- યશવર્ધનકુમાર સિંહા મુખ્ય માહિતી કમિશનર બન્યા
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ અપાવ્યા શપથ
- સિંહાએ 1 જાન્યુઆરી 2019ના રોજ માહિતી કમિશનરનું પદ સંભાળ્યું હતું
દિલ્લી: યશવર્ધનકુમાર સિંહાએ શનિવારે મુખ્ય માહિતી કમિશનર તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદન મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સિંહાને શપથ અપાવ્યા હતા. આ વર્ષે 26 ઓગસ્ટના રોજ બિમલ જુલ્કાની મુદત પૂરી થયા પછી મુખ્ય માહિતી કમિશનરની પદ બે મહિનાથી વધુ સમય સુધી ખાલી હતી
સિંહાએ 1 જાન્યુઆરી 2019 ના રોજ માહિતી કમિશનરનું પદ સંભાળ્યું હતું. તેઓ બ્રિટન અને શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર તરીકે રહી ચૂક્યા છે. સીઆઈસી તરીકે 62 વર્ષીય સિંહાનો કાર્યકાળ લગભગ ત્રણ વર્ષનો રહેશે. સીઆઈસી અથવા માહિતી કમિશનરની નિમણૂંક પાંચ વર્ષ માટે અથવા 65 વર્ષની વય સુધી થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની સમિતિ દ્વારા સિંહાની પસંદગી કરવામાં આવી છે. મોદી ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી અને ગૃહમંત્રી અમિત શાહ આ સમિતિના સભ્યો છે.
સિંહા સિવાય કમિટીએ પત્રકાર ઉદય માહુરકર, પૂર્વ શ્રમ સચિવ હિરા લાલ સામારિયા અને પૂર્વ ઉપ નિયંત્રણ અને મહાલેખા પરિક્ષક સરોજ પુન્હાનીને માહિતી કમિશનર તરીકે નિયુક્તિની મંજૂરી આપી હતી. અધિકારીઓનું કહેવું છે કે, આ ત્રણેય લોકોના પણ શનિવારે જ શપથ લેવડાવવામાં આવશે. માહુરકર, સામારિયા અને પુન્હાની સાથે જોડાવાથી માહિતી કમિશનરોની સંખ્યા સાત થઈ જશે, જ્યારે તેમની મંજૂરીની ક્ષમતા 10 છે.
હાલમાં વનાજા એન સરના, નીરજકુમાર ગુપ્તા, સુરેશચંદ્ર અને અમિતા પાંડોવે અન્ય માહિતી કમિશનર છે. માહુરકરે મોટી મીડિયા સંસ્થામાં વરિષ્ઠ નાયબ સંપાદક તરીકે કામ કર્યું છે. તે ગુજરાતની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વવિજ્ઞાનમાં સ્નાતક છે. સામારિયાએ તેલંગાણા કેડરના 1985 બેચના આઈએએસ અધિકારી છે. સપ્ટેમ્બરમાં તેઓ શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. પુન્હાની 1984 બેચના ભારતીય સરકારી નોકરી અને સરકારી અધિકારી રહી ચૂક્યા છે.
_Devanshi