- WHOએ કોરોનાવાયરસ પર કરી મહત્વની વાત
- તમામ દેશમાં લોકોને નિયમોનું પાલન કરવાની કરી અપીલ
- ભારતમાં કોરોનાવાયરસના કેસ વધવા પાછળ વધારે વસ્તી જવાબદાર: WHO
અમદાવાદ: કોરોનાવાયરસ હાલ વિશ્વના દરેક દેશો માટે માથાનો દુખાવો બની ગયો છે. WHO દ્વારા જ્યારથી આ બીમારી ફેલાઈ છે ત્યારથી લઈને આજ સુધી અનેક પ્રકારની સલાહ અને સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. હાલ WHO દ્વારા તમામ દેશોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે અને આ સિવાય પણ અનેક વાતો કહેવામાં આવી છે અન્ય દેશો માટે સૂચના અને ચેતવણી પણ ગણી શકાય તેમ છે.
ભારત તથા વિશ્વના દેશોમાં વધી રહેલા કોરોનાવાયરસના લઈને WHOએ કહ્યું કે કોરોનાની વેક્સિન તૈયાર કરવામાં ભારતની ભૂમિકા મુખ્ય રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. વિશ્વના દરેક દેશોમાં કોરોનાવાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે, ભારત પણ તેમાંથી બાકાત નથી. વિશ્વમાં સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં ભારત ત્રીજા નંબર પર છે.
WHOએ ભારત સિવાય અન્ય મહત્વની જાણકારી પણ આપી જે લોકો માટે ચોંકાવનારી છે. WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહોનમ ગેબ્રેસિયોસિસે કહ્યું કે કોરોનાવાયરસની ઘણીબધી વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે અને તેમ છતા આપણને કોરોના સામે કોઈ ખાસ નક્કર ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ નથી. એવું પણ બને કે કોરોનાનો ઈલાજ ક્યારેય શક્ય ન બને.
હાલ તો લોકોને કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અને ડૉ.રેયાને તમામ દેશોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા, હાથ ધોવા તથા ટેસ્ટિંગ જેવા આરોગ્યને લગતા ઉપાયો લાગૂ કરવા અપીલ કરી છે. એક દિવસ અગાઉ WHOએ કહ્યું હતું કે આ મહામારી લાંબા સમય સુધી આપણી વચ્ચે રહેશે.
ભારતમાં પણ કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે અને તેને લઈને ડૉ. રેયાને જણાવ્યું કે ભારતમાં કોરોનાવાયરસના કેસ વધવાનું કારણ દેશની 130 કરોડ વસ્તી હોઈ શકે છે. ભારતમાં આટલી વસ્તી હોવા છત્તા પર સરકાર અને અસંખ્ય લોકોએ કોરોનાવાયરસને રોકવા માટે અસરકારક પગલા લીધા છે અને તેના જ કારણે ભારત મહદઅંશે કોરોનાવાયરસના સંક્રમણને રોકવામાં સફળ રહ્યુ છે.
ભારત સરકાર દ્વારા હાલ કોરોનાવાયરસને લઈને જરા પણ છૂટ કે કચાસ રાખવામાં આવી નથી અને યુદ્ધના ધોરણે કોરોનાવાયરસ સામે ભારત સરકાર લડત આપી રહી છે.
_Vinayak