1. Home
  2. revoinews
  3. મેડિકલ સ્ટાફની મહાનતા- સ્વૈચ્છિક રીતે જોડાય છે કોરોના સામેની જંગમાં
મેડિકલ સ્ટાફની મહાનતા- સ્વૈચ્છિક રીતે જોડાય છે કોરોના સામેની જંગમાં

મેડિકલ સ્ટાફની મહાનતા- સ્વૈચ્છિક રીતે જોડાય છે કોરોના સામેની જંગમાં

0

સાહીન મુલતાની-

 

  • કોરોના જંગમાં મેડિકલ સ્ટાફ કોરોના યોધ્ધા બન્યા છે
  • સ્વૈચ્છિક રીતે જોડાઈ રહ્યા છે કોવિડની હોસ્પિટલમાં
  • દર્દીઓની સારવાર કરી રહ્યા છે આ યોધ્ધાઓ
  • નવા બનતા કોવિડ-19 સેન્ટરમાં મેડિકલ સ્ટાફની થઈ રહી છે ભરતી

સમગ્ર દેશમાં હાલ કોરોનાનું સંકટ વર્તાઈ રહ્યું છે.દેશના જુદા-જુદા રાજ્યોથી માંડીને નાના-નાના ગામોમાં પણ કોરોનાનું સંક્રમણ હવે ફેલાઈ રહ્યું છે,એક તરફ જ્યા કોરોના સંક્રમિત લોકો સાથે પોતોના પરિવારના સભ્યો પણ પાસે જતા ડરે છે, તે જ સમયે મેડિકલ સ્ટાફ કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે,પોતાના પરિવારની પોતાના બાળકોની પરવાહ કર્યા વિના સ્વેચ્છિક રીતે આ કામ માટે આગળ આવી રહ્યા છે અને કોરોના સંકટને માત આપવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.ઈ યોધ્યાઓના કાર્યને લાખો સલામ

સમગ્ર ગુજરાતમાં અલગ અલગ ખાનગી હોસ્પિટલો દ્રારા કોવિડ-19ની હોસ્પિટલને મેઈન હોસ્પિટલથી અલગ કરવામાં આવી રહી છે,જેથી કરીને સામાન્ય રોગના દર્દીઓ હોસ્પિટલમાં આવવાથી ડરે નહી અને કોરોના સંક્રમિતોને સામાન્ય દર્દીઓથી દુર રાખી શકાય,ત્યારે અલગ કોવિડ -19ની હોસ્પિટલમાં મોટા પાયે ડોક્ટકર્સ અને નર્સની અનિવાર્યતા ઊભી થતી હોય છે.પ્રથમ સવાલ એ થાય કે જો આપણે આ સ્થાને હોઈએ તો કદાચ કોવિડ-19 ની હોસ્પિટલમાં કામ કરવાની તક મળે તો પણ ના કહી દઈએ,કારણ કે આ વર્તમાન સમયમાં કોરોનાનું જે ગંભીર રુપ છે તેનાથી દરેક લોકો ડરી રહ્યા છે,પરંતુ તેનાથી વિપરીત વાત કરીએ તો ડોક્ટર્સ અને નર્સ જેવા મેડિકલ સ્ટાફની,તેઓ આ નવી બનતી કોરોનાની હોસ્પિટલ માટે મોટા પ્રમાણમાં ઈન્ટર્વ્યુ આપવા આવી રહ્યા છે.

એમબીબીએસ ડોક્ટરથી લઈને ડિપ્લોમા નર્સનો કોર્ષ કરનારા બર્ધર્સ અને સિસ્ટર્સ અનુભવી તથા બિન અનુભવી કોવિડ-19ની હોસ્પિટલમાં રહેતા દર્દીઓની સારવાર કરવા માટે આગળ આવીને ઈન્સાનિયતનું કામ કરી રહ્યા છે.જ્યા પોતોના પરિવારના સભ્યો પણ નથી પહોંચી શકતા ત્યા આ બધર્સ-નર્સ અને ડોક્ટરો પહોંચે છે તેમની સારવાર કરે છે,દવાથી લઈવે ઈન્જેક્શન સુધીની સુવિધાઓ પોતાના હાથે દર્દીઓને પુરી પાડે છે,શું આ કોરોના વોરિયર્સને કોરોનાનો ડર નહી સતાવતો હોય…ચોક્કસ સતાવતો હશે પરંતુ તેઓ તેમની પ્રોફેશનલ લાઈફમાં રહીને માનવતા દાખવી રહ્યા છે,

કેટલાક લોકો સાથે કરેલી વાતચીતમાં ખબર પડે છે કે,નર્સની ભરતીમાં જ્યારે તેઓ ઈન્ટર્વ્યુ માટે જાય છે ત્યારે પોતાનો જ પરિવાર તેના વિરોધમાં હોય છે,કોરોના જેવા રોગમાં ન જવા માટે તેને રોકવામાં આવતા હોય છે પરંતુ પરિવારથી ઉપર જઈને આ ડોક્ટર્સ નર્સ કે બ્રધર્સ પોતોની ફરજ નિભાવવા આગળ આવે છે અને તેના કારણે જ કોરોનાના દર્દીઓ સાજા થઈને પોતાના પરિવાર પાસે પહોંચે છે.

સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણના કારણે કેટલાક ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ એ પોતાના જીવ ગુમાવ્યા છે,તબીબો પણ સતત કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે છત્તાં પણ તેઓ જાણતા હોવા છતા કોવિડ-19 મા કામ કરવા તૈયાર રહે છે,જો કે આ તમામ મેડિકલ સ્ટાફને રોગ પ્રતિકારક શકિત વધારવાના ઈન્જેક્શન અને મેડિસિન આપવામાં આવતી હોય છે પરંતુ કોરોના સામે જીતવા માટે માત્ર એટલુ તો બસ નથી જ ,જો એવું જ હોત તો કદાચ કેટલાય ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ જે કોરોનાથી મૃત્યુ પામ્યા છે તે આજે જીવિત હોત..કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે દરેક જગ્યાએ મેડિકલ સ્ટાફ પોતાના કાર્યને ફરજ રુપે નિભાવી રહ્યા છે ત્યારે આપણે સામાન્ય જનતાએ પણ તેઓને સાથ સહકાર આપવો જોઈએ તેમના આ સરહાનિય કાર્યને બિરદાવવું જોઈએ

કોવિડ-19ની હોસ્પિટલોમાં જો મેડિકલ સ્ટાફ કાર્ય કરવાની જ ના કહી દે તો ખરેખર જોવા જેવી થાય,અનેક દર્દીઓની તબિયત લથડી પડે,મહામારી મોટૂ સ્વરુપ ધારણ કરે પરંતુ દેશનો તમામ મેડિકલ સ્ટાફ કોવિડ – 19 માટે પણ આગળ આવી રહ્યો છે અને કામ કરી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.