1. Home
  2. revoinews
  3. રાજ્યસભા ચૂંટણી: ભાજપના એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત
રાજ્યસભા ચૂંટણી: ભાજપના એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત

રાજ્યસભા ચૂંટણી: ભાજપના એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત

0
Social Share

અમદાવાદઃ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના લોકસભામાં ચૂંટાયા બાદ ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો પરની પેટાચૂંટણી માટે સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ થયુ હતું અને તે સાંજ ચાર વાગ્યા સુધી ચાલ્યુ હતું. જ્યારે પાંચ વાગ્યે મતગણતરી યોજાવાની હતી. પરંતુ કોંગ્રેસની વાંધા અરજીના પગલે મતગણતરીમાં વિલંબ થયો હતો. જો કે મતગણતરી બાદ ભાજપના બંને ઉમેદવારો એસ. જયશંકર અને જુલજી ઠાકોરને જીત મળી છે.

રાજ્યસભાની બે બેઠકો પરની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના તમામ ધારાસભ્યોએ મતદાન કર્યું લીધું છે. આ ચૂંટણીમાં ભાજપને પાંચ મતનો ફાયદો થશે, કારણ કે 1 NCP, 2 BTP અને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ભાજપના ઉમેદવારોને મત મળ્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યાએ વાંધા અરજી કરી છે. જેને પગલે મતગણતરીમાં વિલંબ થયો છે. હવે ચૂંટણીપંચના નિર્દેશ બાદ જ મતગણતરી યોજવામાં આવશે.

કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું છે. જ્યારે ભરતજી ઠાકોર પણ ભાજપનાં સંપર્કમાં છે. તેઓ પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે અલ્પેશ ઠાકોર મતદાન બાદ ભાજપનાં દંડક પંકજ દેસાઇને મળ્યા હતાં. જેનાથી રાજકારણ ગરમાયું હતું. જોકે આ મામલે જીતુ વાઘાણીને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે દંડકના તો બધા સાથે સબંધ હોય છે. જો અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કર્યાનો દાવો કોંગ્રેસ કરતી હોય તો તેમને જ પૂછો કે તેમણે વ્હીપ કેમ આપ્યું છે?

ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ભાજપે પૂર્વ કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યસભાની ચૂંટણી બે અલગ-અલગ બેલેટમાં થઈ રહી હોવાથી ધારાસભ્યનું સંખ્યાબળ જોતા બંને બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે. જેમાં ભાજપને પોતાના સંખ્યા બળ કરતા 5 મત વધુ મળશે એટલે કે 105 મત મળશે.

વિધાનસભામાં વર્તમાન સભ્યોની સંખ્યા 175 છે. ભાજપ પાસે 100 ધારાસભ્યો છે અને બન્ને બેઠકો માટે મતદાન અલગ-અલગ હોવાથી બન્ને ઉમેદવારોને સો-સો મત મળે અને વિજેતા બને. તેની સામે કોંગ્રેસના 71 ધારાસભ્યો છે અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો મત કોંગ્રેસના ઉમેદવારોને મળી શકે છે.

હાલ ધારાસભ્યોની કુલ 175ની સંખ્યા છે અને બન્ને ખાલી બેઠકોને અલગ-અલગ ગણવાની હોવાથી રાજ્યસભામાં જીતવા માટે જરૂરી મતની ફોર્મ્યુલા (કુલ ધારાસભ્યો(175)/ખાલી બેઠકની સંખ્યા(1)+1) +1= (175/2)+1= 87.5+1= 88.5(89) મત જોઇએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code