે.
સીપીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાર્ટી દ્વારા આરજેડીના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ સાથે મુલાકાત કરવામાં આવશે અને થોડાક દિવસોમાં આ મામલે રાંચી જેલમાં એક બેઠક પર આયોજિત કરવામાં આવશે. આ બેઠકમાં બંને પાર્ટીઓ બિહારમાં તાજેતરની રાજકીય પરિસ્થિતિ અને સીટ શેયરિંગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
સૂત્રો મુજબ, ડાબેરી પક્ષ સીપીઆઈ આ મુદ્દા પર આરજેડી સાથે ગંભીર છે. સીપીઆઈએ કન્હૈયા કુમારને બેગુસરાયથી, સીપીએમએ રામદેવ વર્માને ઉજૈરપુરથી બિહાર ખાતેના વિપક્ષી મહાગઠબંધનના ઉમેદવાર બનાવવા માંગે છે. તેની સાથે જ ડાબેરી મોરચો બિહારમાં લોકસભાની ત્રણ બેઠકો મળે તેવું ઈચ્છી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે રામદેવ વર્મા વિભૂતિપુર વિધાનસભા બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. સૂત્રોનું માનીએ, તો આરજેડીને હજી એ સમજમાં આવ્યું નથી કે સીપીઆઈ અને ડાબેરી મોરચાની માગણીને લઈને શું નિર્ણય કરવો જોઈએ? તેમને લાગી રહ્યું છે કે કન્હૈયા કુમારનો આ વિવાદ તેમની જીતના લક્ષ્યને હચમચાવી શકે છે.